________________
25
અલકા મેનકા બની.
મહામુનિ કાલક ઉજ્જૈનીમાં ઘૂમી રહ્યા છે. જેમ ઊંચી ધજા હંમેશાં દરેક દિશામાં ફરહર્યા કરે, એમ ધર્મની ધજા ફરકાવતા એ ચારેકોર ફર્યા કરે છે.
નગરી ઉજ્જૈનીમાં તો ડગલે ને પગલે વિલાસ છે. ત્યાં ચર્ચા શુંગારની છે, વાદ યુદ્ધના છે : ને આચારમાં અભિચાર છે. છતાં આ પુરુષ-સિંહને એનો કશો ડર નથી!
- ઉજ્જૈની તો અલબેલી નગરી, ત્યાં મોટા મોટા સાર્થવાહોના પડાવ છે. ઉત્તરાપથનો મહાન ધોરી માર્ગ અહીંથી પસાર થાય છે. ઠેઠ ગાંધારના પાટનગર તેષશિલાથી રવાના થયેલો સાર્થવાહ ખુશ્કી માર્ગ કાશી આવતો. કાશીમાં કાશી વિશ્વેશ્વરનાં દર્શન કરી વત્સ દેશની રાજધાની કૌસાંબીએ આવતો અને ત્યાંથી ઉજ્જૈનીની દિશા સાધતો.
ઉજ્જૈની તો ગમે તેવા સાર્થવાહની તન, મન અને ધનથી ભૂખ ભાંગતી. ઉજજૈનીથી દક્ષિણાપથના ગોદાવરી તટની પ્રતિષ્ઠાન (પૈઠણ) પુર સુધી સાર્થવાહો આગળ વધતા.
- પંચરંગી પ્રજાની નગરી ઉજ્જૈની અનેક ઉત્સવોથી ધમધમતી રહેતી, આર્ય મુનિ કાલકને પણ આ ક્ષેત્ર ધર્મપ્રચાર માટે યોગ્ય લાગ્યું. રાજકીય જીવનથી તેઓ સર્વથા પર હતા; એનું સ્વપ્ન પણ એમના ચિત્તમાં નહોતું અને ક્યારેક તો રાજા દર્પણસેન અહીં રાજ કરે છે એનો પણ એમને ખ્યાલ ન રહેતો. પોતાને સંહારવા માટે અથવા પછાડવા માટે એણે વિષકન્યા સુનયનાને મોકલી હતી, એ વાતની યાદ પણ એમને આવતી નહીં; એ વાત પણ એમણે કદી કોઈને કરી નહોતી.
અહીં એક મોટો વિદ્યાનો મઠ હતો. હજારો વિદ્યાર્થીઓ એમાં વસતા હતા. અનેક વિદ્વાનો ત્યાં ભણાવવા આવતા. ભારતભરમાંથી પ્રસિદ્ધ મહાપંડિતો ત્યાં
જવામાં ગૌરવ લેખતા. આ મહાપંડિતોએ જગતમાં અનેક ધર્મવાળાઓને હરાવી પોતાનો વિજય હાંસલ કર્યો હતો. તેમને અનેક રાજાઓ તરફથી પાલખી, છત્ર અને મશાલની ભેટ મળી હતી.
મશાલ સોનાની રહેતી અને એમાં સુગંધી ધૂત સીંચાતું. આગળ અને પાછળ ચાલતા હજારો વિદ્યાર્થીઓ એમનો જયજયકાર કરતા.
લગ્નના ઉત્સવની જેમ ચર્ચાના ઉત્સવોની પણ ભારે ધમાલ રહેતી. મધ્યાન્ને રોજ જમણ થતાં, સવાર-સાંજ કઢેલાં દૂધનાં કડાયાં અને બદામ-કેસર ઘૂંટાતાં.
વાદ એવા ચાલતા કે એમાં દિવસો વ્યતીત થઈ જતા અને ધર્મતત્ત્વના નિર્ણયના બહાને થતા વાદ છેવટે વાક્છલ કે વચનચાતુરીમાં પૂરા થતા. જે વાચાળ, જે દલીલબાજ , એ જીતી જતો, સત્યને કોઈ જોતું નહિ.
મહાન વાદી ધારે તો ઈશ્વરની સ્થાપના કરતો; ધારે તો ઈશ્વરને ઉપાડી દેતો. કેટલાક વિવાદચતુર પંડિતો ભાડેથી વાદ કરતા. તેઓ માનતા કંઈક અને સિદ્ધ કરતા કંઈક ! સત્યના મોને સુવર્ણથી દાબી દેતા. દરમેન પારેખ સત્યના હિત મુદ્રમ્ |
લોકોને મલ્લોની કુરતીમાં જેટલો રસ રહેતો, એટલો જ રસ એમને આ વાદાવાદમાં આવતો ! જીવનને અને આ વાદ ચર્ચાને જાણે કંઈ સંબંધ જ નહિ ! વિદ્યા માત્ર માનપાન મેળવવા. અર્થપ્રાપ્તિ કરવા કે કીર્તિ રળવવા માટે જ પ્રાપ્ત કરવામાં આવતી.
એક વાર આવી એક ચર્ચા-સભામાં મુનિ કાલક ઉપસ્થિત થયા. એમણે થોડીવાર વચન-કુસ્તી કરી, પણ અંતે બોલ્યા : “શરીરની કુસ્તી જેવી આ વચનની કુસ્તીનો કંઈ અર્થ ? જે પ્રવૃત્તિ આત્મલક્ષી નથી; તે ગમે તેવી સારી લાગે તો પણ ઉપાસનીય નથી.'
‘આત્મા શું છે, એ વાતનો શાસ્ત્રાર્થ કરવો છે, મુનિ ?” અનેક પંડિતો બૂમ પાડી ઊઠ્યા, એમના દેહના ડાબડામાંથી જાણે વાદવિદ્યાનો રસ બહાર ઢળી જતો. હતો !
‘આત્મા વિશે તમે શું કહો છો ?” મુનિ કાલકે પૂછયું. ‘તમે જે કહો તેનાથી વિરુદ્ધ.” પંડિતો ગર્વથી બોલ્યા. ‘હું હા કહું તો ?”
‘અમો ના સિદ્ધ કરી આપીએ. અમારું ઉપનામ વાદીઘટ મુદ્ર છે.' પંડિતોએ કહ્યું. તેમનો અનુયાયી વર્ગ જયજયકાર બોલી રહ્યો. ‘હું ના કહું તો ?'
અલકા મેનકા બની ] 191