________________
૨૮
કુંભારીયાજી હાલમાં પંદર ફુટના આશરે છે અને પછી પત્થરની દીવાલ આવે છે. આ યરા માટે એવું કહેવાય છે કે-આ ભેંયરામાં આબૂ પર્વત ઉપર જઈને નીકળતું હતું અને આબૂ પર્વત ઉપર અદ્ધર દેવી છે ત્યાં બહાર નીકળવાને રસ્તે હતે. તે વાત માનવામાં આવે તેવું કંઈ નિશાન જણાતું નથી. ડુંગરે, નદીઓ, પહાડોમાં લગભગ ૨૫ થી ૩૦ માઈલ સુધી ભેંયરું સળંગ હોય તે ગળે ઊતરે તેવી હકીકત નથી.
આ દેરાસરમાં તેની ભવ્યતા અને બારીક કારણે જોતાં કરોડો રૂપિયાને ખર્ચ થએલે જણાય છે. થાંભલા, બારણાં અને ઘુમટેની કેરણ આબૂ ઉપરના દેલવાડાના શ્રી આદીશ્વર ભગવાનના દેરાને મળતી છે. કેટલેક ઠેકાણે તેનાથી ચડી જાય તેવી છે. દેરીઓ ઉપરના લેખ જોતાં દેરાસર તૈયાર થયા બાદ જુદા જુદા સમયે તેમાં પ્રતિષ્ઠાઓ થએલી હોય તેમ જણાય છે. આ દેરાસર બંધાયા તે વખતે આરાસાણ, ચંદ્રાવતી, હડાદ, પિસીના વિગેરે નગર જૈન વસ્તીથી ભરપૂર હતા, અને તેથી તેઓ તથા બીજા લેકે જરૂર જાત્રા કરવા આવતા અને આરાસાણના જેનો સંભાળતા. ભીમદેવ સોલંકી પછી સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ તથા વસ્તુપાળ તેજપાળના સમયમાં જૈન ધર્મની સોળે કળાએ ચઢતી હતી અને જૈન મંદિરનું સારી પેઠે રક્ષણ થતું. અને તે સમયે આ મંદિરો પણ સુંદર સુરક્ષણ નીચે હતા.
| મુસલમાની કાળમાં નુકસાન
પાટણમાં વાઘેલા વંશને છેલે રાજા કરણ વાઘેલે થશે. તેના રાજમાં માધવ અને કેશવ નામના બે ભાઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com