________________
સ્વભાવ વિચિત્ર હોય છે. જડ નગ્નતાને પૂજી શકો, નગ્નતાને જીવંત જોઈ ન શકો.
આજ કેટલીક વાતો યાદ આવે છે, એ યાદ પણ મીઠી લાગે છે. હું તને કહીશ. માણસ એટલે મન, મનને જૂની નવી વાતો સંભારવી બહુ ગમે છે. મહાગુરુ મહામાના આશ્રમમાં. વિદ્યાર્થીજીવન જીવતાં, આપણે કંઈ કંઈ કલ્પનાના મહેલ ચણેલા, અંતઃકરણ તો આડ-પડદાવાળું છે. એ કંઈ બોલતું નથી; છતાં બધું જ બોલે છે. તેં મારી ગૂંચળાવાળી અલકલટો એક વાર નહિ, અનેક વાર સમારેલી. એ વખતે મારા અંતઃકરણે તારા અંતઃકરણ સાથે જે વાતો કરેલી, તે મને પૂરેપૂરી યાદ છે, અને એ જ મારું આશ્વાસન છે.
આત્મા ને મને તો બધાં પાસે સરખાં હોય છે, પણ તમે ભારતીય આત્માઓ હંમેશાં સંયમમાં માનો છો. ભૂખ લાગી હોય છતાં ભૂખ્યા રહેવામાં કે અડધે પેટે રહેવામાં પુણ્ય માનો છો. તરસ લાગી હોય અને તરસને ન છિપાવવામાં ધર્મ માનો છો. તમે કહો છો, કે વિષય તરફ દોડતું મન કાબૂમાં આવે એ માટેની આ કસરત છે.
“અમારું લોહી જુદું માને છે. અમને તો ભૂખ લાગે કે અમે ખૂબ જ મીએ : અકરાંતિયાંની જેમ એટલું જ મીએ કે પછી મનને જમવાની રુચિ જ ન થાય. અમને તરસ લાગે એટલે સાગરના સાગર પી જઈએ છીએ : પછી પીવાની વાતમાં મન કદી ઉત્સાહી ન રહે, અલબત્ત, અમારી માન્યતામાં સંઘર્ષ વધુ રહે છે, કારણ કે એમાં વિષયોને પ્રાપ્ત કરવાના હોય છે. તમારે ત્યાગ કરનારને વિષય પ્રાપ્ત કરવાની ઉપાધિ હોતી નથી એટલે તમે શાન્તિને જીવન માનો છો, ત્યાગને સુખ માનો છો. અમે ભોગને સુખ માનીએ છીએ ને સંઘર્ષને જીવન માનીએ છીએ.
‘મહાગુરુ મહામઘના આશ્રમમાં બાહ્ય રીતે તો જીવન જીવવાની તમારી રીતો જ સ્વીકારાતી હતી, પણ અંતરમાં તો ત્યાં પણ અમારી માન્યતાનું જ રટણ રહેતું. હતું. પહેલાં ભોગ ભોગવનાર ને પછી એને તજનાર ભગવાનમાં અમને શ્રદ્ધા હતી. પરિણામે તમે બંને અડધે રસ્તે નાસી છૂટ્યાં, અમે બંને છેક છેલ્લે સુધી એમાં રત રહ્યાં, સહુ સહુની આગવી શ્રદ્ધાની વાત છે..
| ‘મહાગુરુની રક્તપદ્મ અને નીલકમળવાળી સિદ્ધિપદની અંતિમ વિધિમાં તમે નિષ્ફળ પુરવાર થયાં : અમે એમાં સંપૂર્ણ પાર ઊતર્યા. દર્પણ આજે મહારાજ દર્પણસેનને નામે વિખ્યાત છે, અને જેના મંત્રબળથી, જેની તાંત્રિક વિદ્યાર્થી ને જેના અજેય બાહુબળથી દેશ આખો થરથર કંપે છે, એ દર્પણ-એમાં લોહપુરુષ સરજાયો.
‘મહાગુરુનો આશીર્વાદ મળ્યો કે દુનિયામાં તારા લોહને કાપે તેવી તલવાર મળવી દુષ્કર છે. તેને કોઈ પલટે તો પારસમાં પલટે, જગતમાં દર્પણના નામના સિક્કા ચાલશે. એના ઘોડાની લગામ ઝાલી, એની વિજયકૂચને થંભાવનાર કોઈ નહિ મળે.’
114 D લોખંડી ખાખનાં ફૂલ
‘તને આજે ‘પ્રિય કાલક' કહીને સંબોધું તો તું માફ કરજે. સંસારમાં આખો હાથી દાનમાં આપનારનું મન, ઘણી વાર અંકુશના દાનમાં ભરાઈ રહે છે. મારા માટે એમ માનજે. પણ એક વાર ‘પ્રિય’ તરીકે સંબોધ કરી લેવા દે. તું દર્પણનો થોડો ઘણો હરીફ હતો. વિદ્યાધર મહાગુરુ મદારી અને રીંછના વેશમાં આવીને તને મળી ગયા. આવ્યા હતા તો તને નષ્ટભ્રષ્ટ કરવા; પણ જ્યારે તેં પોતે સ્વયં શાપની આશિષ માગી ત્યારે એમનું મન ડોલી ગયું. એ માગવા આવ્યા હતા કે તારી વિદ્યા બધી પાછી આપ, પણ તેં તો એ માગ્યા પહેલાં જ પરત ધરી દીધી, મહાગુરુ તમ બંને પર પ્રસન્ન થયા. મારા વિશે પણ તને ભલામણ કરી. વિધિ પછી મારા ઉદ્વિગ્ન રહેતા ચિત્તને એ આ રીતે પ્રસન્ન કરવા માગતા હતા, પણ એ વાત પછી. તેઓ છેલ્લે સરસ્વતીને નિર્ભયતાની આશિષ આપીને પાછા ફર્યા.
‘નિર્ભયતા નારીને બહુ જરૂરી છે, પણ તે ભયના પ્રસંગે. ચાલુ જીવનમાં તો શરમ-લજ્જા એ સ્ત્રીનું પરમ ભૂષણ છે. આ વાત મારા દાખલાથી હું સ્પષ્ટ કરીશ. છેલ્લી મહાગુરુની વિધિમાં ગુરુદેવે આનંદભરવીની સાધના માટે નગ્ન નારીની માગણી મૂકી. બધી સ્ત્રીઓ લજ્જાથી આઘીપાછી થઈ ગઈ; હું આગળ વધી. મેં વિચાર્યું કે નગ્નત્વ શું બૂરી ચીજ છે ? વસ્ત્ર-અલંકાર તો નકલી આચ્છાદનો છે. બાળક નગ્ન છે, શું ભૂંડું લાગે છે ? સાધુ દિગંબર છે, શું એ નગ્નત્વ દોષરૂપ છે?
| ‘પ્રિય કોલક ! તને શું કહું ? મારા મનનો હંસ આશાનું મોતી લે છે, ને નિરાશાનું મૂકે છે. નિરાશાનું લે છે, ને આશાનું મૂકે છે. કર્યું ગૂગવું અને કહ્યું ને ચૂમવું એ જ સમજાતું નથી ! હું નગ્ન બનીને મહાગુરુની પૂજા સ્વીકારતી ઊભી રહી, ત્યારે મારા મનને ગર્વ સ્પર્શી ગયો, હું સહુને નિર્બળ માની બેઠી, મેં કહ્યું કે મન નબળું હોય એને નગ્નત્વની બીક ! મારું મન ! અરે, એ તો વજ થીય અભેધ !
‘પૂજા પૂરી થઈ. મહાચક્રની વિધિ આવી. મને લાગ્યું કે હવે હું સામાન્ય સાધકની કોટિની રહી નથી, સિદ્ધ કોટિની થઈ ગઈ છું. મને મહાકમલિનીને પુણ્ય કે પાપનાં જળ સ્પર્શી જ ન શકે. તંત્રવિદ્યાનું આ પરિબળ છે. માણસના મનને પકડીને એની પાસે ધાર્યું કરાવે છે.
‘હું મહાચક્રમાં પ્રવેશી. તમે બે ભાગ્યાં એ મેં જાણ્યું. એ વખતે મહાગુરુએ મંત્રવિદ્યાથી તમને આગળ વધતાં અટકાવવા ઘણા પ્રયત્નો કર્યા; મનસંકેતથી ઘણા પ્રત્યવાય તમારા માર્ગમાં ખેડા કરવા એ મધ્યા; પણ તમે છટકી ગયાં. મહાગુરુ એ વખતે બોલ્યા કે સિંહણના દૂધને સુવર્ણપાત્ર સિવાય કોણ જીરવી શકે ? કાલક અને સરસ્વતી માટીનાં પાત્ર હતાં, ભાંગી ગયાં તે સારું થયું ! મહાચની વિધિનો પ્રારંભ થયો. પંચમકારની ઉપાસના અમે શરૂ કરી. મલ્ય
મને ભૂલી જજે ! | Ins