________________
કુંભારીયાજી.
૧૯
ઊભા રહી, લલાટમાં ચાંદલે કરી શકાતું નથી એટલે બાજુમાં લાકડાંની ઘડી મૂકેલી છે. આ તરફના જંગલી લોકો શ્રી પાર્શ્વનાથ ભગવાનને ભીમાદાદા, શ્રી આદીશ્વર ભગવાનને અર્જુન અને શ્રી નેમિનાથ ભગવાનને યુધિષ્ઠિર કહે છે. આ દેરાસરમાં ૯૪ થાંભલા છે. તેમાં વચ્ચેના ૨૨ થાંભલા કારીગરી અને કોતરણીવાળા છે. તેના ઉપર દેવ, દેવીઓ અને વિદ્યાધરીની મૂર્તિઓ છે. બીજી થાંભલા સાદા છે. દેરાસરના છોડની પાછળને તથા આજુબાજુનો ભાગ ખાલી છે. રંગમંડપમાં ઉપર પૂજા મોત્સવ વખતે બરાઓને બેસવાના ઝરુખાં છે. આ દેરાસરમાં તેિ ચડેલે એક લેખ છે તેમજ થાંભલા ઉપર લખ છે. દેરાસરની બાંધણી એવી સરસ છે કે બહાર ઊભા રહીને શ્રી નેમિનાથ પ્રભુના દર્શન કરી શકાય છે.
૨. બીજુ દેરુ શ્રી મહાવીર સ્વામીનું મોટા દેરાસરની પુર્વ બાજુની ટેકરીએથી નીચા ભાગમાં-ઓતરાદા બારનું છે. આ બારણ સિવાય તેને પૂર્વ-પશ્ચિમ બારણાં છે. પશ્ચિમ તરફનું બારણું હાલ બંધ રહે છે. પૂર્વ બાજુનું બારણું પઢી આગળના ચેકમાં પડે છે. દેરાસરના છેડ ઉપર આમરણનું કતરકામ છે. સભામંડપ અને સમવસ૨ણની દેરી ઉપરના ઘુમટે સામરણ ગોઠવેલા છે. ગભારામાં શ્રી મહાવીરસ્વામી ભગવાનની ભવ્ય અને સુંદર મૂર્તિ છે. તેમના પબાસન ઉપર સં. ૧૭૫ ને લેખ છે અને તે પ્રતિષ્ઠા શ્રી કુશળસાગરગણિએ કરેલી છે. ભગવાનના પબસનની નીચે દેવી છે. તેમના પબ સન ઉપર સ, ૧૧૨૮ ની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com