________________
નથી.’ મઘાએ કહ્યું. | ‘તો ચાલો પાટનગરમાં શહેનશાહની પાસે. એમને તમામ વાત સમજાવીએ. અરે, ક્યાં ગયો પેલો માથાનો માગનાર કાળો અસવાર ?'
કાળો અસવાર પ્રેક્ષકગણ વચ્ચે બેઠો હતો, ને મળાના તેજ-રૂપનું મૂલ્યાંકન કરી રહ્યો હતો. એ વિચારતો હતો કે મને અને મઘાને એક જ સમયે મહાત્માનો મેળાપ થયો. અમે બંનેએ સાથે જ એમની ચરણસેવા કરી, પણ હું કથીરનો કથીર રહ્યો, અને મઘા સુવર્ણ બની ગઈ. મને મઘા જેવું જ સત્સંગનું સુવર્ણ મળ્યું, છતાં એને છોડી, શહેનશાહની સેવા દ્વારા સ્કૂલ સુવર્ણની પ્રાપ્તિની મને ઝંખના લાગી. મઘા પંડિતા બની, હું માત્ર સેવક રહ્યો. એ સંસ્કારી બની, હું અસંસ્કારી થયો.
આવા વિચાર કરતો એ લોકસમુદાયમાંથી સરકી જવાનો વિચાર કરી રહ્યો હતો, ત્યાં લોકોએ એને પકડ્યો.
લોકોએ કહ્યું : ‘રે કાળા અસવાર ! આ કાળું કર્મ કરવા હું આવ્યો, માટે તને પહેલો ઠેકાણે કરીશું.'
કાળો અસવાર કરગરી રહ્યો : ‘અરે ! હું બૈરૂત છું. મને ન મારો. હું તો માત્ર ચિઠ્ઠીનો ચાકર છું.’
લોકો ગુસ્સે થઈ ગયા. તેઓએ એને વાળથી પકડ્યો અને કહ્યું, ‘તું બૈરૂત છે ? તો તો તારો ગુનો બમણો થાય છે. તેં સ્વામીદ્રોહ કર્યો. શકરાજનો તું સેવક અને તું જ તેમનું માથું લેવા આવ્યો ?'
બૈરૂત બોલ્યો : “મને માફ કરો, શક શહેનશાહની આજ્ઞા ઉઠાવવા માટે હું નિરુપાય હતો.’
લોકો બોલ્યા, ‘તો તારું માથું ક્યાં ગયું હતું ? તારે તારું માથું ધરી દેવું હતું હીરાકટારીનો ધર્મ તું સાવ વીસરી ગયો ?'
બૈરૂત બોલ્યો : “મારા માથાની કંઈ કિંમત નથી રહી. અરે, મઘા સ્વયંવરની લત લઈને બેઠી, અને મારું તો સર્વસ્વ લૂંટાઈ ગયું. આ રહ્યું મારું મસ્તક. તમને અર્પણ છે.’
‘ઉતારી લો એનું મસ્તક ને ભાલા પર એને ચોંટાડો ને કાઢો નગરમાં વરઘોડો. લોકોને કહો કે સ્વામીદ્રોહીઓનું સન્માન આ રીતે થાય છે.’
બૈરૂતના મોતિયા મરી ગયા. એ દોડ્યો. જઈને મઘાના ચરણમાં પડ્યો. મઘાએ કહ્યું : “બૈરૂતનું મસ્તક હું પોતે ઉતારી લઈશ, એમાં તમારી જરૂર
લોકો થોભી ગયા. મઘા લોકમનની અધીશ્વરી બની ગઈ હતી.
મઘા રૂતને ઊભો કરતી લોકોની સામે જોઈને બોલી : “આપણે શહેનશાહ પાસે જવું છે ને?”
“અવશ્ય.’ સામેથી જવાબ આવ્યો.
આપણે શકરાજ અને મહાત્માને પાછા લાવવા છે ને ?” ‘જરૂર. એ માટે તો આપણો આ બધો પ્રયત્ન છે.’ લોકસમુદાયે કહ્યું. | ‘શહેનશાહના દરબારમાં આપણી વતી કોણ બોલશે ? સિહના જડબામાં માથું મૂકવાનું છે.’ મેઘાએ કાર્યની ગંભીરતા જણાવી.
| ‘મઘાદેવી ! તમારે જ બોલવાનું, અમારું ગજું નહિ ! વળી બોલતાં પણ ફાવે નહિ.” લોકોએ કહ્યું.
‘તમારી વાત સાચી. પણ હું એક સ્ત્રી છું, અને પોતાની સામે એક સ્ત્રી પ્રતિવાદ કરે એ શક શહેનશાહને કદાચ ન પણે રુચે, આપણે તો કામથી કામ છે.’ મઘાએ કહ્યું. | ‘તો અમો લડી લેવા તૈયાર છીએ.’ પ્રજાએ કહ્યું
‘પણ એ રીતે નિરર્થક લડવાથી શકરાજ અને મહાત્માનું આપણે શુભ નહિ કરી શકીએ.”
તો શું કરવું ?'
એમાં મસ્તિષ્કવાળાનું કામ છે. એવું મસ્તિષ્ક શોધી કાઢો કે જે શહેનશાહ સાથે માથું ફોડે.” મઘાએ કહ્યું.
‘અમારી નજરમાં એવું કોઈ મસ્તિષ્ક આવતું નથી.'
અરે કાં ભૂલો ? એક મસ્તક તો આપણી પાસે છે જ.' ‘ક્યાં છે ?”
‘આ રહ્યું.’ મઘાએ બૈરૂતને બતાવીને કહ્યું, ‘આ મસ્તક શહેનશાહ પાસે રજૂ કરીશું. એટલે આપોઆપ વાર્તાલાપ થઈ જશે.'
મા ! ઓ મઘા ! શું તું એક સ્ત્રી, અને તે પણ મારી પરણેતર ઊઠીને મારું મસ્તક કાપી લઈશ ? અને એ મસ્તક શહેનશાહ પાસે રજૂ કરીશ ? મઘા એમાં ન તો તું મારું ભલું કરી શકીશ, ન શકરાજ કે મહાત્માનું ભલું કરી શકીશ; તેમજ ન આ લોકોનું ભલું કરી શકીશ. કંઈક વિચાર, ઓ મા ! મને આમ નિરર્થક કમોતે ન માર ! બૈરૂત કાકલૂદી કરી રહ્યો. એ ગળગળો થઈ ગયો. એ મઘાના ચરણને નમી રહ્યો.
નથી*
380 D લોખંડી ખાખનાં ફૂલ
મસ્તકનો ઉપયોગ D 38I