________________
કુલારીયાજી
૪૫
ભદ્ર મહારાજનું સ્થાનક છે. આ તરફના જંગલી લોકો તેમજ અહીં રહેનાર માણસની તેમના પ્રત્યે ભારે આસ્થા છે. તેમની પણ રાજ પૂજા આરતી થાય છે. પેઢીમાં નીચે ઓસરીમાં ઓફિસ છે અને ઓરડામાં વાસણ તથા પરચરણ સામાન રાખવામાં આવે છે. પેઢીની બાજુમાં આથમણી તરફ ખડકીમાં જવાને દરવાજો છે. તે ખડકીમાં જે મકાને
છે તે પેઢીના છે અને તેમાં નોકરને રહેવાની વ્યવસ્થા છે. • પેઢીના ચોકમાં પાણી ગરમ કરવાની રહે છે અને તે જ એરડીમાં પુરૂષોને નહાવા માટે કામચલાઉ ગોઠવણ છે. બહેનેને નહાવા માટે સગવડ નહીં હોવાથી એક છીંડીમાં આગળ પડદે બાંધી દેવામાં આવ્યો છે. ત્યાં બહેને નહાય છે પણ પાણીની ઓરડી, પાણી ગરમ કરવા તથા ભાઈઓ અને બહેનેને નહાવા માટે પેઢીએ સારી ગોઠવણ કરવાની જરૂર છે ખડકી અંદર અને બહાર બીજી બે ઓરડીઓ છે તે નેકરના રહેવાના કામમાં આવે છે. શાનિતનાથના દેરાસરની નજીકમાં પેઢી તરફથી બંધાવેલ એક પાકી પરબડી છવીબંધ છે જેમાં પારેવાને હમેશાં દાણા નાખવામાં આવે છે. એક મકાન થોડા વખત ઉપર દાંતા દરબાર સાહેબ તરફથી ધર્મશાળાની દક્ષિણ બાજુ બંધાવેલું છે. તે બંગલાના નામથી એાળખાય છે. તેમાં દરબાર સાહેબ આશ્રિત એક મહારાજ આત્મારામજી રહે છે અને દરબાર સાહેબશ્રી કઈક વખત ત્યાં આવે છે. દાંતારાજ્યના અધિકારી વગ વારંવાર તેમની પાસે જાય-આવે છે. બંગલાના મકાનની આસપાસ ના બગીચા કરી તેને વાંની વાડ કરેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com