________________
કુંભારીયાજી
-
૧૫
રિધા છે, તે હજુ સુધી કયાં છે તે જાણવામાં આવ્યું નથી, પણ
જ્યારે આ પ્રતિમાજી પ્રગટ થશે ત્યારે આ તીર્થના ઈતિહાસ ઉપર નવું અજવાળું પડશે. હાલ તે કાઉસગીઆઇ અને દેરાસરની અંદરની દેરીઓના પગાસને ઉપરના જે જૂના શિલાલેખ છે તેથી સંતોષ માનવાને છે.
દેરાસર આ આરાસાણ તીર્થમાં પાંચ દેરાસરે છે. તેમાં મેટું દેરાસર શ્રી નેમિનાથ પ્રભુનું છે. આ દેરાસરની અને શ્રી પાશ્વનાથ પ્રભુના દેરાસરની બાંધણને ઘાટ એકસરખો છે. શ્રી મહાવીરસ્વામીના દેરાસર અને શ્રી શાંતિનાથ પ્રભુના દેરાસરને ઘાટ એકસરખે છે. પાંચમું દેરાસર જે તેમનાથ પ્રભુના દેરાસરથી દક્ષિણ તરફ બસ વાર દૂર આવેલું છે તેની બાંધણી ઉપરના ચાર દેરાસરો કરતાં જુદી અને સાદી છે. આ દેરું નાનું છે અને મૂળ આરાસા ગામનું હોય તેમ જણાય છે. જો કે તેમાં પાછળથી સુધારાવધારા થયા છે. આ પાંચે દેરાસર શિખરબદ્ધ છે અને પાયામાંથી શિખર સુધી તમામ , , આરસ વપરાએલે છે, જે આરસ પહાણ આરાસાણની આરસની ખાણને છે. છેલ્લા દેરાસર સિવાયના ચારે દેરાસરોમાં ચાવીસ ચોવીસ દેરીઓ છે. બધા દેરાસરો ફરતે કોટ છે અને તે બધા દેરાસરો ઉતરાદા બારના છે.
૧. આ દેરાસરમાં ઘણા લખે છે. અમદાવાદ શેઠ આણંદજી દિપાલી પેઢી તરફથી હાલમાં આખા હિન્દુસ્તાનનાં જન મંદિર વિગેરલ ડીરેકટીનું કામ ચાલે છે. અહીંના મંદિરાના તમામ લેબે તે પુસ્તકમાં પ્રસિદ્ધ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com