________________
કુંભારીયાજી
૫૧
શેઠ દુર્ગાદાસ લશ્કરીએ પિત્તાને જવા આવવાના સમયે રહેવા માટે મોટું મકાન બંધાયું છે. બીજું એક મકાન તેની સામે છેડે દૂર રસ્તા ઉપર છે. તે દરબારી મેમાન પરાણા આવે તેને ઉતરવા માટે છે અને એક બાજુ દાકતર રહે છે. મકાનના એક રૂમમાં દવાખાનું છે. તે સિવાય માતાજીમાં ઇલેકટ્રીક લાઈટ છે. પાણી માતાજીમાં દેરાની સામે મોટી વાવ છે તેનું તેમજ કવાએનું વપરાય છે.
માતાજી અને કુંભારીયા આવનાર દરેક જાત્રાળુ પાસે દાંતાના રાણા મુંડકું (કર) લે છે. આ મુંડકાનું રણ એક નથી તેમજ તેમાં ઉત્તરોત્તર વધારે થયાં જ કરે છે. પહેલાં એાછું લેવાતું તેમાં વધારે થતે થત રૂા. ૧-૧૫-૯ લેવાતા. અને સીએ, બા , બારોટ પાસેથી રૂ. ૦–૧૪-૬ લેવાતા તેમાં સં. ૨૦૦૧ ની સાલમાં વધારો કર્યો છે. માતાજીથી કુંભારીયાજી જનાર પાસેથી ૦-૦-૬ લેવા તી તેમજ કોટેશ્વર અને ગમ્બર જનાર જાત્રાળુ પાસેથી ૦-૧–૦ જુદા લેવાતા તે બંધ કરી હાલમાં રૂા. ૨-૧-૦ અને રૂા. ૧૦૦૦ લે છે. એક દિવસનું બાળક હોય તેનું પણ શું લેવાય છે. નાકાને વાંસને ઝપે છે અને સામે મોટર ટેકની બાજુમાં મૂંડકાની ટીકિટ ઓફિસ છે. મોટરમાં અગર પગ રસ્તે આવનાર દરેક જાત્રાળુને સૌથી પહેલાં આ મુંડકાફિસની બારીએ હાજર થવાનું હોય છે
* રાસમાળા ભાગ ૨, વિભાગ , પાના ૧૮૨ માં મુંજાને પ. ૧-૦-૦ લેત એમ બતાવેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com