Book Title: Kumbhariyaji Tirth Urfe Arasan
Author(s): Mathurdas Chhaganlal Sheth
Publisher: Pochilal Dungarshi Trust

View full book text
Previous | Next

Page 68
________________ ५० કુંભારીયાજી આ મહિનાની નવરાત્રિમાં પુનમ સુધી ભરતી ઘણું હોવાથી ઘણા માણસને ધર્મશાળામાં ઉતરવાની જગ્યા મળતી નથી. જાત્રાળુઓ માટે ધર્મશાળાઓમાં ઉતરવા સિવાય બીજી કંઈ સગવડ હેતી નથી. મેંદીને ત્યાંથી વાસણ, સીધું લાવવું પડે છે. ગોદડાં ભાડેથી આપવાને ઈજારે છે અને ત્યાંથી ગંધાતાં ગાભાવાળા ગંદડાં મળે છે. માતાજી આવનાર જાત્રાળુ. કેટેશ્વર, કુંભારીયાજી અને ગમ્બર જરૂર જાય છે. કોટેશ્વર માતાજીથી પૂર્વમાં પાંચ માઈલ દૂર છે. ત્યાં પર્વતમાંથી પાણીનું ઝરણું આવે છે, જે સીધપુર પાસેની સરસ્વતી નદીનું મૂળ છે. ઝરણનું પાણી પડવાને માટે નાને કુંડ છે. તેમાં જાત્રાળુ નહાય છે અને બાજુમાં આવેલા શંકરના મંદિરમાં અને વસિષ્ટ આશ્રમમાં ફરી પાછા વળે છે. ત્યાંથી કુંભારીયાજીનાં જિનાલયમાં આવે છે. અને ચાર માઈલનો થાક ઠંડકમાં બેસી ઉતારી, દેરાસરોનાં દર્શન કરી કેરણી જોઈ ચકિત થાય છે. ત્યાંથી માતાજી જાય છે. ગબ્બર પહાડ માતાજીની સામે પશ્ચિમ તરફ, બે માઈલ ઉપર છે અને ચડાવ સખત છે. માતાજીમાં દરબાર સાહેબે બંધાવેલ બંગલે છે. તેમાં રાણાજી માતાજી આવે ત્યારે ઉતરે છે. સિવાય એક સ્કુલનું મકાન અને લાઈબ્રેરી-અમદાવાદના ભુલાભાઈ પંચાલની બંધાવેલી તેમની ધર્મશાળા પાસે છે. માતાજીમાં આબુરોડ તરફથી આવતા જાત્રાળુઓ માટે નાયું છે. ત્યાં મહાલકારીની ઓફિસ છે અને અમલદાને ઉતરવાનું મકાન તથા ઘોડાર છે. મકાનની પાછળની ઊંચી ટેકરી પર હાલમાં અમદાવાદના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84