________________
કુંભારીયા
રાજ સાથે સારા સંબંધ જળવાય તેવી રીતે દરેક પ્રસંગે વર્તવામાં આવે છે પણ અમલદારની દખલગીરીને લીધે તીર્થની પ્રગતિ થતી નથી. શાંતિનાથના દેરાસરની દક્ષિણે એક મોટું પીપળાનું ઝાડ છે. તેને નીચે એક મેટો શિલાલેખ હતે તે સં. ૧૯૯૭ ની સાલમાં રાજના માતાજીના અમલદાર ઉપાડી ગયા. આ બાબતની તકરાર પેઢી તરફથી ઠેઠ નામદાર રાણજી હજુર લેવામાં આવી અને શિલાલેખ પાછો આપ ના મદાર રાણાજીએ હુકમ કર્યો પણ પેઢીના માણસની માગણી છતાં પાછા આપવામાં આવ્યો નથી. ધર્મશાળા બંધાવવાની અને કૂ કરાવવાની જરૂર હોવા છતાં રાજની આવી ડખતેથી તે બની શકતું નથી, માટે રાજની સાથે મળીને શેઠ આણંદજી કલ્યાણજીની અમદાવાદની પેઢીના પ્રતિનીધીઓએ રસ્તે કાઢવાની ખાસ જરૂર છે.
આ આરાસાણ ઊર્ફે કુભારીયાજીનું તીર્થ પ્રાચીન ને પ્રભાવિક છે. વળી દેરાસરની કારીગરી ભવ્ય અને સુંદર છે. ચારે તરફ પર્વતમાળા હોવાથી જગા પણ રમણિય જણાય છે. અને સુંદર ઠંડો પવન ઉનાળામાં પણ ચાલુ હેય છે. તેથી જાત્રાળને આરામ અને શાન્તિ મળે છે. બની શકતી સગવડ થઈ છે. આ તીર્થ આખા હિન્દુસ્તાનના જન - તામ્બર મતિપૂજક જૈનોનું છે. સારી રીતે ઉતરવાની સગવડ થાય તે જાત્રાળુ ઘણું મોટી સંખ્યામાં આવે તેમાં રાજની પણ શોભા છે, માટે રાજ તરફથી તીર્થની ઉન્નતિ થવાના કામમાં પેઢીને મદદ આપવી જોઈએ, નકામી ડખો દૂર કરવી જોઈએ અને રાજના અમલદારોએ અને નામદાર મહારાણા સાહેબે અડચણે ન નાંખતાં સરલ અને ઉદાર મનથી સહકાર આપવો જોઈએ. તેમાં જ રાજની કીતિ છે, આ તીથ રાજની શોભારૂપ છે. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com