________________
કુંભારીયાજી
છે. બંગલાની દક્ષિણ તરફ એક મહાદેવનું મંદિર છે તે મહાદેવને લોકો ભેશ્વર મહાદેવના નામે ઓળખે છે. આ મહાદેવના મંદિરને ઘાટ નીચે મેટા દેરાસરને કંઈક અંશે મળતા આવે છે. અધૂરું રહેવાથી અગર પડી જવાથી ઉપરને ભાગ પાછળથી કરેલે જણાય છે, તેનાથી પશ્ચિમે થોડે દૂર એક હનુમાનજીની દેરી છે.
દાંતા ભવાનીગઢનું રાજ આ રાજ જેડે આ તીર્થને હાલમાં સંબંધ છે તેથી તે રાજનું ટૂંક વર્ણન અહીં અસ્થાને ગણાશે નહીં. મહીકાંઠા ડીરેકટરીમાં તથા બીજા પુતકેમાં એમ જણવેલું છે કે-દાંતાના હાલના દરબારના વડવા નગરઠઠ્ઠા જે સીંધમાં આવેલું છે ત્યાંથી આરાસાણના ડુંગરમાં આવેલા અને ચૌદમા સૈકાની શરૂઆતમાં ગમ્બર નામને પર્વત, જે માતાજી પાસે છે ત્યાં રહી, સં. ૧૩૨૫ માં તે વખતના કેદારસિંહ નામના ઠાકોરે તરસંગ જે હાલમાં દાંતા રાજ્યના તાબામાં છે ત્યાં ગાદી સ્થાપી અને સં. ૧૬૦૦ ની સાલમાં, દાંતા ગામ વસાવી ત્યાં ગાદી સ્થાપી.
આ દાંતા ગામ હાલ દાંતા ભવાનીગઢ એ નામથી ઓળખાય છે. તે કુંભારીયાજીથી દસ ગાઉ દૂર દક્ષિણમાં આવેલું છે. તેના ફરતા ડુંગરો છે. દાંતા ભવાનીગઢથી અંબાજી આવવા માટે ડુંગરમાં પાકી સડક છે અને ત્યાં હાલમાં મોટર સરવીસ ચાલે છે. આ ગામમાં હાલમાં 9. જૈનોનાં દસ પંદર ઘર છે. તે સિવાય દિગંબર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com