________________
પણ રાજાને ઉતાવળ હતી. એ નીચે નમ્યો. હથેળીમાં જળ લીધું. ત્યાં મોટી ડોકવાળા એક બગલાએ માથું ઊંચું કરી કહ્યું,
| ‘એ મૂરખ ! અમર તળાવડીનાં જળ પી અસર ન થઈશ. દેહથી અમર થવામાં કંઈ મજા નથી. અરે, એમાં તો અંત વિનાનો કેડો ખેડવાનો ! મજા વગરના અંગોનો ભાર વેઠવાનો ! મૃત્યુ જેવી તાજગી ક્યાંય નથી. આ માયાજળ પીધાં કે પછી તો મરાશે પણ નહિ, અને જીવવામાં પણ મજા આવશે નહીં.'
રાજાએ અવાજ તરફ તિરસ્કાર દાખવતાં જળની અંજલિ ભરી અને પીધી.
ઓહ !' દેહમાંથી કોઈ કાળી છાયા નાસતી હોય તેમ લાગ્યું. ને રાજાને ખાતરી થઈ કે હવે તે અમર થયો છે.
એણે મહાત્મા તરફ જોતાં કહ્યું, ‘યોગીરાજ ! આપ પણ અંજલિ ભરીને પી લો ! સાથે જીવીશું અને સાથે મોજ કરીશું. યોગીપણું પણ મોતને જીતવા માટે જ ધારણ કરવામાં આવે છે ને ! આથી તો મોત સ્વયં જિતાઈ જાય છે.'
પણ રાજાના વચનનો કંઈ જવાબ યોગીરાજ વાળે ત્યાં તો દૃશ્ય બદલાયું.
સુંદર રાજમહેલ. રાજાજી સોનાના સિંહાસન ઉપર. એમણે દેશની તમામ દાનશાળાઓ બંધ કરાવી દેવાનાં ફરમાન કાઢ્યાં. હવે તો ધનનો હંમેશાં ખપ પડવાનો હતો, અને દાન, તપ કે ધર્મ પણ શા માટે કરવાનાં ? ધર્મગુરુઓને હદપાર કરવાનો હુકમ કર્યો.
રાજાએ આ પછી મોટું સૈન્ય એકઠું કરવા ખજાનો ખાલી કરવા માંડ્યો. એમના જીવનમાં હવે માત્ર ત્રણ જ વાત શેષ હતી, સંગ્રામ, સ્ત્રી અને સુવર્ણ.
ત્રણે વસ્તુ એકબીજાની પૂરક હતી. અને પોતાને મૃત્યુ નથી એ ખ્યાલથી સેનાઓ પણ અજેય બની હતી.
ઘણાં રાજ્યો મેળવ્યાં. ખંડિયા રાજાઓથી આખો દરબાર ભરાઈ ગયો. અમર રાજાએ ઠેરઠેરથી સુંદર છોકરીઓ ભેગી કરી, અને તેઓની સાથે લગ્ન કર્યા. સંતાનનો પણ સુમાર ન રહ્યો. અંતઃપુર ખૂબ મોટાં થઈ ગયાં.
આમ દિવસો વીતતા ચાલ્યા.
રાજાના ચહેરા પર કરચલીઓ આવી. હાથ કંઈક ધ્રુજવા લાગ્યા. નવી નવી રાણીઓ સાથેના વિલાસમાં એમને હવે ભૂંડો પરાજય મળવા લાગ્યો. વૈદ્યનાં ટોળાંને મદદે નોતર્યા. તેઓએ અમુક વાજીકરણ આપ્યાં. થોડો વખત ચેતન આવ્યું, પણ પાછું ચાલ્યું ગયું. અંગારને જેમ વધુ ને વધુ સતેજ કરવા માંડ્યો, એમ એના પર રાખ વિશેષ ને વિશેષ વળવા માંડી. પણ એથીય વધુ પરિવર્તન તો રાણીઓમાં આવ્યું. તેઓ અંતરથી આ વૃદ્ધને
314 D લોખંડી ખાખનાં ફૂલ
ચાહી શકતી નહોતી. પોતાનાં સુંદર અંગોને આ ચિમળાયેલા ઉંબરાના ઝાડ જેવા માણસ સ્પર્શે એ એમને ગમતું નહોતું. એ પીઠ પાછળ છૂટથી નિંદા કરતી ને ખુલ્લો તિરસ્કાર પણ વ્યક્ત કરતી.
કેટલીક નવજુવાન રાણીઓએ જુવાન દાસોને પોતાનું સૌંદર્ય બક્ષી દીધું. રાજાએ આ વાતો સાંભળી ત્યારે એ ભયંકર રીતે ગુસ્સે થઈ ગયો. એણે પોતાના પુત્રોને બોલાવ્યા અને કહ્યું, ‘આ સ્ત્રીઓને નગ્ન કરી, આ ઓરડામાં પૂરી ચાબુકે ચાબુકે ફટકારો.”
પણ ત્યાં તો રાજાએ એક અજબ આશ્ચર્ય જોયું. પુત્રોએ રાણીઓને પકડીને કેદમાં પૂરવાને બદલે ખુદ રાજાને પકડ્યો. બાંધ્યો અને જેલમાં નાખ્યો.
રાજા વિચાર કરી રહ્યો. અરે ! આ પુત્રો કેવા કૃતની છે ! પોતાના સગા બાપને પણ જેલમાં પૂરતાં શરમાતા નથી !
પુત્રો બીજે દિવસે ચાબુક લઈને આવી પહોંચ્યા. અને બાપને નગ્ન કરીને એક થાંભલે બાંધ્યો, અને ફટકારવા લાગ્યા.
રાજા ત્રાહ્ય-તોબા પોકારવા લાગ્યો, અને કહેવા લાગ્યો, “અરે ! પણ તમે કાં મને મારો ? મેં દુનિયામાં આવું કદી જોયું નથી કે દીકરા બાપને મારે !'
દીકરાઓ બોલ્યા, ‘અમે પણ આવું કદી જોયું નથી, જુવાન દીકરા બેઠા વા ખાય, ને બાપને બધા એશઆરામ જોઈએ ! લોકો કહે છે કે અમર થઈ શકાય તેવું અફીણ તમે લીધું છે. તો પછી ગાદીપતિ થવાનો અને રાજ્યને ભોગવવાનો અમારો વારો ક્યારે આવશે ? હવે તમે અહીં રહો, અને રોજ ચાબુકનો માર જ મો, મોત તો તમને છે જ નહિ, પછી મરવાનો ડર કેવો ? મજા કરો પિતાજી ! વાહ રે ! તમારું અમરપદ !”
અને દીકરાઓ હસતા હસતા ચાલ્યા ગયા.
એ વખતે રાજ માં બળવો થવાની તૈયારી હતી, પણ રાજ કુમારોએ જાહેર કર્યું કે અમારા પિતાને અમે કેદ કર્યા છે ને ગાદી પર અમારામાંથી વડીલ હશે તે બેસશે. હવે તમારે કોઈના પણ શાસનથી ડરવાની જરૂર નથી. અમે મર્યે છીએ. તમને કોઈને માથે હંમેશાં પડીશું નહિ.
પ્રજામાં આ સમાચારથી ખૂબ શાંતિ વળી. પણ રાજા પર તો ભયંકર કેર વર્તવા માંડ્યો. રાજાએ રોજ રોજની આ લાંછના, આ અપમાન, આ જુલમ વેઠવા કરતાં મરવા ઇચ્છવું પણ મોત ન મળ્યું !
છેવટે ગળે ફાંસો પણ ખાધો; પણ માત્ર વેદના વધી, જીવ ન ગયો ! ચોકીદારો પણ હવે આ રાજ કેદીથી કંટાળીને બેઠા હતા. પ્રેમનો એક શબ્દ
અકારું અમરપદ D 315