________________
‘કાલક ઉચ્ચ કોટીનો જરૂર છે. પણ દર્પણની જેમ સિદ્ધ કોટીનો નથી.' મહાગુરુએ જરા જોરથી કહ્યું.
થોડે દૂર દર્પણ અંબુજા જલદી પાછી ફરે એની રાહ જોતો ખડો હતો. અંબુજાની અને મહાગુરુની વાતો લાંબી ચાલી.
સરસ્વતીને આપે શું આશીર્વાદ આપ્યો ?’
‘નિર્ભયતાનો. ગમે તેવા મહાભય સામે એ અડગ રહે.’ મહાગુરુએ કહ્યું. ‘મારું તો બધું વિપરીત બન્યું છે. મને તો ભય પણ કલ્યાણકારી લાગે છે, ગુરુદેવ ! હું નિર્ભય ન હોત તો આ મારી હૈયાસગડી આમ ચેતત નહિ !' ‘તારી હૈયાસગડી શાન્ત કરવા જ હું કાલક પાસે ગયો હતો.' મહાગુરુ આટલું બોલીને થંભ્યા.
“મારા માટે આપ ગયા હતા ?’ અંબુજા બોલી.
‘હા, હું કાલક પ્રત્યેનો તારો પ્રેમ જાણું છું.'
‘પણ મહાચક્રની કોઈ વાત શું કાલક જાણતો નથી ? આ લોકોના કુળસંસ્કારો વિચિત્ર હોય છે. એમાંય સ્ત્રીને તો તેઓ સૂંઘ્યા વગરના ફૂલની જેમ હોય તો જ પવિત્ર લેખે છે. એ મારા વિશે કશું બોલ્યો ?'
‘મહાચક્રની વાત એ જાણે છે, પણ એ મારા શાપથી હવે એને ભૂલવા મથે છે. તારા વિશે એણે સહૃદયતાથી વાત કરી !' મહાગુરુ આ શિષ્યાના મુખકમળને અનુકૂલ વાતથી ખીલવવા માગતા હતા.
‘શી વાત કરી ?’
‘એણે કહ્યું : જોરમાં હું માનતો નથી. અંબુજાની ઇચ્છા હશે એમ કરીશ. કોઈ વાર પુરુષની પા ટકા-અર્ધા ટકાની શિથિલતા ચાલી શકે, સ્ત્રી તો પૂર્ણ પવિત્ર હોવી ઘટે. કુંભારનો ચાકડો ગમે તેવા લાકડાનો હોય, પણ ચાકડા પર ચઢનારી માટી સ્વચ્છ હોવી જોઈએ, જેથી સારું પાત્ર નીપજવાની આશા રહે.'
‘મારી ઇચ્છા હશે તો એ મારો સ્વીકાર કરશે, એમ એણે કહ્યું, કાં ગુરુજી ?’ અંબુજાએ વાત પાકી કરવા કહ્યું.
‘હા, તું કહે તો એ લગ્ન કરવા તૈયાર છે.'
‘પણ સ્ત્રી વિશેની એની વ્યાખ્યા મેં કહ્યું તેવી છે, કાં ?' અંબુજાએ ઊલટો પ્રશ્ન કર્યો.
‘એ તો પછી બધું પૂર્ણમાં ભળ્યું એ પૂર્ણ, છોકરી ! વ્યાખ્યા અને વાતો બધું ભુલાવી શકે છે તારી અજબ રૂપમાધુરી.' મહાગુરુએ વાતની કોટી સાવ હળવી 92 D લોખંડી ખાખનાં ફૂલ
કરતાં કહ્યું, ‘તારી પાસે કયો નર નમે નહિ ?’ ‘હું એટલા બધા રૂપ-તેજવાળી છું ?’
‘હા, અંબુજા ! તારામાં અનેક તેજતત્ત્વોનું મિશ્રણ છે.'
‘પણ ગુરુજી ! હું કોઈને કદી નહિ છેતરું. એમાં પણ કાલક જેવા સરળ સ્વભાવના જીવને તો કદાપિ નહિ.'
‘મૂરખી ! માયાકંચુકનો ઉપદેશ મેં તને હમણાં જ આપ્યો. કોણ છેતરે છે ને કોણ છેતરાય છે ? શું બધું વીસરી ગઈ ? કાલકને તારો બનાવ અને પછી એને નમાવ. મારો પ્રવાસ એ માટે જ હતો.'
‘પછી કાલકને તમે તમારો બનાવશો ?' અંબુજાએ આશ્ચર્યથી પ્રશ્ન કર્યો. એને એમ હતું કે મહાગુરુનો કોપાનલ કાલકને તો બાળીને ભસ્મ જ કરે.
‘હા, એવા સંસ્કારી આત્માઓ મારી વિદ્યાનું વાહન બને, તો. ઘણો આનંદ થાય. આ પાંચ ટેકરીઓમાં આજ મારું તાંત્રિક રાજ છે, પણ કાલે કોણ એ રાજને જાળવશે ? અંબુજા ! કાલક એ માટે યોગ્ય વ્યક્તિ છે. માટે કહું છું કે કાલકને તારો બનાવ !'
‘મહાગુરુ ! હું પણ ઇચ્છું છું, પણ એને છેતરવા નથી માગતી. એ અખંડ સ્ફટિક જેવી પત્ની માગતો હોય તો હું એવી નથી. મારા ભાઈએ મને...!' અંબુજાએ રોષમાં નગ્ન સત્ય કહ્યું.
‘રે મુર્ખ છોકરી ! તું ફરી ફરીને મહાચક્રની વાત કરે છે ?' મહાગુરુ તપી ગયા. ‘એ વિધિ પછી એનું સ્મરણ પણ પાપ છે. ત્યાં કોઈ દેશ નથી, કાળ નથી, સ્વજન નથી. હું નથી, તું નથી, તે નથી. મૂરખ છોકરી ! કમળનો સંઘનાર એના કાદવને સાથે સાથે સૂંઘતો નથી. દરેક વાતનાં મૂળ ગંદાં હોય છે. શાખા-પ્રશાખા ને ફળ-ફૂલ જ સુંદર હોય છે.’
‘ગુરુદેવ ! અસત્ય વદીને તમને નહિ છેતરું. એ ઘટના પછી પાપના પંકમાં ડૂબી ગઈ હોઉં, એવું મને સતત લાગ્યા જ કરે છે. ભાવના ભવનાશિની ! મને રંજ છે કે મેં મારો નાશ કર્યો. મારા સંસ્કારો એટલા હીન. હું શા માટે નાસી ન છૂટી ? મેં મારાં વસ્ત્રો ફગાવતાં સંકોચ કેમ ન અનુભવ્યો ? હું તો દર્પણને પણ કહીશ. તૈય બહેન સાથે પત્ની જેવો વ્યવહાર આચરીને પાપ કર્યું છે. પાપભરી આ વિધિઓ સામે ઝંડો ઉઠાવવા તુંય સંન્યાસી બની જા ! ટેકરીએ ટેકરીએ ફરીને તારી વાતનો પ્રચાર કર ! તંત્રવાદ હીન છે, સાચો માણસ એમાં હણાય છે, હેવાન એમાંથી સરજાય છે.'
અંબુજા ઊકળી ઊઠી હતી. છેલ્લા વખતથી તેના હૃદયનાં જળ ગરમ બાષ્પ માયાકંચુક D 93