Book Title: Kumbhariyaji Tirth Urfe Arasan
Author(s): Mathurdas Chhaganlal Sheth
Publisher: Pochilal Dungarshi Trust

View full book text
Previous | Next

Page 73
________________ કુંભારીયા એના ખંડિયા હતા અને આરાસાણ એઓના તાબે હતું. જ્યારે અલાઉદ્દીનનું લશ્કર ગુજરાત ઉપર ચઢ્યું અને આરાસાણને નાશ કર્યો. તે વખતે અંધાધુંધીના સમયમાં રાજસત્તાનું કંઇ કેકાણું રહ્યું નહીં. દાંતારાજના વડવાઓ ઠઠ્ઠાથી આવ્યા. તે ચૌદમા સૈકાની શરૂઆતમાં આવ્યા તે હકીકત અગાઉ દાંતાના રાજની હકીકતમાં આવેલ છે. મતલબ કે દાંતાના રાજકાળ પહેલાનાં આ દેરાસરે છે અને તેની આજુબાજુની જમીન પણ દેરાસરોને લગતી છે. કુંભારીયા ગામ પાછળથી વસેલું છે. દાંતાનાં રાજની સત્તા જામતી ગઈ તેમ તેમ આજુબાજુને પ્રદેશ તાબામાં લીધે. દાંતાના સંઘના હાથમાં કુંભારીયાજીને વહીવટ હતે. સંઘ દરબાર સાહેબની રૈયત હતી. તે અરસામાં દેરાસરની આસપાસની ટેકરીઓ અને જમીન કે જ્યાં જૂના આરાસાણનાં જમીનદાત થએલા મકાનની જૂની મોટી ઈંટ વિગેરે મળી આવે છે તે ઉપર ધ્યાન દેવાયું હોય તેમ સંભવ છે. શેઠ આણંદજી કલ્યાણજીના હાથમાં વહીવટ આવ્યા પછી જ્યારે ધર્મશાળા અને કુવાનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે રાજ તરફથી નહીં ઈચ્છવાજોગ વિન નાખવામાં આવ્યું. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ૧ રાજધાની પાને ધારાવર નામના પુસ્તકમાં ભાગ ૧લામાં મારાપાને બારસેકર નામ વાપેલું છે. પાનું જર૧. વળી મા પુસ્તકની વરના પહેલા પ્રકરણમાં ચંદ્રાવતીમાં તેરમા સૈકામાં યોધવળ અને તેની પછી ધારાવર્ષદેવ નામના રાજી થયા અને તે ગુજરાતના રાજના તાબામાં હતા એમ બતાવેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84