________________
: ૨૪
કુંભારીયા ભાગ કેટ સુધી ખાલી છે. આથમણી બાજુ, દેરીઓ પાસે, પાછળના ભાગમાં ઓરડી છે તેમાં બે ખંડ છે. તેમાં ભેંયરું હોય તેમ જણાય છે. દેરાસરના પૂર્વ તરફના બારણામાંથી બહાર નીકળતા જમણું બાજુ આરસનું ઝીણી કારીગરીવાળું પરઘર કમાન સાથે છે. અને તે આ દેરામાં શ્રી મહાવીર સ્વામી ભગવાન આગળ એટલા ઉપર હતું અને જીર્ણોદ્ધાર વખતે કારીગરેએ બહાર કાઢેલું ત્યાં જ પડી રહ્યું હોય એમ જણાય છે. આ પરઘરને ચગ્ય જગ્યાએ મૂકવાની જરૂર છે, કારણ કે હજારે રૂપીઆ ખરચતાં પણ આવું કામ બની શકે તેવું નથી.
૩. શ્રી મહાવીર સ્વામીના દેરાસરની પૂર્વ બાજુ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે તે મેટું અને ભવ્ય છે. આ દેરાસરનું આથમણે બાજુનું બારણું પેઢી આગળના ચોકમાં પડે છે અને અવરજવર તે જ બારણે વિશેષ હોવાથી હાલમાં મુખ્ય બારણું ઓતરાદું છે તે બંધ રહે છે. આ દેરાસરમાં ગભારે, સભામંડપ, ચેકી, રંગમંડપ, દેરીઓ અને ટકોરખાનાને ઝરુખે છે. તે ઝરુખા નીચે પગથિયાં ઉતરી મુખ્ય દ્વારથી બહાર નીકળવાનો રસ્તો છે. ગભારામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં પ્રતિમાજી બિરાજમાન છે. તેના પબાસન ઉપર સં. ૧૬૭૫ ને લેખ છે અને કુશળસાગર ગણિએ પ્રતિષ્ઠા કરાવેલી છે. સભામંડપ માં બે મોટા કાઉસગીયાજી છે. તેમના પબાસન ઉપર સં. ૧૧૭૬ ને લેખ છે. તે સિવાય ત્રણ નાના કાઉસગીઆઇ છૂટા છે અને એક મૂર્તિ શ્રી
અંબિકાદેવીની છૂટી છે. સામંડ૫થી બહાર નીકળતાં ચેકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com