Book Title: Lokhandi Khakhna Ful
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 216
________________ “મને તો કાંટાથી કાંટાને કાઢવાની આ રીતે લાગે છે. પછી આપણને અહીંના રાજા બનાવશે ને ?' ‘જરૂર, એમાં શંકા કેવી ? ગુરુ સત્યવાદી છે.' શકરાજે કહ્યું. શંકા એ કે, એ કહેશે, મેં તમને શક શહેનશાહના રોષમાંથી બચાવી જીવતદાન દીધું. એ ઉપકારનો બદલો તમે દીધો. હવે વધુ શું માગો ?” શકરાજને આ વાતે લેશ સંદિગ્ધ બનાવ્યા, પણ પાછું આર્યગુરુનું સૌમ્ય મુખ યાદ આવતાં બધી શંકાઓ ટળી ગઈ. આકાશમાં વાદળો ગોરંભાયે જતાં હતાં, ગર્જનાઓ કાન ફાડી નાખતી હતી, પણ મેઘ હજી નઠોર હતા. પાણી દેખાડતા હતા, વર્ષાવતા નહોતા ! મન અને તનનો ઉકળાટ અસહ્ય હતો. નીચે ધીરે ધીરે શક સૈનિકો એકત્ર થતા જતા હતા. એ બૂમ પાડીને કહેતા હતા, ‘પરદેશમાં લાવીને અમને ભૂખે મારવા છે ? અમને લોકોના ઘરમાંથી અન્ન લેવાની છૂટ આપો. નહિ તો અમને સુવર્ણ આપો ! શકરાજે કહ્યું, ‘આપનાર હજી આવ્યા નથી. એ આવીને જે આપવું હશે તે આપશે.' એટલામાં ચાંચિયા લોકો આવ્યા. તેઓએ કહ્યું, ‘અમારો ધંધો તમે છોડાવ્યો. હવે અમે ભૂખે મરીએ છીએ. અમને વાસુકિ આપો. અમે દરિયો દોહી લઈશું.’ શકરાજે કહ્યું, ‘હવે તમે લૂંટારા નથી, તમે તો શૂરા લડવૈયા છો, એમ મહાગુરુ કહેતા હતા, જરા ખામોશી ધારણ કરો, ગુરુ હમણાં જ આવે છે.' ‘ગુરુ આવે છે !’ માનવ મેદનીએ પડઘો ઝીલી લીધો. શકરાજથી સ્વાભાવિક રીતે શબ્દો બોલાઈ ગયા હતા પણ ખરેખર, લોકોએ દૂર દૂરથી સડસડાટ આવતી નૌકા જોઈ અને ફરી કિકિયારી પાડી, ‘ગુરુ આવે છે !' સાગરનાં મોજાંઓ ઉપર ડોલતી નૌકાઓ દેખાણી. વાસુકિને લોકોએ એની છાયા પરથી પારખી લીધો. મહાગુરુ તો આગળ જ ઊભા હતા. સૂરજ પાછળની સોનેરી વાદળી જેવી મઘા પણ ધીરે ધીરે સ્પષ્ટ થતી જતી હતી. લીધી. લોકોએ ‘ગુરુની જય'થી દિશાઓ બહેરી કરી નાખી. થોડીવારમાં નોકા આવી પહોંચી. શકરાજ દોડ્યા, એમણે ગુરુચરણને સ્પર્શ કર્યો, ને મઘાના ભાલે ચૂમી ચોડી 410 E લોખંડી ખાખનાં ફૂલ બધાં સાગરકિનારાનાં પગથિયાં ચડીને ઉપર આવ્યાં કે તરત જ અવાજો આવવા લાગ્યા. ‘ગુરુ, અમને ધાન આપો અથવા લૂંટની અનુજ્ઞા આપો ! ભૂખે મરીએ છીએ.' ગુરુને આ અવાજો અપ્રિય લાગ્યા. એ બોલ્યા, ‘લૂંટનું ધાન્ય ખાઈને પેટ ભરવું એના કરતાં પેટ ફોડી નાખવું બહેતર.’ અમે પેટ ફોડી શકીએ નહીં, અમને સુવર્ણ આપો.' ‘હું સાધુ છું, સુવર્ણ ક્યાંથી લાવું ?' ગુરુએ કહ્યું. ‘અલકમલકમાંથી લાવો. પેટની બળતરા ભૂંડી છે.' અવાજ આવ્યા : ‘અમે લૂંટારા છીએ, અમને લૂંટારા રહેવા દો. ભૂખે મરવા કરતાં લૂંટ કરતાં કરતાં મરવું બહેતર છે !' ‘ભૂખે તો કાગડાં-કૂતરાં મરે, માણસ ન મરે. હું તમને ઊંચે ચઢાવવા આવ્યો ‘અમારે ઊંચે જવું નથી. અમારે જીવવું છે. વાસુકિ, તું ગુરુને કહે, ગુરુ સુવર્ણસિદ્ધિ જાણે છે !' વાસુકિ આગળ વધ્યો ને બોલ્યો, ‘ગુરુદેવ, આ લોકો પેટની બળતરા સિવાય બીજી બળતરા જાણતા નથી. કંઈ કરો. શકસૈનિકોએ માને ઉદ્દેશીને કહ્યું, ‘ગુરુને સમજાવ, સુવર્ણસિદ્ધિ !' મઘાએ ગુરુને વિનંતી કરી : “આપ સુવર્ણસિદ્ધિ જાણતા હો તો આ લોકોને રાજી કરો !' ‘મઘા ! તમે સહુ વચન આપો કે હું કદાચ ન હોઉં તો મારું કામ તમે પૂરું કરશો, બહેન સરસ્વતીને જાલીમ રાજા દર્પણના હાથમાંથી છોડાવશો. તું અને સરસ્વતી બહેનની જેમ રહેશો.' આર્યગુરુ બોલ્યા. એમના શ્રમિત મુખ પર શ્રમ બહુ દેખાવા લાગ્યો હતો. ‘તમે શા માટે ન હો ?' શકરાજે પ્રશ્ન કર્યો. ‘સુવર્ણસિદ્ધિનો મંત્રપ્રયોગ એવો છે. જો દેવો અડદના બનાવેલા માણસમાં સુવર્ણનો સંચાર ન કરી શકે અને સાચો મનુષ્ય માગે તો મારે મારો દેહ ધરી દેવો પડે .' આર્યગુરુએ નિર્ણાયક શબ્દોમાં કહ્યું, મઘા, હું ન રહું એનો મને વાંધો નથી. પવિત્ર શિખરેથી સરેલી ગંગાની દુર્ગતિ થવામાં હવે કશી બાકી નથી રહી; પણ એ દુર્ગતિ પછી પણ ધર્મસ્થાપના ન કરી શકું તો જીવવું અને મરવું વ્યર્થ થઈ જાય.' ‘અમારે સુવર્ણ નથી જોઈતું. અમારે ગુરુ જોઈએ છે.' શકરાજ બોલ્યા. તેઓ અમને સુવર્ણ આપો ! E 411

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249