________________
રાજા આનંદમાં હતો. આટલી જલદી કોઈ સુંદરી પોતાને સ્વીકારવા માટે રાજી થઈ નહોતી. અનેક ચકલીઓ અહીં આવી હતી, પણ એમણે બાજને ઝટ નમતું નહોતું તોળ્યું રાજા વિચારી રહ્યો.
સંસારમાં કેટલાક જીવ ડાહ્યા હોય છે. શક્ય અને અશક્યનો વિવેક કરી લે છે, ને જે એકને એક બે જેવી વાત હોય, એનો સામનો કરતા નથી. સરસ્વતી ખરેખર વિદુષી લાગે છે, સાથે વિવેકી પણ છે.
રાજા દર્પણના દિલમાં પળવાર એમ થઈ આવ્યું કે આવી રાણી મળી હોત તો આ અનેકની ઝંખના એકમાં જ વિરામ પામત. પણ એ સુંદરીને સાચું ન સૂઝયું ને વેરાગીઓના પંજામાં સપડાઈ ગઈ ! અને એને પણ શો દોષ દેવો ? બધાં કામ કાલકનાં જ ! એ મૂંડાએ....
દર્પણના દિલે વળી પ્રશ્ન કર્યો. ‘તો હજીય મોડું શું થયું છે ? સરસ્વતીને પામીને તારી સુંદરીઓની શોધને સમાપ્ત કરજે.'
તરત જ અંદર સૂતેલી બળવાન કામનાએ પડકાર કર્યો : ‘તું કંઈ થાક્યો- માંદો ગૃહસ્થ નથી. તું તો રાજા છે, રાજા ! સૂર્ય એક હોય પણ એને કમલિની કેટલી હોય ? એકને જોઈને બેસી રહેવાનું તારા માટે ન હોય. તારે તો બધીને પ્રફુલ્લાવવાની હોય.'
દર્પણ આ વિચારમાં દાસી મધુરીને જવાબ આપવામાં મોડો પડ્યો. ચતુર દાસીએ તકનો લાભ લીધો.
મહારાજ ! મારા પ્રશ્નનો જવાબ કાં ન દીધો ? શું નવી રાણીના વિચારમાં ખોવાઈ ગયા ? હું પૂછું છું કે મસ્તકે મુંડાયેલી રાણી આપને ગમશે?*
‘જરૂર ગમશે. નવાં નવાં ફૂલ સંઘનાર તારા રાજાને હજીય તેં ન ઓળખ્યો, મધુરી ? હું તો ગોળથી કામ લેનારો છું. લાડવો હોય કે ગળપાપડી, એની મને ચિંતા
“અત્યારે આપણા મંત્રીઓને અને મહાજનોને તેડાં મોકલવાં જોઈએ તેઓ મને વારંવાર કહે છે, કે આપનામાં નવાણું ગુણ સારા છે, પણ એક અવગુણ ભારે છે. દાની છો, જ્ઞાની છો, શુરવીર છો, પણ સ્ત્રી બાબતમાં જરા વધુ પડતા વેગવાળા છો. નિર્દોષ સ્ત્રીઓની આંતરડી નું બાળવ, બલ્ક ઠારવી. આજ તેઓને બોલાવીને મારે બતાવવું હતું કે સ્ત્રી જે છે તે નથી અને જે નથી તે છે!”
પછી રાજાએ પૂછયું, ‘તો રાણીની ભેટ ક્યાં થશે ?” ‘સીધા શયનખંડમાં; એમણે આપને ત્યાં જ નિમંચ્યો છે.” | ‘અરે ! પણ એટલી બધી ઉતાવળ શી ? જરા હાસ-પરિહાસ વિનોદ-વિલાસ , જરા આનંદ-પ્રમોદ... જરા.”
‘મહારાજ ! અત્યારે નવાં રાણીની ઇચ્છાને માન આપવું જરૂરી છે.” મધુરી બોલી.
‘સારું, મને શયનખંડ તરફ દોરી જા.' મધુરીએ રાજાને શયનગૃહ તરફ દોર્યો.
દીવાઓ જે થોડા થોડા જલતા હતા, એય હવે તો ધીરે ધીરે બુઝાવા લાગ્યા. શયનખંડના દરવાજે રાજા આવી પહોંચ્યો.
‘તો રજા લઉં મહારાજ !' મધુરી મીઠાશથી બોલી ને પાછી ફરી.
શયનખંડમાં અંધારું હતું. નવી રાણીની ઇચ્છા અંધારામાં મુલાકાત કરવાની હતી. રાજા એકદમ અંદર ધસી ગયો. ફડાક કરતું દ્વાર ઉઘાડવું ને ફટાક લઈને બંધ થઈ ગયું.
મધુરી થોડી આગળ વધી, ને ઊભી રહી. ત્યાં કોઈ કણસતું હોય એવો અવાજ આવ્યો !
એ પછી ફરી ત્યાં તો બારણાંને જબરો પાદપ્રહાર થયો. બારણું કડડભૂસ કરતું નીચે પડ્યું.
જાણે પહેલો જ પરચો વસમો થઈ પડ્યો હોય એમ રાજા બેબાકળો બહાર ધસી આવ્યો. એના આખા ડિલે ખંજવાળ આવતી હતી અને જ્યાં જ્યાં ખંજવાળતો ત્યાં ભારે દાહ ઊઠતો હતો.
‘રે મધુરી ! આ શું ? મારી તલવાર લાવ.” મધુરી તલવાર લેવા દોડી ગઈ.
નથી.'
| ‘તો પધારો મહારાજ !' મધુરીએ સુંદર ભાવભેગી કરતાં મહારાજને આગળ વધવા કહ્યું.
ખંડના દીવાઓ એક પછી એક બુઝાતા જતા હતા. રાજાએ અંદર પ્રવેશ કરતાં કહ્યું, ‘તારાં રાણીને અહીં ભોજનખંડમાં નિમંત્ર !'
મહારાજ ! એ અહીં નહીં આવે.’ મધુરીએ કહ્યું.
શું મને જોઈને એની ભૂખ ભાંગી ગઈ ?” રાજા દર્પણસેન અધિક મોજ માં આવી ગયો. હા મહારાજ ! આપનાં દર્શનથી એ તૃપ્ત થઈ ગયાં છે.” મધુરી બોલી.
254 લોખંડી ખાખનાં ફૂલ
સ્ત્રી જે છે તે નથી
| 255