Book Title: Lokhandi Khakhna Ful
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 217
________________ 56 થોડાં સુવર્ણની ખાતર ગુરુને ખોવા તૈયાર નહોતા, કારણ કે આ તો પાશેરમાં પહેલી પૂણી હતી. ત્યાં તો સામેથી અવાજો આવ્યા, | ‘અમારો સુવર્ણ પહેલું. ભૂખે ભજન નહિ થાય, પછી ગુરુ કહેશે તો સળગતી આગમાં ઝંપલાવીશું.’ શકસૈનિકોએ અને ચાંચિયાઓએ એકત્ર થઈને કહ્યું. મહારાજ !' વાસુકિ આગળ આવ્યો. એ બોલ્યો, ‘થોડું સુવર્ણ લાવી આપો. તો આ લોકો સદાના તાબેદાર છે.’ ગુરુ થોડીવાર મૌન રહ્યા. કસોટી આવતી હતી. એણે થોડીવારે કહ્યું, મને લાગે છે કે સુવર્ણસિદ્ધિ એ મારી કાર્યસિદ્ધિનો એક ભાગ જ છે. જાઓ! કાલે આ સમયે સુવર્ણ લેવા સહુ આવી પહોંચજો. અને બહાદુર શકસામંતો! આ પૃથ્વી વિશાળ છે. ગામડે ગામડે પહોંચી જાઓ. અને તમારાં રાજ જમાવો. વીરભોગ્યા વસુંધરા છે.” | ‘જેવી આજ્ઞા, પણ એમને યથાસમય ગુરુદર્શન તો થશે ને ?” શકસામંતોએ કહ્યું. એ ગુરુના પ્રભાવમાં આવી ગયા હતા, ગુરુએ જવાબ ન આપ્યો; માત્ર આકાશ સામે જોયું. જ્યારે આર્યકાલક અંતરનો લાવા ઠાલવે છે જ વાદળો અત્યાર સુધી પોતાનું જળ પોતે પી જતાં, એમણે હવે છૂટે હાથે ખેતરોમાં વરસવા માંડ્યું હતું. સૌરાષ્ટ્રની સુકી ને ભૂખી ધરતી ફરી શસ્યશ્યામલા ને તેજસ્વી બની ગઈ હતી. સૌરાષ્ટ્રનાં ગ્રામ-નગરોની શેરીઓમાં અને ખેતરોમાં જાણે સુવર્ણનો વરસાદ વરસ્યો હતો ! સુવર્ણના ભૂખ્યા લોકો આકાશમાંથી વરસતા સુવર્ણથી રાજી રાજી થઈ ગયાં. તેઓએ ગુરુનો આશીર્વાદ માન્યો. શકરાજાએ ઠેર ઠેર પોતાના સૈનિકો મોકલી આખા સૌરાષ્ટ્ર પર કબજો કરી લીધો હતો. પંચાણું શાહીઓને મનગમતી ભૂમિમાં થાણાં નાખવાનું એલાન આપી દીધું હતું. ક્યાંક લડાઈથી, ક્યાંક સમાધાનથી, ક્યાંક લોહીની સગાઈથી શકરાજે થોડા વખતમાં સૌરાષ્ટ્રને પોતાની ભૂમિ જેવું બનાવી દીધું. દ્વારકાનું સૂર્યમંદિર એમના દેવનું મંદિર બન્યું ને દરિયો સહુને ભાવી ગયો. ગીરનાં જંગલો અને ગિરનાર એમની શૌર્ય-કલ્પનાને ચગાવે તેવાં બન્યાં. શકદ્દીપના અશ્વોને પણ સૌરાષ્ટ્રની સપાટ ભૂમિ ભાવી ગઈ ! અશ્વ ખેલન અને ચતુર્વિદ્યાના પ્રયોગો હવે બરાબર ચાલવા લાગ્યા. મઘાએ શક શહેનશાહ સાથે સંબંધ જાળવી રાખ્યો હતો. શહેનશાહ તરફથી સંદેશો આવ્યો હતો કે “ટૂંક સમયમાં મહાક્ષત્રપ ઉષવદાત પણ તમારા તરફ આવવા ઇચ્છા રાખે છે.’ ઉષવદાત શહેનશાહના જમાઈ થતા હતા. એમણે ફરી સૈન્ય વ્યવસ્થિત કર્યું. ફરી પોતાની સત્તાને વિકસતી જોઈ શકરાજ ખૂબ આનંદમાં રહેવા લાગ્યા. ફરી સૈનિકોની તાલીમ માટે ગુરુને ઉત્સાહી બનાવ્યા. 412 લોખંડી ખાખનાં ફૂલ

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249