Book Title: Lokhandi Khakhna Ful
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 211
________________ કરવા આવતો ત્યારે છરીઓનો લાંબો હારડો પહેરેલો એ માનવી મગરને અભક્ષ્ય લાગતો અને આંધળું સાહસ કરીને એ માનવીની પાસે જનારા જળચરનાં અંગ છેદાઈ જતાં. રાત સમસમ વહી જતી હતી. આર્યગુરુ એકલા નૌકા પર બેઠા હતા. નૌકાએ ત્યાં લંગર બાંધ્યું હતું, એટલી થોડી આઘીપાછી થઈને એ પાછી ઠેકાણે આવી જતી. અને નોકાની જેમ આર્ય કાલકની સ્મૃતિઓ પણ થોડી આઘીપાછી થતી હતી. જીવનના વિશાળ ફલક પર કેવા કેવા ગમતા-અણગમતા રંગો આવ્યો, એની રંગાવલિ એ પોતાના અંતરપટ ઉપર અને કાળપટ ઉપર નીરખી રહ્યા. એ સ્મૃતિપટ પર અનેક રંગભરી રસભરી સુંદરીઓ આવીને અદૃશ્ય થઈ ગઈ. બધાને આવરી લેતા અને શીળો પ્રકાશ પાથરતા પેલા ખીણવાળા મુનિ યાદ આવ્યા. ને પોતાને માથે મોટી જવાબદારી મૂકીને જીવન પૂરું કરનાર ગુરુદેવ યાદ આવ્યા. રાત વધે જતી હતી. વાસુકિ અને તેના સાથિદારોને ગયે ઘણો વખત થયો હતો, પણ પાછા ફરવાનાં કંઈ નિશાળ કળાતાં નહોતાં. મઘાને માટે એ બધા મહેનત કરે, અને પોતે નિશ્ચલ બેસી રહે, એ એમને ગમતી વાત નહોતી, પણ અહીં તેમનાથી કંઈ થઈ શકે તેમ પણ નહોતું. ઘડીમાં સાગર સામે, ઘડીમાં નૌકા પર, ઘડીમાં દૂર ઝાંખા કિનારા પર તેઓ નજર ફેરવી રહ્યા. આભમાં તારાઓ ચમકતા હતા. મધરાત થઈ જવા આવી હતી. એકાએક નૌકાને કોઈનો સ્પર્શ થયો. નૌકા હાલી, કોઈ વ્યક્તિ એકદમ ઉપર કૂદી આવી. એણે કહ્યું, ‘ગુરુદેવ, મઘાનો પત્તો મળ્યો.' શું પત્તો મળ્યો ? ક્યાં છે મઘા ?” | ‘વાસુકિ નાયકનો આ સંદેશ છે. અમે જાણતા નથી કે અત્યારે એ ક્યાં છે, પણ આપને તરત કાંઠે આવી પશ્ચિમી કાંઠા તરફ જવાનું છે. ત્યાં સારંગ મળશે. એ આપને રાહ બતાવશે.’ “સારંગ કોણ ?” ‘દેવચકલી, મહાગુરુ, વાટના કેડા બતાવવા માટે અમે આવાં પંખી પાળીએ છીએ. સોમનાથ જવાના કેડા બતાવતી દેવચકલીનું નામ સારંગ છે.' ગુરુ આશ્ચર્ય પામ્યા. ચાંચિયા, લૂંટારા, ખૂનીનું ઉપનામ પામેલા આ લોકો કેટલા વીર, કેટલા કર્તવ્યપરાયણ ને કેટલા અતિથિપ્રેમી હતા ! વળી આખા વન પર ને દરિયા પર કાબૂ રાખવાની કેવી કેવી પદ્ધતિઓ જાણતા હતા ! નૌકા કિનારા તરફ ચાલી અને ઘૂંટણ સમાણાં પાણીમાં આવીને એ ઊભી રહી. ગુરુ પાણીમાં ચાલતાં કાંઠે આવી ગયા. એમની ઊંચી પડછંદ કાયા ને મોટું માથું લૂંટારાને પણ માન ઉપજાવી રહ્યાં. ત્યાંથી તેઓ પેલા સાથીદાર સાથે નિઃશંક રીતે આગળ ચાલ્યા. થોડીક વારમાં પ્રભાતિયો તારો આભમાં દેખાયો ને સાથીદારે વિદાય લીધી, સાથે જ એક પંખીનો સ્વર સંભળાયો. ‘સારંગ !' આર્યગુરુએ કહ્યું, “બાપુ, ચાલ માર્ગ બતાવ.” દેવપંખી ઊડવું, થોડીવાર એ ધોરીમાર્ગ પર રહ્યું પછી એણે કેડી લીધી. આર્યગુરુ એ રસ્તે ચાલ્યા. પથ્થર અને ઝાડીમાંથી કેડી ચાલી જતી હતી. ઘણીવાર ઝરણને વીંધીને એ આગળ વધતી. દેવપંખી અને આર્યગુરુ એ રીતે પંથ કારી રહ્યાં. ઘણું ચાલ્યા, બપોર થયા, પણ પંથનો પાર ન આવ્યો. સૂર્ય ખૂબ તપ્યો. એટલે પંખી ઝાડની ઘટામાં બેસી ટહુકવા લાગ્યું. આર્યગુરુ સમજ્યા કે પંખી વિશ્રામ લેવાનું કહે છે. એમને માણસ કરતાં પંખી વધારે પ્રિય લાગ્યું. નિઃસ્વાર્થભાવે કેવી ઉત્તમ સેવા ઉઠાવે છે ! આર્યગુરુએ થોડીવાર ત્યાં વિશ્રામ કર્યો ને વળી દેવપંખી આગળ ઊડ્યું. આર્યગુરુ પણ એની પાછળ પંખીની જેમ પાંખો કરીને ઊડતા ચાલ્યા. હવે કેડી પર માણસોનાં પદચિહ્નો દેખાતાં હતાં. કંઈ કંઈ વસ્તુઓ ફેંકેલી નજરે પડતી હતી. હવે ગુરુને મુસાફરી કરવામાં કંઈક રસ આવ્યો. તેઓ ચારે તરફનું નિરીક્ષણ કરતા આગળ વધવા લાગ્યા. સૂરજ પશ્ચિમ તરફ ઢળવા લાગ્યો હતો. માર્ગનો અંત ક્યારે આવે, એ સમજાય એવું નહોતું. મોટી બીક એ હતી કે સાંજ પડતાં પંખી વિશ્રામ કરશે અને પોતાને પણ ફરજિયાત વિશ્રામ કરવો પડશે, ને તો મઘાની શોધ અધૂરી રહેશે ! અધૂરી શોધ મનમાં અજંપો જન્માવશે. એ શોધમાં આખો જીવનપંથ કપાઈ જાય, તોય એમાં કંટાળો નહોતો. ધીરે ધીરે કેડી સાંકડી બનતી ગઈ. એકાએક કેડી એક અંધારી ગુફામાં જઈને થંભી ગઈ. ધોળે દિવસે ત્યાં અંધારું હતું. ચામાચીડિયાં ચહુકતા હતાં ને એક બૂરી મઘાની મુક્તિ 1 401 400 | લોખંડી ખાખનાં ફૂલ

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249