________________
19.
સુનયનાનું અર્પણ
ધારાવાસ નગરીની સરિતા આજે ધન્ય બની ગઈ. ચંદ્રની ધવલ કૌમુદીમાં જાણે સ્વર્ગનાં દેવ-દેવી સ્વયં જલક્રીડા કરવા આવ્યાં હતાં.
અપ્સરા જેવી સુંદર સુનયના આગળ તરતી હતી, ઇંદ્ર જેવો રાજ કુમાર કાલક પાછળ સરતો હતો.
સુનયનાનાં ફૂલગુલાબી અંગો આંખને પકડી રાખતાં હતાં. પૂર્ણચંદ્ર જેવું મોં, અને શ્યામ વાદળનો લીરા જેવો વોભવાંભનો ચોટલો રસિક નરને પાગલ બનાવે તેવો હતો. એની બાંધેલી કંચુકી પણ કંદુકની જેમ પાણી પર ઊછળતી હતી.
પુરુષ પણ કંઈ ઓછો સુંદર લાગતો નહોતો, એના સુગઠિત સ્નાયુઓ જોનારની આંખને ભરી દેતા. એનો વિશાળ સીનો ભલભલી સુંદરીને સેજ જેવો મીઠો લાગતો હતો. કહે છે કે અદ્ભુત નારીઓ આવા એજ બે નરની રાહમાં જીવનભર બ્રહ્મચારિણી રહે છે. જીવનમાં એવો નર ન મળે તો જોગણ થઈ જાય
જુઓને ! નિરખ્યાની આળસ છે, નહિ તો આ જોડ કેવી સુંદર જામે ! સ્વર્ગનાં દેવ-દેવીને પણ એમના સુખવિલાસ જોઈ, એમનું સુરેખ સૌંદર્ય જોઈ ઈર્ષા જાગે.
સુંદર સુનયના જાણે મૃત્યુનો નિર્ણય કરીને, સરિતાના પ્રવાહ માં આગળ વધતી હોય એમ જતી હતી ને બોલતી હતી : ‘રે ! નેહનું એક દાન પણ ન પામી; પછી સૌંદર્યની પ્રશંસાનો અર્થ શો ?'
‘સુનયના ! ઓ ઘેલી સુંદરી !' રાજ કુમાર કાલકે બૂમ મારી : ‘કીમતી જીવન નષ્ટ ન કર. કોઈને પણ પોતાનું જીવન નષ્ટ કરવાનો હક નથી; એ તો હિંસા છે.”
‘હું હિંસા-અહિંસા કંઈ સમજતી નથી, મને મરી જવા દે, કુમાર ! નિરર્થક સૌંદર્યબોજ વહેવાનો અર્થ શો ?' સુનયનાના શબ્દોમાં પથ્થર-દિલને પિગળાવે તેવી આર્દ્રતા હતી.
‘સુંદરી પાછી ફર !' કાલકે ગળગળા સાદે કહ્યું. એના દિલ પર સુનયનાના સૌંદર્યનું આકર્ષણ નહોતું, પણ આવા પ્રતાપી સૌંદર્યદેહ તરફ આદરભાવ હતો. કાલકના કર્તવ્યભાવને આ સુંદરીથીય વધુ સોંદર્યવાન એવા પેલા મુનિઓએ કેળવ્યો ન હોત તો એ અવશ્ય આ કામિનીને કંઠ લગાડત અને સંસારના સુખનો આસ્વાદ લેત; હું અને તેમાં જ સંસારનો સાર પૂરી કરતા | ‘નહિ ફરું !' સુનયનાએ કહ્યું, ને અચાનક જાણો બીધી હોય તેમ ચીસ પાડી ઊઠી. “ઓહ ! મને સાપે ફટકાવી ! મરી ગઈ ! મરી ગઈ !'
પાણીસરસો તરતો રાજ કુમાર ઊંચો થયો. જોયું તો એક સાપ પાણીમાં તરતો તરત સુનયના તરફ જતો હતો.
જતો શું હતો, જઈ પહોંચ્યો હતો ! ને વાહ બહાદુર સુનયના ! હાથથી એને ખાળવા એણે પ્રયત્ન કર્યો, પણ સાપે તો ઊછળીને સુનયનાની ચંપાકળી જેવી આંગળીએ બચકું ભર્યું. સુનયના હમણાં ફાટી પડી સમજો. એ આર્દ્ર વાણી બોલી :
‘પ્રણામ ! કાલક ! નેહભરી સારસીના અંતિમ પ્રણામ !' ‘ઊભી રહે, સુનયના ! હમણાં તારું ઝેર ચૂસી લઉં !'
ના, ના, સાપ ઝેરી છે. મારું સૌંદર્ય પણ ઝેરી છે. મને મરવા દે ! મને સ્પર્શ ન કરતો. અરે ! મારી રગેરગમાં વિષ પ્રસર્યું છે, નહિ જીવું !' સુનયનાની વાણી અત્યંત વેધક હતી.
રાજ કુમારને બહુ અફસોસ થઈ રહ્યો. રાગની પરીક્ષા કરવા જતાં વળી નવું નાટક થયું ! જીવહત્યા કપાળે લાગી ! કાલકે ડૂબકી ખાધી : સીધો પાણી સોંસરવો ! અને નીચેથી એણે આખેઆખી
સુનયનાનું અર્પણ 1 145
સુનયનાએ ખરેખર અજબ નર નીરખ્યો હતો અને અંબુજાએ સાચેસાચી જોડ જોડવા મહેનત લીધી હતી, પણ ન જાણે હમણાં હમણાં આ મૂડિયા સંન્યાસીઓએ એવો ઉપાડો લીધો હતો કે સ્ત્રી-પુરુષના સંબંધોની નિંદા કર્યા કરતા અને ખરેખરી જોડ જામવા દેતા જ નહિ ? અને કોઈક વાર ભૂલેચૂકે જામી ગઈ તો તોડીફોડીને જ શાંત પડતા.
અને બીજુંય ઠીક, પણ કાલક જેવા રાજ કુમારને ભરમાવી, વિરાગના મોટા મોટા મિનારા બતાવી, રસ્તાનો રઝળતો ભિખારી બનાવવામાં એમને શું હાંસલ થતું હશે ભલા ?