________________
૨૦
કુંભારીયાજી સાલને લેખ છે. ભગવાનની ઉપર અને આજુબાજુ આરસનું સુંદર પરઘર છે. ગભારામાં એક તરફ શ્રી અંબિકા માતાજી અને બીજી તરફ યક્ષની મૂર્તિ છે. ગભારાની બહાર સભામંડપ છે. તેમાં મોટા બે કાઉસગીયાજી છે. તેમની ઉપરના લેખ વંચાતા નથી. તે સિવાય ગભારામાં ત્રણ નાના કાઉસગીયાજી છૂટા છે. સભામંડપમાંથી નીકળતાં ચોકી આવે છે તેમાં બે ગોખલા છે અને ઉપર નાના છ ઘુમટ છે. તેમાં સભામંડપમાંથી નીકળવાના બારણા પાસેને ઘુમટ અલૌકિક કારીગરીવાળો છે. તેની અંદર પડદા આરસમાં એવા સરસ કતરેલા છે કે અત્યારે તે કામ કાગળ ઉપર પણ બની શકે નહી તેમજ આ ઘુમટને જેટે બીજે કયાંય હોય તેમ જણાતું નથી. તે સિવાયના પાંચ ઘુમટનું કામ પણ બહુ જ ઉત્તમ પ્રકારનું છે. લટકતાં કમળ લેલક અને પડદાવાળા છે. ચેકીથી નીચે ઉતરતાં રંગમંડપ છે. તેના ઘુમટની કેરણી અલૌકિક અને ચકિત કરે તેવી છે. તેની અંદર જાણે દરિયાની છીપો જ હોય તેવું દેખાય છે. ઘુમટની વચમાં કમળ આકારનું મેટું આરસનું ઝુમર લટકહ્યું છે. ઝુમરમાં નીચેની પાંખડીને છેડે ભાગ તૂટી ગયો છે જે અત્યારે કઈ કારીગરથી દુરસ્ત થાય તેમ નથી. ચેકી અને રંગમંડપ તથા દેરીઓની વચ્ચે બે બાજુ આરસની છત છે. તેમાં જૈન ધર્મને ઈતિહાસ કેતરેલા છે. પૂર્વ તરફની છતમાં સાત ભાગ પાડેલા છે તેમાં એકમાં આચાર્ય 'મહારાજ વ્યાખ્યાન વાંચે અને ચતુર્વિધ સંઘ આવે છે, બેસે
છે અને વ્યાખ્યાન સાંભળે છે તે દેખાવ છે, બીજામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com