________________
લીધો કહેવાય. માણસે માણસની ફરજ અદા કરવી ઘટે ?
લોકો બહુબોલા અસવારનો ઉપહાસ કરતાં અને એની વાત કાને ન ધરતાં. અસવાર પોતાના અશ્વને ઉપાડી મૂકતો અને બીજા પ્રાંતમાં જઈને ઊભો રહેતો. ત્યાંના લોકોને પણ એ બધી વાત કહેતો, અને પોતાની મદદે આવવા હાકલ કરતો.
લોકો કહેતાં : “સાધુ છો. શાંતિ રાખો. ક્રોધ, વેર અને ઈર્ષ્યા ઉપર વિજય મેળવો, અને અંતરથી એવી પ્રાર્થના કરો કે રાજા ગર્દભિલ્લનું મન પલટાઈ જાય. અંતર પલટો ઇચ્છો, સાધુ !”
‘ઓ વામણાં લોકો ! તમને કીડી ચટકો ભરે છે, ત્યારે તમે પ્રાર્થના કરવા બેસો છો કે ઝટ લઈને એને દૂર કરો છો ? તમારો દેણદાર તમારા પૈસા નથી ચૂકવતો ત્યારે તમે શું વ્રત કરીને એના મનનો પલટો માગો છો કે એના ઘેર ધામા નાખો છો ? બે વાત ન કરો. બે જીભ ન રાખો.’ લેવા-દેવાનાં ખોટાં ત્રાજવાં ન વાપરો. આર્ય કાલક કહેતા. લોકો સાંભળીને મોં ફેરવી લેતા.
કેટલાક ઘરડાઓને આ પ્રતાપી સાધુની દયા આવતી :
વૃદ્ધો કહેતા : ભાઈ અસવાર ! જેમ નિર્માણ હોય તેમ થાય છે. બિચારી સાધ્વીના નસીબમાં પરભવના પાપના ઉદયને કારણે આ સંતાપ જોવાના લખ્યા હશે. માટે આચાર્યજી ! મનને સ્વસ્થ કરો. ફરી સાધુતાનાં વસ્ત્રો પહેરી લ્યો. વ્યાખ્યાનની પાટ શોભાવો. તમારી વાણીએ અનેકોનાં હૃદય પલાળી નાખ્યાં છે. ધર્મપ્રભાવક છો, ધર્મની પ્રભાવના કરો !!
એટલે ?” આચાર્યની આંખોમાંથી અંગાર ઝરતો. ‘ધર્મ મરી ગયો, પછી એની પ્રભાવના શી ? માણસ મરી જાય, પછી એના મડદાને શણગારવું શું ? મનમાં હિંસા ઝગી ઊઠી હોય, ને અહિંસાની વાત કરવાની કેવી ? અહિંસા અને સત્ય શું બંને સાથે છાંડી દઉં ?”
વૃદ્ધો કહેતા : ‘એ તો રાજા છે, સમર્થ છે. સરસ્વતી સ્ત્રી છે, કુંવારી છે. સંસાર કોનું નામ ? એમાં તો આમ જ ચાલે. તમે ઘણું કર્યું. તમે તમારી ફરજ બજાવી, પણ આભ ફાટ્યું ત્યાં થીગડું કેમ દેવાય ?'
આર્ય કાલક આ વાતો સાંભળી ફરી ભ્રમિત જેવા થઈ જતા. એ આવું બોલનાર વૃદ્ધની પુત્રીને ઉઠાવીને ઘોડા પર લઈને નાસવા લાગતા. તરત ગામમાં બુંગિયો વાગતો. સરખેસરખા ઘોડે ચડતા. તલવારો તાણતા, ને આચાર્યનો પીછો પકડતા.
પણ આચાર્યને કોઈ પહોંચી શકતા નહિ. પોતાની પાછળ આવનારાઓને આચાર્ય જાણે એમના જ શબ્દો પાછા આપતા.
238 3 લોખંડી ખાખનાં ફૂલ
અરે, બનવાનું બની ગયું. હવે નકામા શા માટે લડવા નીકળ્યા છો ?”
લોકો કહેતા : “અમારા જીવન-મરણનો આ પ્રશ્ન છે. આની સામે મોત પણ મીઠું છે.”
આચાર્ય કહેતા : “તો કાયર ! મને શા માટે ઉપદેશ દો છો ? આપકી લાપશી અને પરાઈ ફૂસકી જેવું કાં કરો ? પ્રશ્નના ઉકેલ સહુના સરખો છે. આ રહી તમારી પુત્રી ! મારે મન તો જેવી સરસ્વતી એવી જ આ તમારી પુત્રી ! એનું શીલ સદા અખંડ રહો !'
‘ચૂપ રહે, અસવાર ! તારી પુત્રી હું કેવી ?” તારી પત્નીએ મને પેટના માળામાં પોષી નથી. મારો બાપ તું નથી. તને બાપ કહું તો મારી માને ગાળ પડે. હું નથી તારી પુત્રી, નથી તારી ભગિની !” “પેલી અપહરણ કરાયેલી કન્યા વીરવભર્યા અવાજે કહેતી.
‘રે બાઈ ! ત્યારે તું શું થાય છે મને ? ન જાણ, ન પિછાણ !” કાલકે કહ્યું. એ આ વિચિત્ર છોકરીની વિચિત્ર વાત સાંભળી આશ્ચર્યમાં પડી ગયા. | ‘જાણ-પિછાણ તો એક પળમાં થાય. સાચો ઝવેરી તો મોતી હાથમાં આવતાં જ પરીક્ષા કરી લે.” કન્યા બોલી.
કન્યાના રતુંબડા હોઠ અધખુલ્લા હતા. એમાંથી જાણે સુધા ઢળતી હતી. કાલક એને એકીટશે જોઈ રહ્યા હતા. એની આંખોથી આંખો મિલાવી રહ્યા, અને બોલ્યા.
‘રે કન્યા ! આપણ બેમાં કોણ ઝવેરી, કોણે મોતી ?”
‘ઝવેરી, તમે મોતી.' કન્યા બોલી. એની જુવાની દિલહર હતી. એની વાણી દિલભર લાગી.
આચાર્યે બોલી નાખ્યું, ‘રે તું દિલહર છે, પણ તારી વાણી દિલભર છે.' ‘મને જોઈને પ્રસન્ન છો ને ?' કન્યાએ પ્રશ્ન કર્યો. ‘જરૂર. તું આત્મીય લાગે છે, બાલે !' કાલકે કહ્યું.
‘આજના યુદ્ધમાં તમે વિજેતા છો. વિજેતાને પરાજિત લોકોની સંપત્તિ પર અધિકાર છે. શત્રુના પુત્ર-પુત્રાદિ સ્વજન-પરિવાર એનાં છે. હું તમારી છું.'
ક્ષત્રિય કન્યાએ છેલ્લા શબ્દો કહ્યા, અને જાણે માનવમેદની પર વજઘાત થયો.
‘તારો છું.’ આચાર્યે કહ્યું. આ શબ્દોથી જાણે વીજળી કડેડાટ કરવા લાગી. કન્યાનાં મા-બાપ ને સ્વજનો એ સાંભળીને ચોંકી ઊઠ્યાં.
પરભોમ તરફ પ્રયાણ I 239