________________
45
કાળો અસવાર
મગર તો જબ્બર નીકળ્યો. એણે હાથીને ઊંચા જળમાં ખેંચ્યો. હાથીએ ઘણું બળ કર્યું પણ નકામું ગયું. આખરે એણે બળનું અભિમાન છોડી પ્રાર્થનાનું શરણ લીધું ને ગજેન્દ્રનો ઉદ્ધાર થયો. મગર એને છોડીને નાસી ગયો.”
“વાહ ! શું સુંદર કથા છે ! ઓહ ! એ મગરને મેં જાણ્યો. એનાં જડબાં એવાં હોય છે કે જે એમાં ફસાણો એ પોતે પોતાની મેળે છૂટી ન શકે. પણ રે, પછી તો એ મગર ચાહે તો પણ એ પકડને તજી શકતો નથી. આવા મગર એકલા મહાસાગરમાં જ રહે છે એવું નથી, માનવીના મનમાં પણ એવા અનેક મગરો વસે છે. ઓહ ! કેવો ભયંકર મગર ” મઘા બોલી, એનું હૃદય કાંપતું હતું.
મઘા, દુનિયામાં એ મગર પર સવારી કરનારા પણ હોય છે; ફક્ત કાળજું સાબૂત જોઈએ. તેં આજે એવા એક મગરને નાથ્યો ને એના પર સવારી કરી.” મહાત્મા બોલ્યા..
મઘા કંઈ આગળ કહે એ પહેલાં દ્વારપાળ આવ્યો. એણે કહ્યું, દરવાજે શકરાજનો કાસદ ઊભો છે.'
‘આવવા દે.” મહાત્માએ કહ્યું,
કાસદ તરત અંદર દાખલ થયો. એણે કહ્યું, ‘હમણાં ને હમણાં આપને શકરાજ યાદ કરે છે. સંજીવની રોપના શ્રવણની ખાસ ઇચ્છા છે.'
આવું છું.' કાસંદ રવાના થયો.
મહાત્મા તૈયાર થયા. એમણે બહાર નીકળતાં નાક પર આંગળી મૂકી ચાલતો શ્વાસ તપાસી જોયો.
શું જોયું ?* મઘાએ પ્રશ્ન કર્યો. “કાર્યસિદ્ધિ થશે કે નહિ, તે જોયું.’ ‘શું જણાયું ?” ‘કષ્ટથી કાર્યસિદ્ધિ થશે.” આટલું કહીને મહાત્મા, રાજસેવકે આણેલા અશ્વ પર ચડ્યા !
મીનનગરના ઘણા જુવાનો મહાત્મા નકલંક પાસે ધનુર્વિદ્યા શીખતા હતા, અને હવે ટૂંક સમયમાં બધાની પરીક્ષા થવાની હતી. આ જુવાનોએ અજબ જાતની ધનુર્વિદ્યા જાણી લીધી હતી. અને એનો પ્રયોગ કરવા તૈયાર હતા.
મહાત્મા આખા રસ્તે ઓ મગરૂર અને મહાબળવાન યોદ્ધાઓ પર નજર રાખતા ચાલ્યા. વાતાવરણમાં અનિષ્ટના પડઘા સંભળાતા હતા, પણ મહાત્માની દીર્ઘદર્શી નજર એમાં ઇષ્ટપ્રાપ્તિના અંકુર ઊગતા નીરખી રહી હતી..
ધીરે ધીરે રાજ પ્રાસાદ આવ્યો. શકરાજ દ્વાર પાસે જ ઊભા હતા. તેમના વદન પર ચિંતા હતી અને હાથમાં લાંબો કાગળ હતો. શકરાજે મહાત્માનું સ્વાગત કર્યું. અને બંને જણા અંદર દાખલ થયા. ખંડ પર ખંડ વટાવતા તેઓ ગુપ્ત મંત્રણાખંડમાં આવી પહોંચ્યા.
શકરાજે મહાત્માને એક કાષ્ઠાસન આપ્યું, અને પોતે એક ઊનના આસન પર બેઠા. થોડી વાર એ વિચારમાં બેસી રહ્યા, ને પછી બોલ્યા, ‘મહાત્માજી ! અનાગત ભાવિ હવે નજીક આવતું જાય છે. શહેનશાહના દિલમાં ભારે શંકાઓએ સ્થાન લીધું છે. જે ક્ષણો જાય છે તે કપરી જાય છે.'
‘શકરાજ ! પૃથ્વીનો, સમુદ્રનો અને પર્વતનો છેડો જાણી શકાય, પણ રાજાના મનનો છેડો જાણી શકાતો નથી.’ મહાત્માએ કહ્યું.
શકરાજ આગળ બોલ્યા, ‘સમાચાર એવા છે કે એલચી બૈરૂતને કેદ કરવામાં આવ્યો છે ને સાચી હકીક્ત કઢાવવાને બહાને એના પર ભયંકર જુલ્મ ગુજરી રહ્યો છે.”
| ‘મદોન્મત્ત હાથી અને મદોન્મત્ત રાજા એકસમાન છે. ખરેખર, રાજાનું હિત કરનારો લોકોમાં શ્રેષપાત્ર થાય છે અને લોકોનું હિત કરનારાઓ રાજાથી હેરાન થાય
340 D લોખંડી ખાખનાં ફૂલ