________________
કુંભારીયા
૪૩
આરામ રહે છે. અને ઘણાખરા બે અગર ત્રણ દિવસ જાત્રાને લાભ લઈ શાતિ મેળવે છે. દિવસે દિવસે જાત્રાળુની સંખ્યામાં પણ સારો વધારો થયો છે. સંધ ભાગ્યે જ આવે છે કારણ કે અહી આવવામાં ખર્ચ વિશેષ થાય છે. પાંચ છ વરસ ઉપર ઉજજૈનના સંઘની સ્પેશીયલ નીકળેલી તેમને આબુરોડ સ્ટેશનથી કુંભારીયાજી ખાવવાને ઈરાદે હતે પણ મોટરભાડું અને મુંડકામાં જ ભારે રકમ આપવી પડતી હોવાથી અહીં ન આવતાં બીજે ચાલ્યો ગ. સં. ૧૯૦૧ના કારતક માણમાં પાલનપુર રાજ્યના મેરૈયા ગામને સંધ મુનિ મહારાજ શ્રી દેવવિમળાજીના ઉપદેશથી આવેલે તેમાં ૭૦ માણસ હતાં અને ત્રણ દિવસ પહેલા હતા. તે સિવાય છેલ્લા વીશ વરસમાં કઈ સંઘ આવેલ નથી.
અહીં જે સાધુ સાધ્વી આવે છે, તે ગુજરાતમાંથી દાંતા અને હડાદના માર્ગો અને આબૂ પાડ( ખરેડી)થી સીધા સડકે આવે છે. વિહાર ઘણા લાંબા છે. આબુ રેડના રીતે રાતે રહેવાની સગવડની ધર્મશાળા છે. દાંતાના રસ્તે દાંતાથી ત્રણેક ગાઉ છેટે ચોકી છે તેમાં રાત રહી શકે છે. હડાદથી આવવાને રસ્તે સારો નથી. બધા રાતા ડુંગરો અને ઝાડીથી ભરપુર છે, પણ કંઈ બીક જેવું નથી. અહીં હાલમાં જાત્રાળુની વધતી જતી સંખ્યાને લીધે હાલ જે ધર્મશાળા છે તે પૂરતી નથી. કેટલીક વખત બહુ જ અગવડ પડે છે તેમજ કે ઈ સંઘને આવવાને વિચાર થાય તે પણ ઉતરવાની પુરતી સગવડ નથી. જે ધર્મશાળા છે તે પણ નાની છે અને તેમાં પાછીને ભાગ લેજનશાળામાં રોકાલે છે. જ્યારે ઉનાળાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com