________________
કુંભારીયાજી
૨૩ શ્વેતામ્બર આસ્નાયના હોવાથી દાંતાના સંઘને રાજ્ય સુપ્રત કર્યા અને કુંભારીયાકના જિનાલયમાં તેને સ્થાપવા માટે સૂચના કરી. દાંતાના સંઘે અમદાવાદ શેઠ આણંદજી કલ્યાણજીને તારથી ખબર આપી અને કુંભારીયા પેઢી ઉપર સમાચાર મલ્યા તેથી કુંભારીયા પેઢીને મુનીમ દાંતે જઈ સં. ૨૦૧૦ના માહ વદિ ૧૩ ના રોજ તે પ્રતિમાને ગાડામાં સારી રીતે પધરાવી કુંભારીયાજી લાવ્યા તેમ જ દાંતાના દેશસરમાં કેટલાક વધારાનાં પ્રતિમાજી હતાં તે પણ કુંભારીયાજી લાવવામાં આવ્યાં. સં. ૨૦૦૧ માં કારીગરે બેસાડી તમામ પ્રતિમાને એટીપણું કરાવી ચક્ષુ ટીકા વિગેરેથી વિભૂષિત કરવામાં આવ્યાં અને ૨૦૦૧ના જેઠ સુદિ ૧૦ મે અઢાર અભિષેક મહોત્સવ કરી આ શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં દેરીઓમાં પણ દાખલ બિરાજમાન કરવામાં આવ્યા તેથી આ દેરાસરની બધી દેરીઓ પ્રતિમા બિરાજમાન થવાથી ભરાઈ ગઈ. પૂજન ચાલુ થયું. દેરાસરની શોભામાં વધારે છે.
આ દેરાસરના પૂર્વ તરફના બારણા પાસે જમણા હાથ ઉપર સમવસરણની દેરી છે. તેમાં પ્રતિમાજી નથી. સમવસરણની રચના પીળા આરસ ઉપર સુંદર કારીગરીવાળી છે. સમવસરણના ઉપરના ભાગમાં બહુ જ ઝીણ કારીગરી છે.
આ દેરાસરની કારણ વણી જ ઉત્તમ છે. છતાર વખતે આ દેરાનું ઘણુંખરૂં કામ સફાઈબંધ થવાથી બધું બરાબર સ્પષ્ટ જોઈ શકાય છે. દેરાસરને પાછળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com