________________
44
કસોટી
આ માટે રાજાએ અંતઃપુરના દાસ ન થવું, તેમ જ મળેલી મિત્રતા સાચવી રાખવી, ને આપત્તિમાં વાંદરાની જેમ પણ ન મૂંઝાવું, બુદ્ધિથી માર્ગ કાઢી લેવો.
પંડિતે છેલ્લું પ્રકરણ અપરીક્ષિતકારકનું કહ્યું. વગર વિચાર્યું કંઈ ન કરવું એ એનો બોધ છે. એની કથા એવી છે કે –
મણિભદ્ર નામનો એક વેપારી હતો. ધર્મ કરતાં કરતાં એના ધનનો ક્ષય થઈ ગયો. એ દરિદ્ર બની ગયો. એ વિચાર કરવા લાગ્યો કે આબરૂ જાય તેના કરતાં પ્રાણ જાય એ સારા. આમ એ વિચાર કરે છે ત્યાં એને એક ભિક્ષુ મળ્યો.
ભિક્ષુએ કહ્યું, “વત્સ ! સવારે તારે ઘેર આવીશ. તું મારા માથામાં યષ્ટિકા મારજે, તરત સોનાનું ઢીમ થઈ જઈશ.’
મણિભદ્ર આ પ્રમાણે કહ્યું અને સાચે જ એને સુવર્ણનો લાભ થયો.
આ બીના એક વાળંદે જોઈ ગયો. એણે તો ગામમાં ફરીને રોજ ભિક્ષુને નોંતરવા માંડ્યા અને સવારના પહોરમાં માથામાં દડો મારી પ્રાણ લેવા લાગ્યો, પણ એને સોનું ન જડ્યું. રાજમાં ઊહાપોહ થયો ને વાળંદ શૂળીએ ચડ્યો.
આ પાંચ વિભાગ -ને પાંચ તંત્ર તે પંચતત્ર.
એ પંચતંત્રમાં ડહાપણ ને નીતિની અનેક બોધક વાતો છે. આથી માણસનો આ જન્મ સારો થાય છે. જેનો આ જન્મ સારો થયો તેનો બીજો જન્મ પણ સારો થાય છે. એ માટે એ સંજીવની રોપ કહેવાય છે. સારાંશમાં સમજવાનું એ કે
(૧) રાજાએ કાચા કાનના ન થવું. (૨) રાજાએ પ્રજા સાથે સંપર્ક રાખવો. શસ્ત્રબળ કરતાં લોકબળ મહાન છે.
(૩) શત્રુ અને મિત્રની ઓળખ કરતાં શીખવું. શેત્રુમાં મિત્રભાવ અને મિત્રમાં શત્રુભાવ નકામો છે.
(૪) રાજાએ અંતઃપુર કહે તેમ ન કરવું, સૌંદર્યની મોહિનીથી દૂર રહેવું. (૫) પડોશીને સુખી જોઈ રાજી થવું. જે પડોશીનું ભૂંડું કરે તેનું ભૂંડું થાય. મહાત્માએ સંજીવની રોપની વાર્તા અહીં પૂરી કરી.
આખી સભા મંત્રમુગ્ધ બનીને એ સાંભળી રહી. ભારતવર્ષના જ્ઞાન વિજ્ઞાનનો આજે અહીં વિજય થયો.
મીનનગરના ઓવારા અને મિનારાઓમાં એક જ અવાજ પ્રબળ થઈને ગુંજી રહ્યો હતો.
‘ઓહ ! સંજીવની રોપસમા ગ્રંથની શું અદ્ભુતતા ! ભારતના યોગીઓ કેવા અજબ ! આપણા શક રાજાને ઘડીના છઠ્ઠા ભાગમાં ચમત્કાર કરીને શિષ્ય બનાવી દીધો. ભારતના યોગીઓ ધારે તે કરવા સમર્થ હોય છે.'
એક તરફ હવામાં આ ભાવનાઓ ગૂંથાતી હતી, ત્યારે બીજી તરફ શહેનશાહી અશ્વો દોડાદોડ કરી રહ્યા હતા. બૈરૂત બિચારો ફરી રાજ ખટપટમાં ગળાડૂબ ડૂબી. ગયો હતો. શકરાજના સંદેશા લઈ એને શક શહેનશાહના દરબારમાં વારંવાર દોડાદોડ કરવી પડતી.
શકરાજના મહેલે રોજ વિદ્યા-દરબાર ભરાવા લાગ્યો હતો. બહારગામથી અને ક યાત્રીઓ આવતા. અનેક રાજપુરુષો પણ આ વાતનો ભેદ જાણવા દરબારમાં આવતા. લોકો મહાત્માની વાતોના ભારે રસિયા બન્યા હતા. વખતે થયો કે આખો દરબાર માનવમેદનીથી ઊભરાઈ જતો.
મહાત્મા પણ રોજ રોજ અવનવી વાતો કરીને રાજા અને પ્રજાના હૈયાને જીતી લેતા હતા.
મીનનગરમાં એક તરફ મહાત્માના સહવાસથી આનંદનાં મોજાં વહેતાં હતાં, તો બીજી તરફ રાજ કીય ઊથલપાથલોની આગાહીઓ થઈ રહી હતી. જાણે ચિતાના ચાકડે પિંડો ચડ્યો હતો.
સુખમાં દુ:ખ તે આનું નામ ! શહેનશાહ પાસે સંજીવની રોપની વાત આવી હતી. મહાત્મા અને શકરાજના સ્નેહસંબંધની વાતો આવી હતી. રાજ કારણે ભારે
328 D લોખંડી ખાખનાં ફૂલ