________________
જેનાથી થાય
તે બ્રહ્મ કહેવાય ?’
કોઈ પૂછતું : આ સઘળો સંસાર પ્રાણમાં લય પામે છે, તો પ્રાણવાયુમાંથી જગતની ઉત્પત્તિ કેમ ન માનવી ? શું બ્રહ્મમાંથી પ્રાણ, મન, ઇંદ્રિયો, આકાશ, વાયુ, જ્યોતિ, જળ અને પૃથ્વી ઉત્પન્ન થતાં એ વાત સાચી છે ?
કોઈ વળી પ્રશ્ન કરતું કે અલખમાંથી બ્રહ્મની ઉત્પત્તિ થઈ છે કે નહિ ? થઈ તો કેવી રીતે ?
કોઈ પૂછતું : જીવમાં બ્રહ્મ અંતર્યામી તરીકે વાસ કરે છે. આ જીવ બ્રહ્મસુખને પામીને આનંદયુક્ત થાય છે. આ સાચું છે ? જગતકર્તા કોણ છે ? દેવતાઓનું જગતકતૃત્વ દેવોએ સ્વીકારેલું છે ખરું ?
કોઈ કહે : બ્રહ્મ નિર્વિશેષ છે, બ્રહ્મ ચૈતન્યમય છે, તે અમને સિદ્ધ કરી આપો. વળી કોઈ કહેતું : જે તું તે જ હું, હું અન્ય નથી. હું દેવસ્વરૂપ છું. હું શોકરહિત સાક્ષાત્ બ્રહ્મ છું. હું સચ્ચિદાનંદ સ્વરૂપ નિત્યમુક્ત ઇત્યાદિ છું, આ સમજાવો.
આવી આવી ચર્ચાઓ દિવસો સુધી ચાલતી. કાળા કેશ શ્વેત થાય ત્યાં સુધી આ વાદપરંપરા ચાલતી. આમાંથી કંઈ નિવેડો આવતો કે નહિ, તે કોઈ જાણતું નહિ. ઈશ્વરની ચર્ચામાંથી ઈશ્વર તેમને મળતો કે નહિ તે પણ જાણવામાં આવતું નહિ. પણ એક ભારે કલહ, એક અજબ ઉત્સાહ અને એક જબ્બર વાક્ચાતુર્યનો આ સંસાર અવિરત ચાલ્યા કરતો.
કેટલીક વાર રાજાઓ આમાં દખલ કરતા, ત્યારે ચર્ચાસ્થાનો મધપૂડાની માખો જેમ ગુંજારવ કરી ઊઠતાં. રાજા જે ધર્મ સ્વીકારતો યા જે ધર્મને માન આપતો યા રાજધર્મ બનાવતો એ ધર્મ એ સમયપૂરતો શ્રેષ્ઠ ઠરતો. એનાં મંદિરો રચાતાં. એના જયનાદ ગવાતા. એના ગ્રંથોની નકલો થતી. એના સાધુઓ સત્તાધીશોની જેમ
મહાલતા.
ઉજ્જૈનીના આ આશ્રમો, મઠો, ઉપાશ્રયો છોડીને દૂર જતાં ગુફાઓમાં, ભૃગૃહોમાં, ભુલભુલામણીવાળા મહેલોમાં ધર્મના નામે જુદા જુદા તંત્રમાર્ગો ચાલતા જોવા મળતા. આ બધા શ્રુતિ-સ્મૃતિ અને તંત્રવચનોનો જુદો જુદો અર્થ કરી પોતાનો ધર્મ ચલાવતા.
આ ધર્મની સંખ્યા ઉજ્જૈનીમાં વિશેષ હતી, કારણ કે કેટલાકને તો રાજ્યાશ્રય મળ્યો હતો. આ તંત્રમાર્ગોમાં સર્વ સામાન્ય લોકોને સહેલાઈથી પ્રવેશ ન મળતો, જ્યારે ઉચ્ચ કુળની લલના યા અતિ રૂપવતી નર્તિકા યા ચતુરા સ્ત્રીનો પ્રવેશ એમાં સરલ હતો. આ તંત્રમાર્ગોની સાધનામાં સ્ત્રી મુખ્ય સ્થાને લેખાતી. પુરુષોની ખૂબ 172 – લોખંડી ખાખનાં ફૂલ
ચકાસણી થતી, રાજા, અમલદાર કે શ્રીમંતના પ્રવેશ વખતે પણ બળ, આયુ અને આરોગ્ય તપાસવામાં આવતું.
આ માર્ગનાં ક્રિયાઓ અને ક્રિયાસ્થલો ગુપ્ત રહેતાં, પ્રગટ કરનારને જીવહાનિનો સંભવ રહેતો.
આ તંત્રમાર્ગોના કેટલાક સિદ્ધાંતોમાં સુરાપાન વિશે એવો વિધિ હતો કે સંસ્કારહીન મદ્યપાન કર્યાથી મહાપાતક થાય છે; પણ ઉપાસના વિધિ પ્રમાણે, સંસ્કારી રીતે મદ્યપાન કરવામાં દોષ નથી. ઝેર માણસ સ્વયં આરોગે અને એક મહાવૈદ્યના અનુમાન પ્રમાણે આરોગે આ બેમાં જેમ શ્રેય અશ્રય છે, તેમ આ બધા ક્રિયાકાંડોનું છે. અલબત્ત, આમાં વ્યક્તિગત ભેદ જરૂર છે. એના પ્રમાણનો વિધિ પણ છે. ગૃહસ્થ સાધકે પાંચ તોલાથી વધુ ન લેવું. તાંત્રિક સાધનામાં મંત્રાર્થની સ્ફુરણા થવાના ઉદ્દેશથી અથવા બ્રહ્મજ્ઞાનની સ્થિરતા સારુ મદ્યપાન ઇષ્ટ છે. લોલુપ થઈને પાન કરવાથી નરકગામી થવાય છે.
આ તંત્રમાર્ગીઓ વ્યભિચારને પાપ લેખતા, પણ તાંત્રિક ધર્મ અનુસાર, તંત્રોક્ત શૈવવિવાહમાં પાપ માનવામાં ન આવતું. આ તંત્રવિવાહમાં ઉંમર અને જાતિ ન જોવાતાં. કોઈ વાર સર્પિડા કે સભર્તૃકાનો નિષેધ રહેતો. બાકી તંત્રસ્વામી પુરુષની આજ્ઞાના બળે પ્રકૃતિ રૂપે ગમે તે સ્ત્રીને, અમુક સમયમર્યાદા માટે પુરુષ ગ્રહણ કરી શક્યો.
આ તંત્રમાર્ગોમાં જે સાધકો સુરાપાન ન કરતા, તેઓને ‘પશુ’ ઉપનામ અપાતું. માંસ, મદ્ય ને શૈવિવાહ આ પણ મોટાં કર્મ ગણાતાં અને એથી એની મુક્તિ થવાનું માનવામાં આવતું.
અહીં પણ ચર્ચાઓ અને વાદવિવાદો ચાલુ રહેતા અને તર્ક, દલીલ અને યુક્તિઓની પટાબાજી ચાલ્યા કરતી.
શૈવિવાહ ગમ્ય કે અગમ્ય ? કોઈ શિષ્ય આ પ્રશ્ન ઉઠાવતો તો તેને તર્કયુક્ત જવાબ મળતો કે :–
યવની કે અન્ય જાતિની પરદારા સાથે ગમન કરવામાં પાતક અવશ્ય છે, અને તેવો પુરુષ ચોર અને ચંડાળના કરતાં પણ અધમ ગણાવો જોઈએ. પણ તંત્રોક્ત શૈવવિવાહ દ્વારા વરેલી સ્ત્રી વૈદિક વિવાહથી વરેલી સ્ત્રીની જેમ અવશ્ય ગમ્ય બને.’
વિશેષમાં એ દલીલ આપવામાં આવતી કે વૈદિક વિધિપૂર્વક વિવાહિતા સ્ત્રી જન્મની સાથે જ કંઈ પત્ની થઈને અવતરેલી હોતી નથી. તેની સાથે આજે પરણતા પુરુષને ગઈ કાલે કંઈ સંબંધ નહોતો, પણ આજે બ્રહ્માએ કહેલા મંત્ર બળથી એ અર્ધાંગના બની, તો મહાદેવે કહેલા મંત્ર દ્વારા ગૃહીત જે સ્ત્રી તે પત્ની રૂપે ગ્રાહ્ય
અલબેલી ઉજ્જૈની D 173