________________
રાજા પિંગળક અને મંત્રીપુત્ર દમનક બંને જણા એકાંતમાં ગયા. દમનકે વાતનો પ્રારંભ કરતાં કહ્યું, “મહારાજ , આપ ભયમાં હો એવું મને લાગે છે : અને ભય, એ તો જીવતું મોત છે.”
રાજાએ પૂછયું, ‘હું ભયમાં છું, એ તેં કેવી રીતે જાણ્યું ?”
દમનક બોલ્યો, “માણસના મનની વાત અનેક રીતે જાણી શકાય છે. આકૃતિથી, ઇંગિતથી, હાલચાલથી, ભાષણથી, નેત્ર અને મુખના વિકારોથી પણ તે જાણી શકાય
ન જોઈએ. સંપત્તિમાં હર્ષ ન જોઈએ, સંગ્રામમાં ભીરુપણું ન જોઈએ. વીરપુરુષો ગમે તેવી આપત્તિમાં ધીરજને ત્યાગતા નથી.’
‘પણ બંધુ દમનક !' રાજા બોલ્યો, ‘હું કદાચ ધીરજ ધરું પણ આ મારો પરિવાર એક પળ પણ અહીં રહેવા માગતો નથી. એ સત્વરે નાસી છૂટવા ચાહે છે.”
દમનકે કહ્યું, ‘સ્વામી ! એ વસ્તુ સ્વાભાવિક છે, સેવકો સ્વામી જેવા જ હોય છે. અશ્વ, શાસ્ત્ર, શત્ર, વીણા, સેવક અને નારી – એટલાં જેવાં પુરુષને પ્રાપ્ત થાય છે, તેવાં થાય છે. આપ આજ્ઞા આપો. હું ત્યાં જવા અને એ મહાનાદનું સ્વરૂપ જાણી લાવવા તૈયાર છું.’
રાજા કહે, “શું તું ખરેખર ત્યાં જઈશ ? તને ભય નહીં લાગે, ભલા ?”
દમનક કહે, ‘સ્વામીને કાજે દસ્તર સમુદ્રમાં પ્રવેશ કરતાં કે સર્પના મુખમાં હાથ નાખતાં સાચા સેવકને ડર લાગતો નથી. આજ્ઞા આપો, દેવ ! આપની આશિષ સાથે અબઘડી પ્રયાણ કરું.’
રાજા હર્ષ પામીને બોલ્યો, ‘એમ હોય તો સુખેથી જા, ભદ્ર, તારો પંથ કુશળ
રાજા ખુશ થઈને બોલ્યો, ‘દમનક, તું ખરેખર મહાપ્રાસ છે. તે મારા મનની સ્થિતિ જાણી લીધી છે, અને આ વાતનો સ્વીકાર હું એકાંત વગર કરત પણ નહીં. તું આ જંગલને ધ્રુજાવતો કોઈ મહા નાદ સાંભળે છે ?”
દમનક અને રાજા બંને શાંત થઈ ગયા. થોડીવારમાં મહાશબ્દ સંભળાયો. વન ગજવતો એ નાદ આવતો હતો.
રાજા બોલ્યો, ‘દમનક ! નાદ સાંભળ્યો ને ! આવા નાદ સાંભળી મારા રોમ રોમ કંપી જાય છે. કેવો ભયંકર ગર્જારવ ! એની પાસે મારી ગર્જના તો છછૂંદરના ચું ચું જેવી ભાસે છે.
દમનકે પ્રશ્ન કર્યો, ‘મહારાજ ! એ કોનો નાદ છે ?'
‘કોઈ નવતર મહાપ્રાણીનો આ મહાભયકારી નાદ છે.” આટલું બોલતાં સિંહના રૂવાં ઊભાં થઈ ગયાં.
મહાત્મા વાત કરતા થોભ્યા. મઘા શાંતિથી બધું સાંભળી રહી હતી. એ ધીરેથી બોલી, ‘મહાત્મા, એ અપૂર્વ મહાપ્રાણીનું નામ આપું ?'
આપ તો !'
‘બૈરૂત.” મઘા ખડખડાટ હસતી બોલી, પણ બૈરૂત કશું ન બોલ્યો. એ રસિક જીવને વાર્તામાં વિઘ્ન રુચતું ન હતું.
‘ગંભીર થાઓ અને વાર્તાશ્રવણ કરો. આજે હું આ વાર્તા સંપૂર્ણ કરીશ.' અને મહાત્માએ વાત ફરી શરૂ કરી.
હવે રાજા પિંગલકે બોલ્યો, ‘રે દમનક ! જેવું શબ્દબળ એવું શૌર્યબળ, મહાશબ્દને અનુરૂપ એવું મહાબળ જરૂર એની પાસે હશે. હું સત્વરે આ વેન તજી દેવા ચાહું છું. પરાભવ પ્રાણત્યાગ કરતાંયે ખરાબ છે.”
દમનક બોલ્યો, ‘રાજનું ! શબ્દમાત્રથી ડરવાની જરૂર નથી. ભેરી, વેણું, મૃદંગ, પટહ, શંખ વગેરે ભિન્ન ભિન્ન પ્રકારના શબ્દો હોય છે. મોટું ઢોલ વાગે છે તો કેવું ઉત્કટ, પણ અંદર કેવી મોટી પોલ હોય છે ! મહારાજ , વિપત્તિમાં વિષાદ
394 લોખંડી ખાખનાં ફૂલ
દમનક વિદાય થયો.
રાજા પિંગલક વિચારમાં પડ્યો, “અરે, આ દમનક અધિકારભ્રષ્ટ છે. કદાચ એ ઉભયવેતન (મારો પણ પગાર ખાય અને પેલાનો પણ ખાય-એવો તો નહીં હોય ને ? એને શું ? વર મરો કે કન્યા મરો, ગોરનું તરભાણું ભરો.”
પિંગલક આ વિચારમાં ને વિચારમાં વનમાં ભમવા લાગ્યો. એને ક્યાંય ચેન પડે નહિ. એ દુર્બલમતિ ઘડીમાં આમ વિચારે, ઘડીમાં તેમ વિચારે; પણ એને કશો માર્ગ સૂઝે નહીં. થોડીવારમાં તો દમનક પાછો આવી ગયો.
( પિગલકે દમનકને ઉત્સુકતાથી પૂછયું, ‘મહાશબ્દ કરનાર એ મહાપ્રાણીને તે જોયું ?'
દમનકે કહ્યું, ‘સ્વામીની કૃપાથી જોયું.’
પિંગલકને વિશ્વાસ ન બેઠો. એને લાગ્યું કે મારા જેવા સિદ્ધરાજા જેનાથી ડર્યો, એને આ શિયાળિયું કેવી રીતે મળ્યું હોય ? એટલે પિંગલકે ફરી પ્રશ્ન કર્યો. ‘શું મહાશબ્દ કરનાર એ મહાપ્રાણીને તેં ખરેખર જોયું ?'
દમનક દૃઢતાપૂર્વક બોલ્યો, ‘આપની સમક્ષ અસત્ય વચન કેવું ? શાસ્ત્રમાં કહ્યું છે કે દેવ સમક્ષ જે અસત્ય ભાખે છે, તેની અધોગતિ થાય છે. આપ દેવ છો ?
પિંગલક બોલ્યો, ‘મહાન લોકો દયાળુ હોય છે. એ મહાપ્રાણીએ તારા જેવા સામાન્ય જન પર કૃપા દાખવી હશે. મહાન માણસો હંમેશાં પોતાની સમકક્ષ મહાન
મહાત્માએ કહેલી નીતિવર્તા 295