Book Title: Lokhandi Khakhna Ful
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 204
________________ પર દબાણ આવ્યું ને તેઓના હાથપગ બંધાઈ ગયા. આગળની નાવોએ હવે સામાં મોંનો ધસારો કર્યો અને જહાજને ચારે તરફથી ઘેરી લીધું. મામલો કટોકટી પર આવ્યો. પણ જહાજ પરથી તો બહુ જ ઠંડી રીતે સામનો થતો હતો. હજી સુધી એક પણે જીવની હાનિ થઈ નહોતી.. સમાન્તરે ચાલતાં બે જહાજમાંથી થોડીવારે એક જહાજ પાછું પડ્યું, તેથી નાવડીઓમાં આવેલા જોદ્ધાઓને લાગ્યું કે જહાજવાળા પીછેહઠ કરીને ભાગી જવા માગે છે. તેઓ એકદમ આગળ વધી ગયા, ને પાછળ હલ્લો કરી દીધો. હલ્લો બેએક પળ ચાલ્યો હશે, ત્યાં તો બધાને ભાસ થયો કે આપણે ચારે તરફથી ઘેરાઈ ગયા છીએ : ને આપણી ચારેતરફ જીવતી લોહદીવાલો ચણાઈ ગઈ આ કઈ રીતે બન્યું ? આ બધા સૈનિકો શું પાણીમાંથી બહાર નીકળી આવ્યા ? કોઈને કંઈ ન સમજાયું. જોયું તો પાછળના જહાજમાંથી લોઢાની અશ્વાકાર આકૃતિઓ પર ચઢીને તરતા તરતા ઊંચા ગૌરવર્ણા યોદ્ધાઓ તેઓને ઘેરવા અર્ધચંદ્રાકારે આવી રહ્યા હતા : ને જહાજની લગોલગ આવી ગયેલી તમામ નૌકાઓને એમણે ઘેરી લીધી હતી. એ ગોરા પડછંદ યોદ્ધાઓના એક હાથમાં ધનુષ્ય વગર ફેંકી શકાય તેવું લાંબુ તીર અને બીજા હાથમાં સુવર્ણ રંગનો ગોળો હતો. ગોળા પર કંઈક પારદર્શક આવરણ ચઢાવેલું હતું. નાવોમાંથી આગળ રહેતી એક મુખ્ય નાવ પર ગોળાનો ઘા થયો. હવામાં ગોળો વહેતો થતાં, એના પરનું નાજુક આવરણ, ગરમી લાગતાં મીણ ઓગળે એમ હવામાં ઓગળી ગયું. એ નાવ પર પડ્યો અને નાવનો સ્પર્શ થતાં એ સળગી ઊઠ્યો. નાવમાં રહેલા લોકોએ એ સળગતા ગોળા પર પાણી છાંટ્યું, પણ પાણીથી એ ગોળો બુઝાવાના બદલે વધુ ભભૂકી ઊઠ્યો. થોડીવારમાં આખું નાવ અગ્નિમાં સપડાઈ ગયું, ફરી વાર બીજો ગોળો ફેંકાયો. હવામાં એ ચાલ્યો, એનું આવરણ દૂર થઈ ગયું, ને પડ્યો કે પડશે ! બધી નાવો એનાથી બચવા, ડરથી આઘી પાછી થવા લાગી. એ આઘીપાછી થતી નાવો એકબીજા સાથે ટકરાઈ ગઈ, કેટલીક તો ઊંધી વળી ગઈ. આખરે ગોળો પડ્યો. બીજી નાવ સળગી, ઊધી પડી, સાગરશરણ થઈ. નાવડીઓ માટે મામલો અણધારી રીતે ખરાબ થઈ ગયો. 386 3 લોખંડી ખાખનાં ફૂલ આ નાવડીઓમાં બેઠેલા લોકોએ તરત ધોળો વાવટો ફરકાવ્યો અને હથિયારો હેઠાં મૂકવા માંડ્યાં. જહાજના નૂતક પર આ વખતે બે વ્યક્તિઓ દૃષ્ટિગોચર થઈ. એક ખૂબ શ્વેતવર્ણી અને બીજી સુવર્ણવર્ણી . સુવર્ણવર્ણ વ્યક્તિએ કહ્યું, ‘યુદ્ધ થોભાવો. આ કંઈ લડવૈયા નથી. આ તો લૂંટારું છે. દરિયાના ચાંચિયા છે.’ શ્વેતવર્ણ વ્યક્તિએ કહ્યું, ‘મહાત્માજી, લૂંટારાનો નાશ કરવા દો. રત્નાકર નિર્ભય થાય.’ આ બંને વ્યક્તિ તરત ઓળખાઈ જાય તેમ હતી. બંને જહાજોમાંથી એમના નામના જયનાદ ગાજી ઊઠ્યો. એક હતા મહાત્મા નકલંક અને બીજા હતા શકરાજ . ‘લૂંટારાનો નાશ કરવો છે, પણ માણસનો નાશ નથી કરવો. આ ખપના માણસો છે.’ મહાત્માએ કહ્યું. શું એમને આપના લશ્કરમાં લેશો ? ઉનના કિલ્લા એ તોડશે ?” શકરાજે વ્યંગમાં કહ્યું. એમની નીતિ તો શત્રુનો શિરચ્છેદ કરવાની હતી. એ સાપ અને શત્રુને સમાન માનતા. ‘જરૂર. એમ પણ બને. અહીં તો ગા વાળે તે ગોવાળ. પણ શકરાજ, એક વાત કહી રાખું ? ઉજજૈન વિશે કે મારા વિશે કશોય ઉલ્લેખ ક્યાંય વાતચીતમાં ન કરશો. નહિ તો શાસ્ત્રમાં કહ્યું છે કે છ કાન રહસ્યને પ્રગટ કરી દે છે.” મહાત્માએ કહ્યું ને આગળ બોલ્યા, ‘રાજન્ ! શક્તિ તો જ્યાંથી મળે ત્યાંથી એકત્ર કરવી જોઈએ. આવી અદમ્ય શક્તિની તો આપણને ખૂબ જરૂર પડશે.” ‘નિયંત્રણ વગરની શક્તિ ક્યારેક રક્ષનારને જ ભણી લે છે.’ શકરાજે સ્વાનુભવ કહ્યો. ‘નિશ્ચિત રહ્યો. શક્તિ આગ જેવી છે. એ હું જાણું છું, પણ એને રક્ષતાં આવડે તો મરતા માણસને હુંફ આપી જિવાડી દે એવી પણ હોય છે.” ‘આ લોકો કોણ છે ?' શકરાજે પ્રશ્ન કર્યો. ‘એ અહીં વસતા કાબા લોક છે. લૂંટ સિવાય બીજો કોઈ કબસ એમને આવડતો નથી. કોઈએ એમને શિખવાડ્યો પણ નથી. આખા જગતને જીતવા નીકળે એવા બહાદુર આ લોકો છે.' આર્ય કાલકે કહ્યું. ‘એમનો રાજા કોણ છે ?” ‘એ જ તો આ ધરતીની મુશ્કેલી છે. અહીં ગણતંત્ર છે. તંત્ર જીર્ણશીર્ણ થઈ - સૌરાષ્ટ્રની ધરતી પર 3 387

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249