________________
“કાં ? હું પણ મહાત્માનું વાછરડું છું, ગાય ત્યાં વાછરડું !' મઘા ! મોતનું ફરમાન લઈ આવનાર પુરુષને તેં ઓળખ્યો ?* મહાત્માએ
‘એને ક્યાંથી ઓળખું ? શહેનશાહના દરબારમાં હું કદી ગઈ નથી.’ મઘા બોલી, ‘શકરાજનાં ન્યાય અને પ્રેમ એવાં હતાં કે અમે શક શહેનશાહને પણ ભૂલી ગયાં હતાં.’
મઘા ! સંદેશાવાહકને જર પણ ન પિછાન્યો ?' મહાત્માએ ફરી પૂછ્યું. ‘ના. લેશ પણ નહિ. એને પિછાનવાની મને દરકાર પણ શા માટે ?” ‘બૈરૂતની દરકાર તો ખરી ને ?”
‘જરૂ૨. મને એ ગમે છે, છતાં એની ઓશિયાળી હું નથી. એ ભલે ત્યાં દરબારમાં રહ્યો. હું તો તમારી સાથે જ આવીશ, અને શકરાજની મારાથી બનશે તે સેવા બજાવીશ.'
‘શકરાજની સેવા બજાવવા તારે અહીં જ રહેવાનું છે.' મહાત્માએ નવી જ વાત કરી.
‘શકરાજ ત્યાં અને એમની સેવા અહીં ? ન બને. હું તો ઘડીભર પણ અહીં રહેવા માગતી નથી. બેરૂત આવી પહોંચશે એને ગરજ હશે તો...’ મઘા બોલી.
‘બેરૂત અહીં આવી ગયો, આપણને મળી પણ ગયો.'
શું કહો છો ? ક્યારે આવ્યો ?' મઘા બોલી, બીજા બધા પણ તેના સૂરમાં સૂર પુરાવી રહ્યા.
‘કાળા અસવારને નીરખ્યો હતો ને ?'
આવો બેવફા નીવડે એ ળઆથ એ જાજરમાન સ્ત્રી સહી શકતી નહોતી. | ‘હા, પેલા સિંહ અને ઊંટની વાત જેવું બન્યું છે. ઊંટને વગર તલવારે હલાલ કરી નાખ્યો, એમ બૈરૂતનું થયું. એ બિચારો ફસાઈ ગયો છે.'
‘તો મહારાજ ! બૈરૂતનો આજથી ત્યાગ. એના પુત્રનો પણ આજથી ત્યાગ. એની સેજ આજથી મારે માટે અસ્પૃશ્ય ! એવા પુરુષનો માળો હું ન બાંધું.' મથા ઉશ્કેરાઈ ગઈ હતી. એણે ગુલ્મ તરફ પણ એક ક્રોધભરી નજર નાખી, જાણે બૈરૂતના પાપની એ પ્રતિમૂર્તિ ન હોય !
‘મા ! લાગણીવશ ન થા. પરિસ્થિતિને બરાબર તપાસતી રહે અને સમજતી રહે. અને જે કર્તવ્ય પ્રાપ્ત થયું હોય તે બરાબર બજાવ !'
‘કર્તવ્ય જરૂર બજાવીશ, પણ આજ થી મારે અને બૈરૂતને છૂટાછેડા !'
મઘા ! ટૂંકામાં વાત સમજ . બૈરૂત બધે સંદેશા આપતો આપતો આખરી જવાબ લેવા આવશે. અહીંથી એ ફરી મસ્તક લેવા ઊપડશે. તારે થોડા દહાડા એને અહીં રોકી લેવાનો, અમે સરહદ પર પહોંચી જ ઈએ પછી તું અને બેરૂત છૂટાં.'
‘બૈરૂતને ગમે તે રીતે અહીં રોકી લઉં, એમ જ ને ? એને રોકી લઉં કાં? ઠગવિદ્યાથી, ચાતુરીથી, પ્રેમવિઘાથી, મોહવિઘાથી અને એમ ને એમ ન રોકાય તો છેવટે આ હીરાકટારીથી પણ કાં ?” મઘા ઉશ્કેરાયેલી હતી. એણે બૈરૂતને રોકી રખેવાનું કર્તવ્ય સ્વીકાર્યું.
‘ગોળથી કામ સરતું હોય ત્યાં ઝેર ન વાપરવું.” મહાત્માએ કહ્યું.
‘અહીં તો ઝેરનું જ કામ છે, છતાં તમારી આજ્ઞા મને માન્ય છે. માત્ર એની સેજ માટેની માગણી નહિ સ્વીકારું, રે ! એના દેહની ગંધ પણ હવે મારે માટે દુઃસહ છે. મેં કેવો ધાર્યો હતો ને કેવો નીકળ્યો !' | ‘બસ મઘા ! બહુ ગરમ ન થતી. અમારી સલામતી તારી શાંતિ પર અવલંબે છે. ચાલો, સહુ તૈયાર થાઓ. આજની રાત પૂરી થાય તે પહેલાં આપણે ચૂપચાપ શીરીન નદી ઓળંગી જવાની છે.'
પછી શક વીરોને ઉદ્દેશીને મહાત્માએ કહ્યું, ‘શ કવીરો ! જેમને હજીય ઘરનો અને વતનનો મોહ હોય એ ઘેર રહેજો. ખંડિયામાં ખાપણ હોય એ જ સાથે ચાલજો.’
સહુએ આખરી નિર્ણય કરી લીધો હતો. એક પણ શકવીર ના ન બોલ્યો. સહુ ઝડપી તૈયારી માટે રવાના થયા.
- મહાત્માએ લાગણીવશ બની મથાને કહ્યું, ‘મઘા, બરાબર સાવધ રહેજે ! તારા પર જ અમારી સહુની સલામતીનો આધાર છે. આજે તો સૌથી મોટો કર્તવ્યભાર તારા ઉપર જ આવી પડ્યો છે.”
આખરી નિર્ણય 1 357
‘એ જ બૈરૂત હતો.’ મહાત્મા કોઈ રહસ્યનો ઘટસ્ફોટ કરતા હોય એમ ધડાકો કર્યો.
| ‘હોઈ ન શકે, બની ન શકે. અમારે પણ આપના જેવી જ આંખો છે, ને આપની જેમ અમે જોઈએ છીએ.' બધા એકસાથે બોલી ઊઠ્યા. કેટલાક આ ઢંગધડા વગરની વાતથી અકળાઈ ઊઠડ્યા હતા. માત્ર શકરાજ શાંત હતા.
સંસારમાં ન બનવા જેવું ઘણું બને છે. બનવા જેવું ઘણું બનતું નથી. રાજનીતિ રૂપવતી વેશ્યા જેવી છે. એ ક્યારે, કોને, કેવી રીતે વશ કરી લેશે, એ કહેવાય નહિ. બૈરૂતે શહેનશાહની ચાકરી નોંધાવી છે.”
‘એનો વાંધો નથી, પણ શકરાજના વિરોધમાં ?” મઘા બોલી. એનો પતિ
356 3 લોખંડી ખાખનાં ફૂલ