________________
૫૮
વાણિયાની ઉત્પત્તિ
-
~-- -- --
-
ખબર લેવા આવ્યાં. રાજાએ બહુ જ નમ્રતાથી બે હાથ જે પ્રાર્થના કરી અને દેવીના ચરણમાં પડ્યો. પ્રજાએ ભાવપૂર્વક ભક્તિ કરી, તેથી દેવીએ પ્રસન્ન થઈ પિતાના કંઠની માળા નગરજનેને આપી. અને રનપુર નામ બદલી નગરનું નામ શ્રીશ્રીમાલ સ્થાપ્યું. નગરજનેએ લક્ષમીદેવીનું મંદિર બંધાવ્યું અને માળા શ્રીદેવીનાં કંઠમાં આરોપણ કરી. દેવીએ શ્રી શ્રીમાળી જ્ઞાતિની સ્થાપના કરી.
આ શ્રીશ્રીમાલ નગરમાં કરોડપતિ હોય તે નગરના કેટમાં રહે અને બીજા બહાર રહે એવી પ્રથા હતી. નગરમાં ઉહડ અને શહડ નામના બે ભાઈ હતા, રહડ કરોડપતિ હતે. ઉહડ પાસે કરેઠમાં એક લાખ ઓછા હતા તેથી કરોડની રકમ પૂરી કરવા તેણે એક લાખ તેના ભાઈ પાસે માગ્યા પણ તેણે આપ્યા નહીં તેથી ઉહડને ખોટું લાગ્યું અને નસીબ અજમાવવા બીજે સ્થળે જવાને વિચાર કર્યો. રાજાના પુત્રને તેના પિતા સાથે અણબનાવ થવાથી તે પણ રીસાઈ દેશાવર જતું હતું. તે ઉપલદેકુમાર સાથે ઉડ પણ નીકળ્યો. શુકન સારા થયા. લાંબી મુસાફરી કરી તે સીંધમાં આવ્યા. સીંધના રાજાની રાજધાની નગરઠઠ્ઠામાં હતી. તેને આ બંને જણ મળ્યા અને રાજાની સૂચના પ્રમાણે ઉજજડ પ્રદેશમાં જઈ, ઉએસ નામનું નગર વસાવ્યું. ઉપલદે ત્યાં રાજ થયે અને ઉહડ તેને પ્રધાન થશે. તેઓની આશા ફળિત થઈ. તેના ઘેર એક ગાય હતી. તેનું દૂધ જંગલમાં જરી જાય છે એમ ઉહડને માલુમ પડયું તેથી તેની તપાસ કરવા તે જગલમાં ગયો. જે જગ્યાએ દૂધ જરી જતું જોવામાં આવ્યું તે સ્થળે તપાસ કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com