________________
કેમ ન થાય ?
આવી અજબ હતી ઉજ્જૈની ! એનો રાજા દર્પણસેન હતો. એ મહાબાહુ, મહાપરાક્રમી અને મહાપ્રતાપી હતો. એના નામથી દિશાઓ કાંપતી. એના માંત્રિક બળથી ને તાંત્રિક વિદ્યાઓથી એ સુપ્રસિદ્ધ હતો. ગર્દભી વિદ્યાની ઉપાસના એના બળનું ગુપ્ત રહસ્ય હતું. પોતે હતો તો શૈવ, પણ સર્વ ધર્મનાં કાર્યો તરફ સમાન રસ રાખતો. દરેક ઠેકાણે એ પોતાના ગજથી બધું માપતો. રામપ્રધાન ધર્મ કરતાં ૨માપ્રધાન ધર્મમાં વિશેષ રુચિ રાખતો.
એના રાજમાં ચોર નહોતા, હિંસક નહોતા. ઉજ્જૈનીનું રાજ એવું હતું કે જ્યાં સહુને સહુ જોણું સામાન્ય પ્રયત્ને મળી રહેતું.
રાજા દર્પણર્સન પ્રજામાં રાજા ગર્દભિલ્લના નામે પણ ઓળખાતો. બહારના દેશોમાં તો રાજા ગર્દભિલ્લ તરીકે જ એની વિશેષ ખ્યાતિ હતી. એની પાસેની પ્રચંડ એવી નાદશક્તિથી સર્વ ચેતનશક્તિને એ અચેતનમાં ફેરવી શકતો. આ બળવાન રાજા પાસે ખૂબ મોટી સેના હતી, પણ આખી સેનાનું બળ એના એકમાં ભર્યું હતું.
ઉજ્જૈનીપતિ રાજા દર્પણસેન માટે કેટલીક કિંવદન્તીઓ ચાલતી હતી. એમ કહેવાતું કે એણે પોતાની બિંગનીને ભોગવી છે. અજબ સૌંદર્યશાલિની ભગિની અંબુજાને હવે સપ્તતલના ભોંયરામાં રાખી છે : પણ પારકી પંચાતમાં રસ લેનારા લોકો કહેતા કે મોટાનાં જોણાં ન જોવાં ! આપણે આપણું જુઓ !
આવી અલબેલી નગરી ભણી ધારાવાસના એક વખતના રાજ કુમાર, મહારાજ દર્પણર્સનના સહપાઠી ને આજના સંન્યાસી આર્ય કાલક આવી રહ્યા છે, એવા સમાચાર નગરીમાં થોડા દિવસથી પ્રસર્યા હતા. વિલાસની નગરીને વૈરાગ્યનાં તોરણ બાંધવા આવી રહ્યા છે, એમ પણ કેટલાક કહેતા.
174 D લોખંડી ખાખનાં ફૂલ
23
નરનાં શિકારી
અવન્તિની મત્ત અભિસારિકાઓ અવનિતળમાં વિખ્યાત હતી. સંસ્કારિતા એમના સંપર્કથી મૂલવાતી. ઉજ્જૈનીનાં અભિસારિકાગૃહો નગરના પ્રવાહોનાં ભારે જ્ઞાતા હતાં. તેઓમાં એક વાત પ્રસરી ગઈ હતી : ‘કોઈ તરુણ રાજસંન્યાસી ઉજ્જૈનીને આંગણે આવ્યો છે. મોહ થઈ આવે એવું મુખડું છે. આવો પુરુષ પામીને સ્ત્રીનો અવતાર સફળ થઈ જાય.'
એક અભિસારિકા ગર્વભેર બોલી : ‘અરે, મારે તો આજ રાતે જ એ સંન્યાસી સાથે અભિસાર સાધવો છે.'
‘ભલભલી મોહિનીનો ગર્વ ઉતારી નાખે એવો એ મુનિ છે. અહિંસા એનું વ્રત છે. સત્ય એનો ધર્મ છે. સંયમ એ એનો જીવનવ્યવહાર છે. મોહ માયામમતા તો અને સ્પર્શી જ શક્યાં નથી.' બીજી અભિસારિકા બોલી.
‘તો તો એ ભિક્ષાવૃત્તિથી જ પેટ ભરતો હશે ?' ત્રીજી અભિસારિકા બોલી. ‘તને ભિક્ષા આપવાનું મન છે, કાં અલી ?' બીજીએ વ્યંગમાં કહ્યું : ‘આપણે બીજાને ભીખના ટુકડા નાખીએ, આપણને આવા કોઈક ભિક્ષા આપે કાં ?'
‘અલકા ! આપણી ભિક્ષા એટલે શું એ તો તું જાણે જ છે. ભલભલા યોગી ભૂલા પડી જાય ! કલિકા ! હમણાં જ એક યોગીને મેં પાડ્યો : શુદ્ધ બ્રહ્મચારી ! બિચારાએ જીવનમાં સ્ત્રીનો સ્પર્શ સુધ્ધાં નહિ કરેલો !
‘રે અલકા ! એવા યોગીને પાડી દેવાય ?' કલિકા બોલી.
‘કલિકા ! આપણી પાસે પણ મન છે, ને મનમાં વાસના પણ છે. સત્ત્વહીન, સ્વાર્થી ગ્રાહકોથી કંઈ મન થોડું તૃપ્ત થાય છે ? એ તો ધંધાદારી ચાલ છે. આપણું મન તો આવા યોગીઓથી જ ભર્યું ભર્યું થાય. એના સહવાસે આપણા દેહમાં સુવાસ પ્રગટે. એ યોગીને મેં સોળ શૃંગાર સજી વાજિકરણના લાડુ આપ્યા. કદલીગૃહમાં એ