________________
સો તેમના લેકસેવાના કાર્યમાં સહકાર આપતા. તેઓશ્રી સંઘના શેઠ હતા અને ધાર્મિક કાર્યોને વહીવટ સુંદર રીતે ચલાવતા હતા.
એક કવિએ કહ્યું છે કે –
जिनेन्द्रपूजा गुरुपर्युपास्तिः सत्त्वानुकम्पा शुभपात्रदानम् । गुणानुरागः श्रुतिरागमस्य नृजन्मवृक्षस्य फलान्यमूनि ॥
ભાવાર્થ-જિનંદ્રની પૂજા, ગુરુની ઉપાસના, પ્રાણિ માત્ર પર દયાભાવ, શુભ પાત્રમાં દાન, ગુણજન પર પ્રીતિ, આગમનું શ્રવણ-આ સર્વ મનુષ્યજન્મરૂપ વૃક્ષનાં ફળ છે.
શેઠ પિચીલાલભાઈમાં આ સંસ્કારો ઊતર્યા હતા અને તેઓ પિતાને માનવજન્મ સફળ કરી ગયા. સામાયિક, પૂજા, ચૌદ નિયમ, વ્યાખ્યાનશ્રવણ, ગુરુસેવા આ તેમના નિત્યનાં કાર્યો હતા. પ્રાતઃ સ્મરણીય શ્રી રવિસાગરજી મહારાજ, શ્રી હીરસાગરજી મહારાજ તેમજ શ્રી કલ્યાણસાગરજી મહારાજ વિગેરે ઘણાના પરિચયમાં તેઓ આવ્યા હતા અને તેથી તેમના ધર્મ-સંસ્કાર વધારે દઢ થયા હતા.
તેમને સંતતિમાં ફક્ત બે પુત્રીઓ હતી, જે પિકી એક બાલ્યાવસ્થામાં ગુજરી ગયેલ અને બીજી પુત્રી મણિ પ્રાંતીજનિવાસી ભાઈ મથુરદાસ (આ પુસ્તિકાના લેખક) સાથે પરણાવવામાં આવી હતી. લગ્ન પ્રસંગે જૈનાચાર પ્રમાણે ઉજમણું કરી જૈન વિધિ મુજબ લગ્ન કર્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com