________________
43
પંચતંત્રનો પરિચય
રાજા દરાયસની રાજધાની મીનનગર શીરીન નદીને કાંઠે આવેલું હતું. ફળદ્રુપ ખેતરો, ઊંચી ટેકરીઓ અને રોનકદાર બગીચાઓની વચ્ચે એ વસેલું હતું. દમામદાર અને શીતળ શીરીન નદી બારે માસ જળથી છલોછલ રહેતી, અને વધારામાં જંગલોમાંથી વાળીને શહેરમાં આણેલા ઝરાઓ પોતાનું સુગંધી જળ એમાં ઠાલવતા,
આ ઝરાઓ બે પ્રકારના હતા. એક પ્રકારના ઝરા નાહવા ને વાપરવા માટેનાં ચોખ્ખાં પાણી લઈને નગર વચ્ચે વહેતા. બીજા ઝરા આવતા બહારથી અને વહેતા પણ બહાર. એ કોઈવાર નાનાં ભોંયરાંમાંથી વહેતા અને ગામનો કચરો અને ગંદકી બહાર વહી જતા, આ ગંદા પાણીના ઝરા ખેતરોમાં અને ખીણોમાં જઈને પોતાનાં પાણી ફેલાવી દેતાં.
અહીંના લોકો પીવા માટે પાણીનો ખૂબ જ ઓછો ઉપયોગ કરતા અને મુખ્યત્વે ફળ-ફૂલથી ઊભરાતી વાડીઓમાંથી રસના શીશા ભરી લાવીને તેનો પીવામાં ઉપયોગ કરતા. આ પ્રદેશનાં નર-નારને જે કુદરતી રીતે અનુપમ લાવણ્ય મળ્યું હતું, એનું મૂળ કારણ આ રસપાન માનવામાં આવતું.
ઊંચી ટેકરીઓ પરના કૂવાઓમાં અમૃત જેવું જળ છલકાતું. કીમતી ગધેડાઓ પર સોનાનાં ને રૂપાનાં વાસણોમાં એ આણવામાં આવતું. ગરીબ માણસો માટીનાં વાસણોમાં એ ભરી લાવતા.
સ્ત્રીઓ આખા ડગલાનો પોશાક પહેરતી, પણ પોતાનાં રૂપાળાં અંગોને એવી રીતે મઠારતી કે જોનારની નજરને એ અંગો બાંધી લેતાં. સ્ત્રીઓના વાળ છૂટા રહેતા, ને એમાં ફૂલ લટકતાં રહેતાં. એ વાળ છેક પગની પાનીને પહોંચતા એનો સોનલવર્ણા રંગ જોનારને મુગ્ધ બનાવી દેતો.
અહીંના પ્રેમઘેલા યુવાનો પોતાની માશુકના વાળને સોનાની ડબ્બીમાં કે કોઈ પોલા તાવીજમાં મૂકીને પહેરી રાખતા. તેઓ માનતા કે જ્યાં સુધી આ વાળ પોતાની પાસે હોય ત્યાં સુધી એ સ્ત્રીનું મન બીજા પુરુષમાં પરોવાય જ નહીં. અહીંના જુવાનો પરદેશ જતા, ત્યારે આવી ડબ્બીઓનાં તાવીજ બનાવી ગળામાં લટકાવતા. રોજ પ્રેમિકાના વાળને ધૂપ દેતા, અને એ વાળ જો ધોળા પડવા લાગે તો પોતાની પત્ની રોગ, શોક કે સંતાપમાં ફસાણી છે એમ સમજી પ્રેમી ગમે ત્યાંથી ઘેર પાછો ફરતો અને પ્રેમિકાની સંભાળ લેતો.
ઊગતા સૂર્યના જેવા ચહેરાવાળી અહીંની સ્ત્રીઓ બુરખો ન રાખતી. એ પુરુષના જેટલા પરાક્રમવાળી હતી. એ શિકારે જતી, લડાઈમાં જતી; પણ આ બધામાં જે સ્ત્રી અથવા કન્યા કોઈ પુરુષના પ્રેમમાં પડતી, ત્યારે એ પોતાના મોં આડો કાળા રંગનો રેશમી રૂમાલ રાખતી.
મનને માનેલો પુરુષ પરાક્રમ કરીને આવતો અને એ સઘળો યશ એ કન્યા અથવા સ્ત્રીને અર્પણ કરતો ત્યારે એ રૂમાલ દૂર થતો, ત્યારે આવા રૂમાલવાળી કન્યાઓનાં બહુમાન થતાં, ને જુવાનોમાં એનો રૂમાલ દૂર કરવાની હરીફાઈ ચાલતી.
પતિ-પત્નીનો વ્યવહાર ખૂબ છૂટનો અને પ્રગટ રહેતો, એમાં સંકોચ કે શરમ ન રહેતાં.
- દાડમનું વૃક્ષ અહીં પવિત્ર લેખાતું. કહેવાય છે કે કોઈ પ્રેમીને પોતાની પ્રેયસી પ્રાપ્ત ન થઈ એટલે એણે હથોડાથી કપાળ ફોડીને આપઘાત કર્યો. એના હાથમાંના હથોડાનો હાથો જમીનમાં ઊતરી ગયો. એનાથી એની પ્રેયસીની યાદ રૂપે એક વૃક્ષ ઊગી નીકળ્યું, આ વૃક્ષ એ દાડમનું વૃક્ષ .
હીરા-કટારી આ દેશનું સુપ્રસિદ્ધ હથિયાર અને આભૂષણ ગણાતું. હીરાકટારી ખરીદવી ને પહેરવી એ મોટો ઉત્સવ લેખાતો. જનોઈની જેમ એનો ઉત્સવ થતો. એ વેચનાર પણ ખાસ પવિત્ર માણસ રહેતો, ખરીદનાર પોતે હીરા-કટારી ખરીદતી વખતે પ્રતિજ્ઞા કરતો : ‘સ્વમાનભંગ કરતાં હું મૃત્યુને વધુ પસંદ કરીશ. એ વખતે હું મૃત્યુને ઇજ્જત અને જીવનને શરમ લેખીશ.’
પવિત્ર ઈશ્વર સિવાય આ લોકો આસમાનના સાત સિતારાઓને ખાસ માનતા. પૃથ્વીને દૂધ આપનારી ગાય જેવી માનતા અને પરાક્રમી પુરુષની પ્રતિમા ખડી કરવી એને ધર્મકાર્ય લેખતા. તેઓ વારંવાર એક સૂત્ર કહેતા, | ‘મોટા માણસોની કીર્તિ આપણે છુપાવવી ન જોઈએ. જો આપણે તેમ કરીશું. તો આપણી પાછળના પણ આપણે માટે તેમ કરશે. આપણે જો તેઓને ભૂલી જઈશું, તો આપણી પાછળના આપણને ભૂલી જશે. માટે મોટા માણસની કીર્તિ
પંચતંત્રનો પરિચય D 323