________________
કુંભારીયાજી
૩૩
હૃા. આવી વાત પ્રચલિત કરી અને તે વાત માતાજીના ગરબામાં વણી લીધી તેથી હાલ આ દેરાં જેવા આવનાર હજુ પણ સંભારે છે પણ વિમળશાહ ૧૧મા, ૧૨મા સૈકામાં થયાં. ૧૯૮૮માં તેમણે આબૂ ઉપર પ્રતિષ્ઠા કરી અને આરાસાણના દેરા બંધાવ્યા પછી થોડા વખતમાં એટલે બારમા સિકાની અધવચ એટલે સં. ૧૧૫૦માં તેની હયાતિ નહતી, આરાસાણના દેરાસરમાં ૧૨મા, ૧૩મા ને ૧૪મા સંકામાં ટેરીઓમાં પ્રતિકાઓ થએલી છે અને અલાઉદ્દીન સં. ૧૩૫૬માં આવ્યું ત્યાં સુધી દેરાસરની જાહેરજલાલી હતી. વિમળશાહ તે વખતે નહેતા તે પછી ઉપરના દેરાસરો બાળી નાખ્યાની વાત બીલકુલ બેટી અને ઉપજાવી કાઢેલી છે એમ ચેક્સ મનાય છે. હાલ તે જાત્રાએ આવનાર ઘણા જૈનતર ગૃહસ્થને જ્યારે હકીકત સમજાવી સમજણ પાડવામાં આવે છે એટલે તે તરત જ માતાજીએ દેરા બાળી નાખ્યાની વાત ખોટી છે એમ સમજે છે. વળી અત્યારનાં પાંચ દેરાસર માટે જે જગ્યા રોકાએલી છે. તેના પ્રમાણમાં જે ૩૬૦ દેરાની વાત કહેવામાં આવે છે. તેના માટે કેટલી જગ્યા રોકાય તે પણ સમજુ માણસે વિચારી શકે છે.
કેટલાક માણસે સેનું કાઢી લીધા પછી જે કચરો રહે છે તેને દેરાં બળી ગયાના નિશાન તરીકે બતાવે છે પણ તે વાતને સમજુ માણસે ગ૫ માને છે. જેનેતરો અંબાજી પ્રત્યે સારો ભક્તિભાવ દર્શાવે છે, આસ્થા રાખે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com