Book Title: Kumbhariyaji Tirth Urfe Arasan
Author(s): Mathurdas Chhaganlal Sheth
Publisher: Pochilal Dungarshi Trust

View full book text
Previous | Next

Page 32
________________ ૧૪. કુંભારીયા કાટડો કહે છે. આ કાટલાનો ટુકડે હાથમાં લઈ નિરીક્ષણ કરતાં સામાન્ય બુદ્ધિને માણસ જાણી શકે કે ભઠ્ઠીમાં નાખેલા પદાર્થમાંથી સારભાગ (ખનીજ) નીકળી જઈ આ કચરો છિકોવાળે રહે છે. હાલ પણ આ ટેકરીઓ અને તેની આસપાસના ભાગમાં ખનીજવાળા પત્થરે છૂટાછવાયા પડેલા છે તેમજ સેનાના રજકણવાળા ટુકડા પણ મળે છે. દેરાસરો અને ટેકરીઓ ફરતે આરાસણમાં જે કેટ ભાંગીતૂટી હાલતમાં હાલ પણ જણાય છે તે કેટ આ કાટડાથી બનાવેલો છે. આરાસાણ તીર્થ આરાસાણમાં જ આરસની ખાણ હતી અને દેવીના વરદાનના પ્રતાપે પુષ્કળ સેનું મળ્યું તેથી આરાસાણમાં જિનાલયે બાંધવાનું અનુકૂળ થયું. આબૂ ઉપર સં. ૧૦૮૮માં પ્રતિષ્ઠા થઈ તે પછી આરાસણમાં કામ શરૂ થએલું જણાય છે, કારણ કે આ દેરાસરોમાં સં. ૧૧૧૪, ૧૧૨૮, ૧૧૭૬ના કેટલાક લેખ છે તેથી આબૂ ઉપર જે કારીગરોના હાથથી કરણનું કામ થયું હોય તે જ કારીગરોએ અહીં પણ કામ કરેલું જણાય છે, કારણ કે આબુના દેરાસરની કારીગીરી અને આરાસાણના દેરાસરની કારીગીરી ઘણીખરી મળતી આવે છે. આરાસાણના દેરાસરો અને દેરીઓમાં જે પ્રતિષ્ઠા દેરાસર તૈયાર થતાં થએલી તે પ્રતિમાજી હાલમાં દેરાસર અને દેરીઓમાં નથી. કારણ કે જ્યારે સં. ૧૩૫૩માં બાદશાહનું આ પ્રદેશ ઉપર આક્રમણ થયું તેની અગાઉ આરાસાણના જૈનોએ બીકના લીધે તમામ પ્રતિમાજીને ઉત્થાપન કરીને કેઈ ઠેકાણે ભંડારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84