________________
કુંભારીયાજી
ઉત્સાહથી સામૈયું કર્યું અને ચાતુર્માસ રહેવા વિનંતિ કરી. ગુરુએ તે માન્ય રાખી. વિમળશાહ હમેશાં આચાર્ય મહારાજ પાસે જાય, વંદન કરી બેસે અને ઉપદેશ સાંભળે. ગુરુએ પાટણમાં કહેલા વચન યાદ કરાવ્યાં. ગુરુએ તેને આબૂ ઉપર તીર્થ બંધાવવા આદેશ આપ્યો તેથી તેણે કરોડો રૂપીઆ ખર્ચ કરી આબૂ ઉપર શ્રી રૂષભદેવ ભગ વાનનું મોટું અને કરણીવાળું ભવ્ય દેરાસર બપાવી તેમાં વિક્રમ સંવત ૧૦૮૮ માં શ્રી રૂષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા કરી.
આ દેરાસર માટે આરાસણમાં માણેસરના પહાડ પાસે જરી વાવ નામે વાવ છે ત્યાં આરસની ખાણ છે અને મેટા પ્રમાણમાં આરસ નીકળે છે ત્યાંથી આરસ કઢાવીને વાપરવામાં આવ્યો છે.
૧. આબૂ સંબંધીની હકીકત ઘણા પુસ્તકે મા છે. હાલમાં “કારાજ સાહેબ શ્રી જયંતવિજયજીએ આખૂની હકીકતનું પુસ્તક થે વખત ઉપર પ્રસિદ્ધ કરેલ છે. તેમાં ખાબૂ તીર્થની હકીકત વિસ્તારથી જણાવેલી છે. દેરાસર બંધાવતાં વિમળશાહને બ્રાહ્મણોએ રંજાડેલા પણ બ્રાહમણને શાન્ત પાડી સંતોષી કેવી રીતે કામ લીધું તે તેમજ વાલી નામના યક્ષને સામને કરી પોતાના બાહુબળથી તેને મહત કર્યો તે વિગેરે હકીકત તેમાં છે તેમજ આબુ પર્વત ઉપર દેલવા અને ખચળગઢના જિન દેરાસરોની વિસ્તારથી હકીકત છે. બીજા સ્થાનની પણ માહિતી મળે તેવી હકીકત છે. જેને આ હકીકત જાહવાની ઇચ્છા હોય તેમણે તે પુસ્તક વાંચવું.
૨. આરસની ખાણ હાલ પણ જારી વાવ પાસે છે અને તેમાંથી પારસ નીકળે છે. તે બાર સફેદ ને ચળકતા છે. આ આરસના થાંભલા, પાટડા ને મોટી મોટી શિલાઓ ઉપયોગમાં બાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com