________________
કાલકને એણે પોતાની ગોદમાં ઉછેર્યો હતો.' | ‘મને સ્વપ્ન આવ્યું હતું. કાં સરસ્વતી ? કાલકે સરસ્વતીને સંબોધી..
‘ભાઈ સ્વપ્ન સહુ સાચાં થશે.” સરસ્વતીએ જૂના સ્વપ્નની વાત કરી, અને એની સત્યતાને ટેકો આપ્યો.
‘દ્વારપાલ ! લે આ તારું ઇનામ !' કાલકે કંઠમાંથી હાર કાઢીને દ્વારપાલને આપતાં કહ્યું : “વનપાલકને રાજ ભંડારેથી મોં-માગ્યું ઈનામ અપાવજે , મારે મન આવી વધામણી પુત્રજન્મના આનંદ કરતાં વિશેષ છે.’
‘પણ કુમાર પોતે તો હજી કુંવારા છે ! પુત્રજન્મનો આનંદ કેવો હોય તેની એમને શી ખબર ?” સુનયનાએ વચ્ચે મશ્કરી કરી. ‘અલબત્ત, પુત્રજન્મની વધાઈ મળે તેવી ગોઠવણ કરવા માટે તો હું આવી છું.’
કાલકે આ ચતુર રમણીના વ્યંગનો કંઈ જવાબ ન વાળ્યો; જવાબમાં ફક્ત એક મુક્ત હાસ્ય કર્યું.
| ‘ભાઈ ! ખરેખર તારી કસોટીની ઘડી આવીને ખડી થઈ છે. એક તરફ રાગ, એક તરફ વિરાગ !' સરસ્વતીએ કહ્યું.
‘બે ઘોડે ચડ્યો છું. કાં મેદાન મારું છું, કાં હાડકાં ભાંગું છું. જોઈએ, શું થાય
‘પમરવાનો સંભવ છે ?” સુનયનાએ આગળ પ્રશ્ન કર્યો. એના રૂપ જેટલું જ આકર્ષણ એના શબ્દોમાં હતું.
‘સંભવ છે, ડર નથી. એક તરફ રાગ છે, એક તરફ વિરાગ છે; આકર્ષણનો છોડ કઈ તરફ ઝૂકે એ કંઈ કહેવાતું નથી. એ માટે તો મનનું પારખું લઈ રહ્યો છું.”
‘વિરાગની આ તમારી અવસ્થા નથી.' સુનયનાએ વળી સખી તરીકે સલાહ આપવા માંડી.
| ‘અવસ્થાનો પ્રશ્ન નથી, આવશ્યકતાનો પ્રશ્ન છે અને આવશ્યકતા પાસે બીજું કંઈ જોવાતું નથી.’
| ‘શી આવશ્યકતા છે ?'
‘એક મુનિનો સંદેશ છે. એણે કહ્યું છે કે, ક્ષત્રિય ! તલવારથી ઘણાં યુદ્ધ લડાયાં, તું હવે તપથી ને ધર્મથી લડે. આજના યુગમાં વમાચાર, કામાચાર અને અનાચાર વધી રહ્યાં છે. એનું નિકંદન કરવા અહિંસાની ઢાલ અને સત્યની તલવાર ગ્રહણ કર ! મેદાને પડ ! જખમ વેઠ ! તારું લોહી દે ! તારું જીવન દે ! ધર્મનો વિજય સાધ.' | તો વિરાગ તરફ તમારા આકર્ષણનો છોડ વધુ ઝૂકી પડવા સંભવ છે, કાં ?” સુનયનાએ પ્રશ્ન કર્યો.
‘જરૂર, સંભવ ખરો !”
‘તો મને રજા આપો.” સુનયનાએ બે હાથની અંજલિ રચતાં કહ્યું. અંજલિ રચવાની અદા પણ ગજબ હતી.
‘શા માટે ?
હું અને અંબુજા નકરી રાગમૂર્તિઓ છીએ.” સુનયનાએ કહ્યું. ‘અંબુજાને હું માત્ર રાગમૂર્તિ માનતો નથી. એ ધર્મમૂર્તિ પણ છે. કાલકે અંબુજા માટેનો પોતાના મનમાં રહેલો ઊંડો ઊંડો આદર બતાવ્યો.
| ‘હું નથી માનતી. અમે તો અનંગમાં અને અંગસુખમાં માનનારાં, છતાં તમારો થોડો ચેપ કદાચ દેવી અંબુજાને લાગ્યો હોય તો ના નહિ.સુનયનાએ કહ્યું. એ ચતુરા નાર વાદમાં એમ કાલકથી હારે એવી નહોતી.
‘અંબુજા તો અંબુજા જ છે.' કાલકે ભાવાવેશમાં કહ્યું, ‘પોતાના પ્રિયનો સ્વહસ્તે ત્યાગ એ જ જગતમાં મોટામાં મોટો ત્યાગ અને એ ત્યાગ અપૂર્વ આદર માગી લે છે.'
‘પણ પછી મને કેવો જવાબ છે ?” સુનયનાએ પ્રશ્ન કર્યો.
મારો ડર તો લાગતો નથી ને ?' સુનયનાએ કહ્યું. ‘ડર લાગતો હોત તો ક્યારનું તમ જેવા કોઈનું શરણ સ્વીકારી લીધું હોત !'
એટલે સ્ત્રી-પુરુષ ભેગાં મળે છે, તે ડરથી બચવા મળે છે કેમ ?” ચતુર સુનયનાએ વળી ચતુરાઈભર્યો પ્રશ્ન કર્યો.
સંસારમાં સ્ત્રી-પુરુષના આકર્ષણનો છોડ જ્યારે એકદમ ખીલી ઊઠે છે, ને પોતાના ભારથી પોતાને પડી જવાનો ભય ઊભો થાય છે ત્યારે તે એક સહારો શોધી લે છે. એ સહારો શોધ્યા પછી એને પડવાનો ડર ઘણો ઓછો થઈ જાય છે, એ સહારાનું નામ લગ્ન ! કાલકે પોતાની રીતે પોતાની માન્યતા રજૂ કરી.
‘પૂછું છું કે રાજકુમાર કાલકનો આકર્ષણનો છોડ હજી પ્રફુલ્યો છે કે નહિ ? કે અકાળે કરમાઈ ગયો છે ?” સુનયનાએ વળી કાલકને શબ્દચાતુરીથી બાંધી લીધો.
છોડ પ્રફુલ્યો છે, સુંદરી !' કાલકે એટલી જ નીડરતાથી જવાબ આપ્યો. ‘તો એને પડી જવાનો ભય છે કે નહિ ?’ સુનયનાએ કહ્યું. ‘પડવાનો ભય નથી, વધુ પમરવાનો સંભવ છે.'
122 D લોખંડી ખાખનાં ફૂલ
બે ઘોડાનો સવાર 1 123