________________
માટે વૃથા છે. ધર્મને નજર સામે રાખ. સતત મહામુનિઓના એ વાક્યને અરજે : THE નચ મેં જોરું, નાઇમનરસ રસરું 1 ‘હું એકલો છું. મારું કોઈ નથી. હું કોઈનો
બારણે બારણે મોતીનાં તોરણ રચાયેલાં હતાં, પણ એના કરતાં ભક્તહૃદયોના ઉદ્ગારનાં મોતી અદ્ભુત હતાં.
મુનિ બનેલા કાલકે ફરી સૂત્રોચ્ચાર કર્યો.
સમય સવભૂસુ, સસ્તુ-મિત્તે વા જગે; પાણાઇવાયવિરઈ, જાવજીવાએ દુષ્કરે.”
(પીડાકારક પ્રાણી વિશે પણ પીડા ન કરવાનો સમતાભાવ જીવનભર ટકાવવો દુષ્કર છે. મિત્ર હોય કે શત્રુ હોય; સર્વ જીવો તરફ સમભાવે વર્તવું એનું નામ અહિંસા.)
ચારે તરફથી નાદ ઊઠ્યો : ‘સમતાભાવનો જય હો ! અહિંસાધર્મનો વિજય હો !?
ભર્યા જયજયકાર વચ્ચે ભાઈબહેન નગરી વટાવી ગયાં. નગરના ઉપવનમાં આવતાં તેઓએ માનવમેદનીને કહ્યું :
| ‘તમે બધાં અહીં રોકાઈ જાઓ. સંસારમાં સહુ સંબંધો આખરે છોડવાના છે. અમે જરા વહેલાં છોડીએ છીએ એટલું જ .”
માનવમેદની ત્યાં રોકાઈ ગઈ. કાલકે આગળ પ્રસ્થાન કર્યું. સરસ્વતીએ અનુસરણ
“ધર્મના મૂર્તિમંત સ્વરૂપ જેવા ભાઈને હું ભૂલી શકીશ નહિ, પણ ચર્મચક્ષુનો રાગ ઓછો કરવો એ સાધ્વી તરીકે મારી ફરજ છે. દીપકથી જ્યોત ભલે જુદી પડે” સરસ્વતીએ કહ્યું.
અને બંને જણાં જુદાં પડ્યાં.
જુદાં પડતી વખતે સરસ્વતીએ કહ્યું : “સાધુધર્મ પ્રમાણે ચાતુર્માસના ચાર મહિના એક સ્થળે રહેવાનું થશે. દર વર્ષે નહિ તો દર ત્રીજા વર્ષે, એક જ નગરીમાં આપણે ચાતુર્માસ નિર્વહીશું.
‘વારુ.” મુનિ કાલકે હા કહી.
એક દિવસ સાધ્વીસંઘ સાથે સરસ્વતી જુદી દિશામાં ચાલી ગઈ. મુનિ કાલકે પોતાના સમુદાય સાથે ન્યારો માર્ગ પકડ્યો.
આર્ય કાલકે છેલ્લો સંદેશ આપ્યો. એ છેલ્લો સંદેશ હવામાં ગુંજી રહ્યો : સરસ્વતી ! અદીન-મના બનજે મનથી કદી લાચાર ન બનીશ ! વેરીને વહાલ કરજે, વિષયને નહીં.'
કર્યું.
પણ બહેનથી પૂછ્યા સિવાય ન રહેવાયું : “ભાઈ ! સુનયના કેમ ન આવી ?' ‘એની ચિંતા આપણને શી ?” ‘કેવું સૌંદર્ય અને કેવી અવદશા ?'
સૌદર્યનું તુંબડું માનવીને તારે પણ ખરું અને ડુબાડે પણ ખરું. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ, આજ સુધી સુનયના હિંસક પશુ જેવી હતી. એણે રમતવાતમાં ન જાણે કેટકેટલી હત્યા કરી હશે ! હવે એનું પશુપણું ચાલ્યું ગયું છે, પ્રેમતત્ત્વ જાગી ઊઠવું છે.' કાલકે કહ્યું. બહેન અને ભાઈ ઉપવન છોડી જંગલમાં પ્રવેશ ગયાં હતાં.
થોડા દિવસો સુધી નગરજ નો સમાચાર મેળવતા રહ્યા. એક દહાડો સમાચાર આવ્યા કે ભાઈબહેનના રાહ અલગ થયા.
મુનિ કાલકે એકદા સાધ્વી સરસ્વતીને કહ્યું : “બહેન ! જીવો સંજોગમૂલા (સંયોગાધીન) છે. આપણે દેહની અને મનની આળપંપાળ તજવી ઘટે. એકબીજાના દેહને નીરખીને સંતુષ્ટ થવાને બદલે હૃદયની એકતાથી સંતોષી બનતાં શીખવું ઘટે. ક્ષરદેહની મોહિની છેવટે નિરર્થક છે. ભાઈને ભાઈ સમજી નજર સામે રાખવો સાધુ
166 D લોખંડી ખાખનાં ફૂલ
ત્યાગના પંથે B 167