________________
કુંભારીયાજી
૪૦
અને તેના બદલામાં માતાજીની પૂજા કરવાને અને જાત્રાળુને ભો કરવાને હક તેને પણ છે. માતાજીની આગળ નાણું, રેકડ, કપડાં કે ચીજવસ્તુ જે આવે તે દરબારી કે ઠારમાં જાય છે. તેના બદૈબત માટે ગભારાની પાટ ઉપર એક દરબારી માણસ અને એક પૂજારી એમ બે માણસ કાયમ બેસે છે. - દરબારી માણસને આવક સંભાળવાની હોય છે. ભટજીને માણસ પૂજારી જાત્રાળુને ચાંદલા કરી પ્રસાદ આપે છે અને જ કરાવવા ભટજી પાસે જવાની સૂચના કરે છે. ભટજી. પાસે જાત્રાળુ જાય છે, અને ભય (કુંકુનાં થાપા) કરાવી શકિત પ્રમાણે ભટજીને આપે છે. ભટજીના મકાન પાસે બટુકભૈરવનું સ્થાનક છે. મુખ્ય દરવાજા સિવાય માતાજીના મંદિરમાંથી પૂર્વ તરફ નીકળવાને દરવાજો છે. તે રસ્તે જતાં આગળ માનવિર ચારે તરફ પત્થરથી બાંધેલું છે અને પવિત્ર થવાના હેતુથી જાત્રાળુ તેમાં નહાય છે. આ માનસરોવર .વાણું ઊંડું છે, અને તેમાં કેટલીક વખત અકસ્માત્ થાય છે. પાણ વછ રહેતું નથી, માટે તેમાં પાણી સવચ્છ રહે તેવા ગોઠવણ કરવાની જરૂર છે. માતાજીના મુખ્ય દરવાજા બહાર મેકી લોકોની આઠદસ દુકાને છે. તે સિવાય બ્રાહ્મણે, રાજ્યના નેકરે વિગેર થર્મશાળાની આજુબાજુ રહે છે.
બત્રાળ રસાલ હજારોની સંખ્યામાં આવે છે. પુનમ ઉપર સંઘ આવે છે. ચિત્રી અને ભાદરવી પુનમ ઉપર હજારે માણસના મોટા સંઘ આવે છે તે વખતે, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com