________________
33
સ્ત્રી જે છે તે નથી.
રાત ભેંકાર હતી. આકાશની ધવલ કૌમુદીએ જાણે પૃથ્વીના શબ ઉપર ધોળી ચાદર ઓઢાડી હતી.
સપ્તભૂમિકા પ્રાસાદમાં દીવા ઝાકમઝોળ બળતા હતા, તોય રાત ભેંકાર લાગતી હતી, દીવા બુઝાયેલી ચિતાના અંગારા જેવા તગતગતા હતા,
પ્રાસાદનો પથ્થરે પથ્થર આજે અહીંનાં રહેનારાંઓને પોતાના દેહને દાબતો જણાતો હતો. ઘણી સુંદરીઓ અહીં આવી હતી, અને ઘણીનાં શીલ અહીં લુંટાયાં હતાં, પણ કોઈ રાત આવી ભારે ઊગી નહોતી. ઘરમાં સાપ બેઠો હોય, ને ઘર જેમ ભારે લાગે, તેમ બધું ભારે ભારે લાગતું હતું.
એમણે દેહને તો હંમેશાં પારકાની મરજી પર હલાવ્યો-ચલાવ્યો હતો, દિલ પણ એમનું એ વેળા કંઈ બોલ્યું ચાલ્યું નહોતું, પણ આજ તેમનું દિલ ઝંખી રહ્યું હતું. તેઓ એકબીજાને કહેતાં હતાં.
‘એક સાધ્વી સાથે આ જુલમ ! અધર્મ આપણને ખાઈ જશે. ખરેખર આપણું આવી બન્યું છે. શેરના માથે સવાશેર જરૂર જાગશે.”
મધુરી નામની દાસી પોતાના પરિચિત દાસ દેવને કહેતી, ‘પણ ભાઈ, આજે તો શેરને માથે સવાશેર સંસારમાં ક્યાંય દેખાતો નથી.”
‘દેખાશે, કુદરત આવા પાપ કરનારને છોડતી નથી. કંઈ નહિ બને, તો એકવાર આ આખો પ્રાસાદ જ બેસી જશે. પથરે પથરો આપણને જીવતાં જ પાતાળમાં ચાંપી દેશે.”
મધુરી બોલી, ‘દેવ ! એક પુરાણી એમ કહેતા હતા કે અતિ મોટું પુણ્ય કે અતિ મોટું પાપ રસાયનની જેમ તરતે માણસને ફળે છે. પણ આપણા રાજા માટે પાપ
પુણ્ય બંને સરખાં બન્યાં છે. એને કોઈ પહોંચે તેમ દેખાતું નથી. બાકી મને તો આ પથરાઓ આપણને દાટી દે, આપણે દબાઈ જઈએ, ચંપાઈ જઈએ, એ બહુ ગમે છે - ન જાણે કેમ ?
દાસ અને દાસી આવી ચર્ચા ઝીણે સ્વરે કરી રહ્યાં હતાં, ત્યાં રાજાના આગમનના સમાચાર લઈને કેટલાક દાસ દોડતા આવ્યા. તેઓએ રાજાના આગમનની વધામણી ખાધી.
અંધારી રાતમાં આગનો ભડકો દેખાય તેમ રાજા દર્પણસેન દ્વાર પર દેખાયો. એની કદાવર કાયા આખા પ્રાસાદએ ભરી દેતી હતી. એનું પ્રત્યેક પગલું પ્રાસાદને ધમધમાવી રહ્યું હતું, ને નિરાંતે ઊંઘતાં મેના-પોપટને પણ ઊંઘમાંથી ફફડાવીને જ ગાડી રહ્યું હતું.
- દર્પણનો દેહ પ્રચંડ હતો. એનું માથું ખૂબ મોટું હતું. હાથ ખૂબ લાંબા ને સ્થળ હતા , નાક ખૂબ મોટું હતું અને એનાં બેય નસકોરાં મારકણા સાંઢની જેમ ફૂલેલાં હતાં.
મંત્ર-તંત્રની સતત સાધનાથી એના અવાજમાં ભયપ્રેરક નીડરતા ભ હતી. શરીરબળમાં ને મંત્રબળમાં અપૂર્વ શ્રદ્ધા હોવાથી એનું હાસ્ય બેપરવા હતું.
| નિત્ય પ્રભાતે માળી રાજબાગમાં જાય અને ફૂલ ચૂંટી લાવે, એટલી સ્વસ્થતાથી ને સહેલાઈથી દેશ-નગરની અપૂર્વ સુંદરીઓ અહીં કળે કે બળે લાવવામાં આવતી ને આ રાજમાળી એને એટલી સરળતાથી જ સુંઘતો અને ફગાવી દેતો !
- સ્ત્રી એ વિધાતાએ રચેલું બેનમૂન ફુલ છે. ફૂલ તો કાલે કરમાઈ જવાનું છે; સ્ત્રીની જુવાની કાલે ચાલી જવાની છે; એનો તો ઉપભોગ કરી લીધો સારો - આ માન્યતા દર્પણસેનની હતી.
છતાં ન્યાય ખાતર એટલું કહેવું પડશે કે રાજા દર્પણસેન જેવો દાની રાજા બીજો નહોતો. સુવર્ણની એ કંઈ કિંમત ન લખતો. એના દાનથી ચાલતા ધર્માશ્રમોનો તોટો નહોતો. એની ઉદાર મદદથી ચાલતાં સદાવ્રતોનું અન્ન અનેક સાધુ-સંન્યાસીઓના પેટમાં જતું. તેઓ એના કામાચારની નિંદા કરતાં પહેલાં અનેક ગરણે પાણી ગળતાં,
- દર્પણના દાનથી સર્જાયેલાં મંદિરો, વાવ, કૂવા ને તળાવોનો પાર નહોતો. પોતાની પત્ની કે પુત્રીના ગુમ થયાના ખબર મળ્યા પછી પતિ કે માબાપને બીજો કોઈ વિચાર કરવાનો કે બીજે શોધ કરવાની ન રહેતી.
સપ્તભૂમિકા પ્રાસાદના પહેરેગીરને સુવર્ણની ભેટ ચઢતી કે તરત પત્તો મળી જતો. પહેરેગીર કહેતો, ‘ભાઈ ! દુ:ખનું ઓસડ દહાડા !' પતિ કે પિતા થોડા દિવસ રાહ જોતા તો એમની પત્ની કે પુત્રી સુખરૂપે
સ્ત્રી જે છે તે નથી H 251