________________
૪૮
કુંભારીયાજી
અબાજી માતાજી
કુંભારીયાજીનાં દેરાસરોથી પશ્ચિમ માજી એક માઇલ છેટે આયૂ રેડ જવાના રસ્તા ઉપર માતાજીનુ મંદિર છે. તે ઘણું જૂનુ હાય એમ કહેવાય છે. તેની આસપાસ યાત્રાળુઓને ઉતરવા ઘણી ધર્મશાળાએ ભાવિકજના તરફથી અધાવેલી છે. માતાજીના મંદિરમાં જવાના મુખ્ય દરવાજે પેાલીસનું થાણું છે. તે મૂકી ચાક આવે છે. ત્યાંથી પગથિયાં ચડી જવાય છે, ચાકમાં માતાજીમાં ભાવતી જતી ચીજ વસ્તુ માટે દરબારી કાઠાર છે. પગથિયાં ઉપર આરસ જડેલા ચાક છે ને સામે આથમણા મારનું માતાજીનું મંદિર છે. બારણુ ચાંદીના પત્રે મઢેલા કમાઠવાળું છે. સલામ'ડપ બહુ જ નાના છે. તેમાં ચાંદીના પત્રે મઢેલા વાઘ માતાજીની બરાબર સામે મૂકેલા છે અને છતમાં ઘણી જ ઘ'ટડીએ બાંધેલી છે. તે આરતી વખતે જાત્રાળુ વગાડે છે. ગભારામાં માતાજીના ગોખ છે. તેમાં મૂર્તિ નથી પણ પૂજારી જુદા જુદા દિવસેાએ માતાજીના વાહનરૂપ વાઘ, હાથી, કુકડા ગાઢવી તેના ઉપર કપડાં અને ફૂલથી આંગી એવી સરસ બનાવે છે કે મૂર્તિ હોય એમ માલૂમ પડે. બારીકાઇથી જોનારને ખબર પડે કે-મૂતિ નથી. બ્રાહ્મણ અને ખાસ જાણકાર માણસ સિવાય બીજાને ગભારામાં પૂજા કરવા જવાની મનાઈ છે. પૂજા કરવા જનારને-માતાજીની પાવડીની પૂજા કરવાની ડાય છેભટજી કે જેઓ-સીદ્ધપુરના બ્રાહ્મણ છે, અને વંશપર પરાથી પૂજા કરે છે. તે કુટુમ્બના માણસે। પૂજારી તરીકે કામ કરે છે. આ ભટજીને ઈજારાની રકમ દરખારશ્રીને શરવી પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com