________________
કહ્યું.
‘એટલે જેને તમે શત્રુ માનો છો, એ અપેક્ષાકૃત તમારો મિત્ર પણ છે ને !' ‘જરૂર.” દર્પણે કહ્યું, ‘શત્રુને સંહરવા અને મિત્રોને સંરક્ષવા-એ તો પછી તમારી બુદ્ધિ પર અવલંબે
ને ?
પૃથ્વી કોઈ ઠેકાણે એવી નથી જ્યાં ધન નથી અને વનસ્પતિ એ કે એવી નથી જેમાં ઔષધિ નથી. ખોજ કરનારનાં શક્તિ, શીલ અને સંયમ પર એ અવલંબે છે.”
મહાગુરુ મહામઘને આમાં સમસ્ત મંત્ર-તંત્ર-વિદ્યાની ઉપેક્ષા લાગી, પોતાની ભારે મજાક લાગી, પણ તેઓ મૌન રહ્યા.
‘પણ હે મુનિ ! હું તમને પ્રશ્ન પૂછું. નાદવિઘાના જાણકાર રાજ કુમાર દર્પણ જગાડેલા દાવનલની વચ્ચે તમે ઠંડા પાણીના માટલાની જેમ કઈ રીતે શાંત રહી શક્યા ?” કાલ કે પ્રશ્ન કર્યો. એના રાજસિક હૈયામાં સાત્ત્વિકતાનું ઘમ્મરવલોણું શરૂ થયું હતું. | ‘કાલક ! લખી લે, નોંધી લે, આત્મિક શક્તિથી મહાન કોઈ શક્તિ નથી. પણ જનસ્વભાવ જ એવો છે. એ ઝળહળતો હીરો જોઈ પકવ આમ્રફળને તુચ્છ માનવા લાગે છે; પણ પોષણની શક્તિ જેટલી આમ્રફળ પાસે છે એટલી હીરા પાસે નથી, બધે એમાં પોષણ કરતાં શોષણ વધુ છે. આત્મશક્તિ અને મંત્રશક્તિમાં આ ફેર
| ‘સાચું છે, મુનિજન ! પણ હીરો હીરાના ક્ષેત્રમાં અને આમ્રફળ આમ્રફળના ક્ષેત્રમાં તો મહાન છે ને ! ભય વિના શાસન નથી. માણસ આખરે પશુ છે.” દર્પણ વચ્ચે ચર્ચામાં રસ લીધો.
‘અમે તો પ્રેમશાસનના પૂજારીઓ છીએ. અમે તો શક્તિ કરતાં ભક્તિમાં વધુ માનીએ છીએ.’ મુનિજન બોલ્યા.
‘તો તો સંસાર સાધુઓનો અખાડો બની જાય.'
‘ભલે બને. સાધુ જો રાજા હોય, ને રાજા જો સાધુ હોય તો આ સંસારમાં બીજી કોઈ શક્તિની જરૂર ન રહે.’ મુનિએ કહ્યું.
સાધુને પણ શાસન તો છે જ ને. અને શાસન છે તો રાજ દંડ છે. રાજ દંડ જેટલો બળવાન એટલું રાજ બળવાન. જેટલું રાજ બળવાન એટલી જગતમાં શાંતિ.” મહાગુરુએ વચ્ચે વાત ઉપાડી લીધી.
આ તમારાં વિનાશક સાધનોથી શું જગતમાં શાંતિ સ્થપાશે ?'
“અવશ્ય. શત્રુ એનું નામ સાંભળીને થરથર ધ્રૂજશે.’ દર્પણે જવાબ વાળ્યો, ‘વગર લળે, વગર લોહી વહાવ્ય શત્રુ પર ફતેહ સાંપડશે.’
શત્રુ કોણ, એનો નિર્ણય કર્યો તમે !' મુનિરાજે શાંતિથી વાતો કરવા માંડી. ‘જે અમારો વિરોધી એ અમારો શત્રુ.’ આજનો શત્રુ કાલે મિત્ર થાય ખરો ?' અવશ્ય. અમારામાં પાણી જુએ તો જરૂર થાય. ભયથી પ્રીત થાય છે.* દર્પણ
36 D લોખંડી નાંખનાં ફૂલ
અને બુદ્ધિ કદાચ ભ્રમમાં પડી જાય તો ?” | તો શું, મહારાજ ! થવાનું હોય તે થાય.’
એટલે શત્રુ ભેગો મિત્ર પણ જાય. યાદ રાખો કે જે તમારો શત્રુ છે, એ અપેક્ષાકૃત તમારો મિત્ર પણ છે. જે તમારો મિત્ર છે, એ અપેક્ષાકૃત તમારો શત્રુ પણ છે. સંસાર તો ભારે ભુલભુલામણી છે. એવી શક્તિનો સંચય ન કરવો જે પાણી સાથે પાત્રને ગરમ તો કરે, પણ પછી પાત્રને પણ તોડીફોડી નષ્ટ કરી નાખે.'
‘તમારી વાત કંઈ સમજાતી નથી.' દર્પણે અકળાઈને કહ્યું. આવા ચીકણા સાધુને તો બે અડબોથ મારીને અળગો કરવા જોઈએ, એવું એના દિલમાં થતું હતું. અત્યારે આવી વાતો માટે એ તૈયાર નહોતો. એ પોતાની શક્તિનાં સહુ વખાણ કરે, એની અપેક્ષામાં હતો : સરસ્વતી આવીને એને અભિનંદન આપે, મહાગુરુ આગળપાછળનું ભૂલી એનાં વખાણ કરવા લાગે, એમ એ ઇચ્છતો હતો. સારાંશમાં, પોતાનો પ્રતાપ સહુ પર વિસ્તરે તેમ એ ચાહી રહ્યો હતો.
તો આટલાં વરસોની સાધના સર્વ જૂઠી ?” કાલકે કહ્યું.
‘કાલકકુમાર ! વસ્તુ કોઈ સાચી કે જૂઠી નથી, આપણે એને સાચી-જૂઠી ઠરાવીએ છીએ. તમારાં કેટલાંક ગણ્યાગાંઠ્યાં વર્ષોની આ સાધના, સંસારનાં કેટલાં વર્ષ લઈ જશે વારુ ?’ મુનિરાજે પ્રશ્ન કર્યો.
‘અમે ન સમજ્યા.’ કાલકે કહ્યું.
‘આ શક્તિથી તમે સૃષ્ટિના કેટલા જીવોનો વિનાશ કરશો ? શક્તિ તમને યુદ્ધ તરફ લઈ જશે. શક્તિ તમને તમારાથી જરા પણ શ્રેષ્ઠને સહન કરવા નહિ દે. જગતનું એકચક્રી સામ્રાજ્ય જમાવવાની લોહિયાળ લાલસા આ શક્તિ તમારામાં જગાવશે. “આ મારું’ એટલી છાપ મેળવવા માટે તમારી શક્તિ સંસાર પર શાપ ઉતારશે. વિધવાઓ, અનાથો, અપંગોના પૃથ્વી પર ફાલ ઊતરશે. ટૂંકામાં તમે સમર્થ બનવા માટે જગતને ગરીબ બનાવી મૂકશો.’
‘તો શું રાજધર્મ ખોટો છે ?”
શક્તિમાં વસતી અશક્તિ D 37