________________
વાણિયાની ઉત્પત્તિ
શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરની પ્રતિમા નીકળ્યાં. તે જ રાત્રે ઉહડને સ્વપ્નમાં શ્રી શચિદેવીએ આવીને કહ્યું કે-હું નગરનું રક્ષણ કરનાર દેવી છું. તને જે પ્રતિમાજી મળ્યાં છે તેમનું દેરૂં બંધાવ અને પાસે મારું મંદિર બંધાવ અને ઉસવંશની સ્થાપના કર. ઉડે રાજાને સઘળી હકીક્ત કહી અને મંદિર બંધાવ્યાં, ઉસવંશની સ્થાપના કરી. ઉસવંશની પરંપરાવાળા “ઓસવાલ' કહેવાયા.
આ બાજુ શ્રીમાલનગરમાં રાજા નબળો પડી જવાથી લુંટફાટ વધી પડી તેથી નગરજને એ પૂર્વના-પૌરવાચકવર્તની મદદ માગી અને દસ હજાર સુભટને તેડી લાવ્યા તેથી લોકોને ભય ટળી ગયો. સુભટોએ શ્રીમાળ નગરની પૂર્વમાં વસવાટ કર્યો અને ત્યાં શ્રી અંબાજી માતાજીનું સ્થાન હતું તેથી અંબાજી માતાજીની ભક્તિઆરાધના કરવા માંડી. તેઓએ પૂન-ઓચ્છવ–મહાવ કર્યો. અંબાજી માતાજી તેના ઉપર પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે-“તમારી ખાંધે વસી તમારું રક્ષણ કરીશ.” સુભટોએ અંબાજી માતાજીને ગોત્રજા સ્થાપી. હેરું રામરાવી તેના ઉપર દંડ, કળશ અને વિજા ચડાવ્યાં. આ સુભટે શ્રીમાળનગરની પૂર્વમાં વસ્યા માટે પ્રાગવાટ કહેવાયા. આ રીતે પરવાડ જ્ઞાતિની ઉત્તિ થઈ.
શીશ્રીમાળનગરને લક્ષમી દેવીને આપેલી બક્ષીસ પાછી લેવાથી કળિયુગમાં તેનું લિામાલ નામ પડયું અને અત્યારે તે નામથી પ્રસિદ્ધ છે. આ નગર હાલમાં મારવાડમાં લપુર શયની હદમાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com