________________
માણસો પાસે જ પોતાનું પરાક્રમ પ્રગટ કરે છે.”
દમનક કહે, ‘આપની વાત સાચી છે. એ મહાન છે, પણ આપ કહો તો એને આપનો સેવક બનાવી દઉં.’
પિંગલક કહે, “શું તે શક્ય છે ?'
દમનક કહે, “બુદ્ધિમાનને અશક્ય શું છે ? શસ્ત્ર, હસ્તી, અશ્વ અને પદાતિની મોટી ચતુરંગ સેના જે કંઈ કરી શકતી નથી, તે એકલી બુદ્ધિ કરી શકે છે.”
પિંગલક રાજી થઈને બોલ્યો, ‘જો એમ છે, તો હું તને મારા મંત્રીપદે નીમું છું. મારા રાજના અનુગ્રહ-નિગ્રહ અને સંધિ-વિગ્રહનાં કાર્યો હવેથી તારે જ કરવાનાં રહેશે.’
દમનક નમસ્કાર કરી, રાજાના ચરણનો સ્પર્શ કરીને ચાલી નીકળ્યો.
દમનક યોગ્ય સમયે પેલા વૃષભ સંજીવક પાસે પહોંચ્યો ને રૂઆબભેર બોલ્યો, ‘રે મૂર્ખ વૃષભ ! વારંવાર ગર્જરા કરીને આ વનના રાજા પિંગલકની શાંતિમાં તું વિક્ષેપ નાખે છે. તને શિયાળના ચામડામાં જીવતો સીવી દેવો કે નહીં, તેનો વિચાર કરવા દયાળુ રાજા પિંગળક વડ નીચે સભા ભરીને બેઠા છે.'
સંજીવક બળદ આ સાંભળી એકદમ ઢીલો પડી ગયો. એણે પોતાનું મોત સામે જોયું. આજીજી કરતાં એણે દમનકને કહ્યું, ‘ભાઈ ! હું કોઈની શાંતિમાં વિક્ષેપ નાખવા માગતો નથી. હું તૃણભક્ષક છું, અહિંસક છું. વનના રાજા પાસેથી ગમે તે રીતે મને અભયવચન અપાવ.'
‘હું જોઉં છું, પણ આ ઉપકારના બદલામાં તું મને શું આપીશ ?* દમનકે કહ્યું. ‘તું કહીશ તેમ હું કરીશ.’ સંજીવકે કહ્યું.
‘વારુ, જોઉં છું. કામ તો ખરેખર કપરું છે, પણ મને તારા તરફ લાગણી થઈ છે.’ આમ કહી મંત્રી દમનક પાછો ફર્યો ને રાજા પિંગલકે જ્યાં સભા ભરીને બેઠો હતો ત્યાં આવીને બોલ્યો, | હે રાજનું ! એ વરપ્રાપ્ત મહા પ્રાણી છે. ભગવાન મહેશે તેની સેવાથી સંતુષ્ટ થઈ એને થનુમાકિનારાનું આ રાજ્ય આપ્યું છે. મેં તેને કહ્યું કે અમારા રાજા મહા બળવાન છે. તમને અભ્યાગત તરીકે નિમંત્રે છે. તેણે કહ્યું, અભયવચન વગર તૃણભથી અને માંસભક્ષી વચ્ચે મૈત્રી ન સંભવે.’
પિંગલક કહે, ‘રે મંત્રી ! હું એને અભય આપું છું. મારા માટે પણ તું અભયવચન લઈને એ મહા અતિથિને સત્વરે અહીં તેડી લાવ. ખરેખર ! જેમ સંનિપાત જ્વરમાં વૈઘની કસોટી થાય છે, એમ સંધિ-વિગ્રહમાં મંત્રીની સુબુદ્ધિ વ્યક્ત થાય છે. થાંભલાઓ જેમ મકાનને ટકાવી રાખે છે, એમ મંત્રી રાજને
296 લોખંડી ખાખનાં ફૂલ
ટકાવે છે.”
દમનક તરત જ ઊપડ્યો અને થોડીવારમાં સંજીવકને લઈને ઉપસ્થિત થયો. બંને વચ્ચે પ્રેમપૂર્વક મિલન થયું. એકબીજાનું કુશળ પુછાયું.
કેટલીક વેલ જેમ શીઘ્ર વધે છે એમ એમની પ્રેમ-વેલ એકદમ વૃદ્ધિ પામી. ને એક-બીજામાં ગૂંથાઈ ગઈ. સંજીવક અને પિંગલકની વચ્ચે ગાઢ મૈત્રી થઈ ગઈ. તેઓ બંને જણા યમુનાના સુંદર કિનારાઓ પર જઈને રહ્યા ને વાર્તાવિનોદ અને વનવિહારમાં સમય ગાળવા લાગ્યા. શુંગાલ શ્રેષ્ઠ દમનક અને કરટક સમગ્ર રાજ કારભાર સંભાળવા લાગ્યા. સિંહે સંજીવકની મૈત્રીથી શિકારનો વ્યવસાય લગભગ છોડી દીધો. પણ એથી પરિસ્થિતિ વિપરીત બની. સિંહ શિકાર ન કરે તો શિયાળ વગેરે વનની પ્રજા ખાય શું ? વનની પશુપ્રજા ભૂખે મરવા લાગી.
એક દિવસ રાજા પિંગલકનો ભાઈ સ્થિર કર્ણ મળવા આવ્યો તેના માટે આહાર નહોતો. પિંગલક પશુ મારવા બહાર જવા લાગ્યો. આ વખતે સંજીવકે પ્રશ્ન કર્યો,
‘દેવ ! મારેલાં મૃગોનું માંસ ક્યાં છે ?'
રાજાએ કહ્યું, ‘એ દમનક-કરકટના તાબામાં છે. તેઓ માંસભંડાર એમને એમ વેડફી નાખે છે.*
સંજીવકે પૂછયું, ‘આ માટે એને આપની અનુજ્ઞા લેવાની હોતી નથી ?' “ના.' પિંગલકે કહ્યું.
‘આ રીત બિલકુલ યોગ્ય નથી. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે જે સંધિવિગ્રહનું કામ કરતા હોય તેવા મંત્રી પાસે અર્વાધિકાર ન હોવો જોઈએ.’ સંજીવકે કહ્યું.
રાજાના ભાઈ સ્થિરક પણ સલાહ આપી : ‘જેમ રાજાના અંતઃપુરનો અધિકાર પુરુષત્વહીન કંચુકીઓ પાસે હોય છે. એમ માંસનો અધિકાર તૃણભક્ષક સંજીવક પાસે રહેવો ઘટે, સંધિવિગ્રહ કરનાર અમાત્યો પાસે અર્વાધિકાર યોગ્ય નથી.’
પિંગલકે પોતાની રાજ્ય-વ્યવસ્થામાં એ પ્રમાણે સુધારો કર્યો. સંજીવક અર્થમંત્રી થયો. સંજીવકે હવે સેવકોને આહાર આપવામાં સંકોચ બતાવવા માંડ્યો. રાજાને જોઈતો ભંડાર તો મળવા લાગ્યો, પણ સેવકોને ભૂખ્યા રહેવાનો સમય આવ્યો. ધીરે ધીરે પશુઓ સિંહને છોડીને ઉદરભરણ માટે અન્યત્ર ચાલ્યાં જવા લાગ્યાં.
દમનક અને કરટક વિચારમાં પડ્યાં, ‘રે ! આ તૃણભક્ષ કે રાજાને એક તો શિકારમાં હતોત્સાહ કરી દીધો છે, વળી જે થોડું ઘણું આવે છે એના પર એણે અધિકાર જમાવી દીધો છે. આ તો આપણા પગ પર આપણે પાણો માર્યો ને આપણે હીથે આપણી ભૂરી વલે થઈ. રાજા હવે સંજીવ કની નજરે જ જુએ છે.’
મહાત્માએ કહેલી નીતિવર્તા 297