________________
સૈન્યબળ પર જ સિંહાસનો નિર્ભર હોવાથી એ સૈન્યશક્તિની પૂજા બરાબર કરવામાં આવતી.
સૌરાષ્ટ્રનાં ગણતંત્રો મરેલી ઘો જેવાં પડ્યાં હતાં, નિંદા, કુથલી ને ખટપટ સિવાય એમાં કંઈ રહ્યું નહોતું. એ ગણતંત્રોને શકરાજાએ કાં તો ખલાસ કરી નાખ્યાં, કાં એક શક્તિશાળી નેતાની તાબેદારીમાં મૂકી દીધાં.
થોડા જ વખતમાં ફરી ઉત્સાહ વ્યાપી ગયો, ને જેઓ માત્ર વાદવિવાદમાં પડ્યા હતા તેઓ કાર્યરત બની ગયા. શકરાજે સૌરાષ્ટ્રમાંથી પણ સૈન્ય ખડું કર્યું !
વરસાદ આવ્યો. ખેતરોમાં ખેતી ચાલુ થઈ. વાણિયાની હાટે વેપાર વધ્યો. ક્ષત્રિયને સૈન્યમાં સ્થાન મળ્યું. બધે સંતોષ પ્રસરી રહ્યો. પરદેશી શક રાજ્યને કોઈએ અળખામણું ન લેવું. બલકે એમના જ દેવને, એમનાં જ મંદિરોને પૂજનાર શકો તરફ ભારતીય ક્ષત્રિયોને ભાવ થઈ આવ્યો. લોહીના સંબંધો દિનપ્રતિદિન વધતા ચાલ્યા.
સહુ સંતોષી હતાં, ત્યારે અસંતોષી હતા એ કમાત્ર આર્યગુરુ, હવે એમની ઊંઘ હરામ થઈ ગઈ હતી. આરામ ત્યાજ્ય બની ગયો હતો. એમના સ્વસ્થ ચિત્ત પર વારંવાર આવેશનાં વાદળો ચડી આવતાં.
ગુરુની આ સ્થિતિ જોઈ મઘા હંમેશાં ચિંતિત રહ્યા કરતી. એ વારંવાર ગુરુદેવને પ્રશ્ન કરતી; પણ ગુરુદેવ કંઈ બોલતા નહિ.
એક દિવસ મઘાથી ન રહેવાયું. એણે પૂછયું : “આપે શક પ્રજાને તો તારી, સાથે સાથે અહીંની પ્રજાને પણ તારી. સહુના ઘરમાં સંપત્તિ છે, ખેતરમાં ધાન છે, નવાણમાં નીર છે, બધે સુખચેનની બંસી બજી રહી છે, છતાં, ગુરુદેવ, આ સુખમાં આપ એકલા દુ:ખી કેમ ?'
મથી, આ લોકોનું સુખ જોઈને મારું દુ:ખ વધી જાય છે.'
‘કૃપાવતાર ! એમ કેમ ? આપની આંખમાંથી તો અમી ખૂટેલું મેં કદી જોયું નથી.” મઘા બોલી.
‘મઘા ! ગુરુદેવના અંતરનું અમીઝરણું કદી ખૂટે નહીં ! એ વહે છે, વહેશે ને સંસારને પ્રફુલ્લાવશે.’ એકાએક પ્રવેશ કરતાં શકરાજે કહ્યું.
શકરાજ, તમારાં બધાંનાં સુખનો હું ઈર્ષ્યાળુ બન્યો છું. મને હવે અમીઝરણ ન માનશો; હવે તો હું જ્વાળામુખીનો લાવારસ છું.' આર્યગુરુએ જરા આવેશમાં કહ્યું. એમના ઓષ્ઠ કંપી રહ્યા હતા. એમને જાણે ઘણું કહેવાનું હતું.
| ‘ગુરુદેવ ! જળ ગમે તેટલું ગરમ થાય તો પણ એનાથી આગ લાગતી નથી. અમારાં સુખ આપનાં આપેલાં છે. આપને એની ઈર્ષા કેમ સંભવે ?' શકરાજે પૂછવું. સુખ બધું ભુલાવે છે.”
414 n લોખંડી ખાખનાં ફૂલ
‘શું ભુલાવે છે ?” ‘કર્તવ્ય. તમે જાણો છો, હું સાધુ હતો.’
‘હા, આપે મને બધું જ કહ્યું છે.' શકરાજને જાણે એ વાત સાંભળવાનો કંટાળો હતો.
‘હું એવો સાધુ હતો, જેનો મૂળ મંત્ર અપકારી પર પણ ઉપકાર કરવાનો હતો.”
‘હા. આપે સદાકાળ ઉપકાર જ કર્યો છે.'
‘એ બરાબર છે, પણ એ મારા ભક્તો પર. અરે, અનેક અપકારીઓને મેં માફ કર્યા છે, પણ ન જાણે કેમ, એક અપકારીને હું હજી સુધી માફ કરી શક્યો નથી.’
કોણ છે એ મહાદુષ્ટ ?” શકરાજ અજાણ્યા હોય તેમ પૂછી રહ્યા. | ‘શકરાજ ! દુષ્ટનું નામ દેવરાવવા માગો છો ? અહીંનાં સુખોએ શું તમારી સ્મૃતિ હણી લીધી ? બધું ભૂલી ગયા ? ઉજ્જૈનીના રાજા ગર્દભિલ્લને હરાવવા હું તમને સહુને અહીં લાવ્યો છું, યાદ છે કે ?' આર્યકાલ કે સ્પષ્ટ કર્યું.
‘ના, ના, આપ અમને અહીં શક શહેનશાહની સજામાંથી બચાવવા લાગ્યા છો.’ શકરાજે ફેરવી તોળ્યું. | ‘એ તો મળી આવેલું બહાનું છે. બાકી રાજા દર્પણસેનની સામે લડવા તમને લાવ્યો છું. એ મહા અપકારીને હું સાધુ માફ કરી શક્યો નથી. એના કૃત્યનો ન્યાય કોઈએ ન કર્યો. હવે હું એના કૃત્યની એને સજા કરવા માગું છું.' આર્યગુરુએ કહ્યું.
‘એને માફ કરી દો તો ? મોટાની મોટાઈ માફ કરવામાં છે.’ શકરાજને જાણે આ સુખ છોડી સંગ્રામમાં પડવું હવે રુચતું નહોતું.
તો મારી જાત માટે હું અક્ષમ્ય અપરાધી ઠરું, મારું રોમરોમ વૈર માગે છે. આતતાયીને સજા કરવા પોકાર કરે છે. અંતરમાં વેરનો પોકાર પડતો હોય ને મોંએથી ક્ષમાધર્મની વાતો કરેતો તો બેવડા પાપથી બંધાઈ જાઉં.’
‘વૈર !' શકરાજે વૈર શબ્દ બેવડાવ્યો.
હા. વૈરદેવીની હું એવી ઉત્કટ ઉપાસના કરવા માગું છું, જેમાં આતતાયી દર્પણસેન બળીને ભસ્મ થઈ જાય. માત્ર દર્પણસેન જ શું કામ, આતતાયીમાત્ર સંસારને આતાપના પહોંચાડતાં ધ્રૂજી ઊઠે.'
‘કોઈને બાળીને આપને સુખ થાય, એમ અમે માનતા નથી. આપ સાધુ છો. ક્ષમાધર્મી છો.’ શકરાજે એની એ વાત ચાલુ રાખી. | ‘અલબત્ત, બીજાને બાળતાં પહેલાં મેં મારું ઘણું બાળી નાખ્યું છે, પણ આજ હવે એમાં બાંધછોડ નહિ ચાલે. હું બાંધછોડ કરું તો જગત પર રાક્ષસોનું રાજ
જ્યારે આર્યકાલકે અંતરનો લાવા ઠાલવે છે 415