________________
ઓ ભાઈ ! એ તો તપસ્વિની સાધ્વી છે ? ‘સાધ્વી થઈ એટલે શું સ્ત્રી મટી ગઈ ?' દર્પણે ઉશ્રુંખલ જવાબ આપ્યો.
‘ભાઈ ! એમાં તો એક સાધ્વીનું અપમાન થશે, કાલક કોપાયમાન થશે, ધરા આખી ધ્રુજી ઊઠશે !' અંબુજા ડરતી હોય તેમ બોલી. | ‘તારો ભાઈ ધરાને કાબૂમાં કરી શકે એવો છે !'
‘ધર્મ પર તેં તરાપ મારી ગણાશે. ગજબ થયો ગણાશે.' અંબુજાએ ભાઈને આ કૃત્યથી વારવા માટે સમજાવવા માંડ્યો. ‘ધર્મ તને માફ નહિ કરે.’
અરે ! અત્યારે તો ધર્મ પોતે જ વેરવિખેર થયો છે. કાલક પ્રત્યે ઘણા ધર્માચાર્યો તિરસ્કાર દાખવે છે.' રાજા દર્પણસેને કહ્યું, ‘તેઓ આ સમાચારથી ખુશ થશે; કહેશે કે એ જ લાગનો હતો.'
‘સરસ્વતી કંઈ મારાથી વધુ સુંદર નથી.' અંબુજાએ ભાઈનું મન ફેરવવા નવી દલીલ અજમાવી.
‘નવું પુણ્ય થોડું અસુંદર હોય તોય એમાં નવીનતાની મજા છે, અને સરસ્વતી કંઈ ઓછી રૂપવતી પણ નથી. તું મારા માટે એને જ યોગ્ય લેખતી હતી, એ હું ભૂલી ગયો નથી, હોં !' | ‘ભાઈ ! એ વાત જુદી હતી, આ જુદી છે. આ કામ ન કર, કાલ કે ભારે તીખો
સાધ્વી ભગિની માટે આકાશ-પાતાળ એક કરશે.' અંબુજા બોલતી નહોતી, જાણે પગમાં પડીને રડતી હતી.
| ‘ડર મા, અંબુજા ! રાજા દર્પણને હરાવનાર હવે તો જન્મે ત્યારે ! કદાચ એમ માની લે કે મારી સેના ફરી જાય, મારા મંત્રીઓ દગો કરે, મારા સ્વજનો સાથ ન આપે, પમ હું એકલો શત્રુના દર્પને હરી શકું તેવો છે. હું ગર્દભી વિદ્યાનો સ્વામી છું. જાણે છે, સાગરનું કેવું મહાન બળ હોય છે, તેવી તેની ધા પણ ભારે મોટી હોય છે ? એ યુધાને તૃપ્ત કરવા ન જાણે કેટલીય સરિતાઓ ખારી બની નામશેષ બની જાય છે. સરિતાની એમાં આનાકાની ન હોય. એ તો એકબીજાનું સરજત જ એવું છે. સરિતાએ સાગરસ્વામીને ભેટવું. સાગરસ્વામીએ નેહથી એને સત્કારવી.’ દર્પણસેને વિદ્વત્તાનો ભંડાર ખુલ્લો મૂક્યો હતો.
અંબુજા કંઈ બોલી ન શકી, એ શુન્યમનસ્ક બની ગઈ.
દર્પણસેન સૌંદર્યખંડની સજાવટ માટે યોગ્ય સૂચનાઓ આપી અંબુજાની તરફ એક મદભરી નજર નાખતો ચાલ્યો ગયો.
અંબુજા વિચારી રહી : ફરી દર્પણ આવે ત્યારે એને નવી રીતે સમજાવીશ. સરસ્વતીના નામ સાથે એને કાળ-પડઘા સંભળાતા હતા. ને કાલક ! નીતિનો ચુસ્ત મહાપુરુષ ! મહાગુરુ જેવા મહામઘના આશ્રમમાંથી જે મોત માથે લઈને ભાગ્યો હતો, એ આ કેમ જીરવી શકશે ? એ દર્પણ જેવા પહાડ સાથે જરૂ૨ ટકરાશે. દર્પણ પાસે ગર્દભી વિદ્યા છે. અને એના બળ પર એ નાચે છે, પણ સંસારમાં શેરને માટે સવાશેર હંમેશાં હોય છે. આખરે સત્યનો જય અને પાપનો ક્ષય થાય છે. સાધ્વીને સંતાવવાનું પાપ મોટું છે. રાવણ પણ ક્યાં ઓછો વિદ્યાવાન હતો ?
અંબુજા હજી આ વિચારમાં બેઠી હતી, એટલામાં ભુલભુલામણીના રસ્તેથી બે કદાવર માણસો એક સ્ત્રીને ઊંચકીને લાવ્યા. તેઓ સીધા સૌંદર્યખંડમાં પહોંચ્યા. ત્યાં તમામ વ્યવસ્થા હતી. એક સુંદર પલંગમાં એ સ્ત્રીને સુવાડી દીધી.
અંબુજાનું લક્ષ્ય એ તરફ ખેંચાયું. એ ત્યાં ગઈ. અહીં કોઈને કોઈ વાતનો ડર નહોતો. સેવકોએ કહ્યું, ‘પેલા અવળચંડા સાધુ કાલકની આ બહેન છે. અનાઘાત પુખ છે. મહારાજ આજની રાત અહીં ગાળશે !'
અંબુજા આવા શબ્દો ઘણીવાર સાંભળતી. અનેક કમભાગી સુંદરીઓને જોતી ‘હશે' કહીને આંખ આડા કાન કરતી, પણ આજ તો આ શબ્દો અને અંગારા જેવા અસહ્ય લાગ્યા.
એ સરસ્વતી પાસે ગઈ. હજી એ બેભાન હતી. માર્ગમાં છૂટવા ખૂબ ધમપછાડા કરવાથી એ શ્રમિત થઈ ગઈ હોય, એમ લાગતું હતું.
સપ્તભૂમિકા પ્રાસાદ D 247
‘એની તીખાશ એને મારશે ! એ તીખો થશે તો એની સાધુતા નિંદાશે. એ સાધુપણું રાખશે, તો સરસ્વતી મારી થશે, બંને રીતે મારે તો બેય હાથમાં લાડુ જેવું છે !' દર્પણસેન ખૂબ હસ્યો.
‘ભાઈ ! સરસ્વતી પવિત્ર છે; સીતા જેવી છે.”
‘પણ એના રામ ક્યાં છે ? સીતાને તો રામ હતા. અંબુજા ! ભારતીય લોકો પરણેલી સ્ત્રીને રંજાડવામાં પાપ માને છે અને આ તો કુંવારી છે. વળી ક્ષત્રિય કન્યા છે. એમ માન કે હું એનું હરણ કરીને ગંધર્વ લગ્ન માટે લાવું છું.' રાજા દર્પણ કહ્યું.
અંબુજા એની યુક્તિઓને પહોંચી શકતી નહોતી. દર્પણ આગળ બોલ્યો, ‘સ્ત્રીનું અસ્તિત્વ જ આનંદ-વિલાસ માટે છે. એને જે અધિકાર આપીએ છીએ તે એક છળ માત્ર છે. સ્ત્રી સુવર્ણપાત્રમાં ભરેલા મધુરસ જેવી છે. સુવર્ણ કદી મલિન થતું નથી, મધુરસ કદી ફિક્કો પડતો નથી.’
‘દર્પણ ! હું તને દલીલથી કદી હરાવી શકીશ નહિ, પણ આ માર્ગે ન જા. સાધ્વીને સતાવ ના ! ધર્મને છંછેડ મા ! કાલક દૃઢ નિશ્ચયવાળો છે. એ પોતાની
246 D લોખંડી ખાખનાં ફૂલ