________________
પર
કુંભારીયાજી અને ત્યાં પૈસા ભરી ચીઠ્ઠી લેવામાં આવે છે. આ ચીઠ્ઠીમાં કેટલા પૈસા લીધા તે લખવામાં આવતું નથી. મથાળે માતાજી, કેટેશ્વર, કુંભારીયાજી અને ગબર ગઢની જાત્રા માટે લખેલું હોય છે. બીજા રસ્તેથી આવનાર જાત્રાળુએ પણ નાકે આવી મુંડા ચીઠ્ઠી કઢાવવી પડે છે. મુંડકા બારીએથી જે ચીઠ્ઠી મળી તે લઈ જાત્રાળુ નાકાના ઝાંપે આવે છે. પહેરાવાળે ચીઠ્ઠી લઈ કાશ્મનને આપે અને માણસે ગણી જવા દે છે. દાંતાની રૈયત તેમજ જેને દર બારશ્રી તરફથી મુંકામાં માફી મલી હોય તેને મુંડકાની ચીઠ્ઠી લેવાની રહેતી નથી.
આવવા-જવાના રસ્તા કુંભારીયાજી આવવા માટે મુખ્ય રેલવે સ્ટેશન આબુરોડનું છે અને ત્યાં ઉતરી આવવા માટે પાકી સડક છે અને મોટો દોડે છે. આ સડક સીહી અને દાંતા રાજની હદમાં નીકળી છે. આબુરોડ સ્ટેશનના ચોગાનમાં અંબાજી તથા કુંભારીયાજી તરફ આવવાની અને આબુમાઉન્ટ ઉપર જવાની મોટર ઊભી રહે છે. તે બંને મોટરોની ટીકીટે જુદી જુદી ઓફિસેથી મળે છે. અંબાજી તરફ આવવાની મોટરે એક પારસીની માલીકીની છે અને બંને રાજવાળા પાસેથી તેણે કંટ્રાકટ રાખેલ છે અને સહક તેણે પિતાને ખર્ચ કરી બંધાવી છે. રીપેરીંગ પણ તે જ કરાવે છે. તે જાત્રાળુ પાસેથી રૂ. ૧-૧૨-૦ જવાના અને રૂ. ૧-૧-૦ આવવાના લે છે. તેમાં આબુ રોડથી
જતાં આઠ આના સીહી રાજના ટેક્ષના અને માતાજીથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com