Book Title: Kumbhariyaji Tirth Urfe Arasan
Author(s): Mathurdas Chhaganlal Sheth
Publisher: Pochilal Dungarshi Trust

View full book text
Previous | Next

Page 29
________________ કુંભારીયા ૧૧ સામાન હતો. તેથી વિમળશાહ ચંદ્રાવતી આવવાને છે એમ જાણી પરમાર રાજા પિતાના કુટુંબ સાથે નાસી ગયે, અને માળવણથી નીકળી વિમળશાહે ચંદ્રાવતી વગર હરકતે કબજે કરી અને ભીમદેવની આણ ફેરવી. પિતે રાજ કરવા લાગ્યા. આજુબાજુના સરદાર સામંત આવીને મળી ગયા અને પિતાના બળવાન લશ્કરથી બીજા કેટલાકને જીતી લઈ ખંડિયા બનાવ્યા. ઠઠ્ઠાના રાજાને જીતી લીધું. તેને કેદી બનાવી ચંદ્રાવતી લાવ્યા, તેને ભારે દંડ લઈ છોડી મૂક. ચંદ્રાવતીની પુનરરચના કરી કેટકિલ્લા તથા બજાર બનાવ્યા. દેરાસરો બંધાવ્યા. ધીમે ધીમે ચંદ્રાવતી ચંદ્રકલાની જેમ ખીલતી ગઈ. વેપાર વણજ વધવા લાગ્યા. ચંદ્રાવતીની ચડતી કલા જોઈ આજુબાજુના ઘણા લોકે ચંદ્રાવતીમાં આવી વસ્યા. ચંદ્રાવતી એક સુંદર સમૃદ્ધ નગરીની ગણત્રીમાં આવી. વિમળશાહ ત્યાં હવે મુખે રાજ અમલ ચલ વે છે અને માગણ-ભાટ-ચારણેને ઈચ્છિત દાન આપી સંતે છે તેથી તેની કીતિ સર્વ સ્થળે ગવાવા લાગી. શ્રી સિદ્ધગિરિ અને ગિરનારજી તીર્થના સંઘ કાઢયા અને સંઘપતિની માળ વિમળશાહે પહેરી. ચંદ્રાવતી આવ્યા અને સુખશાંતિપૂર્વક યથાયેગ ધર્મધ્યાન-પૂજા-સેવા કરી રાજ અમલ ચલાવવા લાગ્યા. આચાર્ય મહારાજશ્રી ધમૉષસૂરીશ્વરજી વિચરતા વિચરતા ચન્દ્રાવતી પધાર્યા. તેમણે વિમળશાહની કીતિ સાંભળી હતી. તેથી આબૂ ઉપર તીર્થ બંધાવવાની વાત યાદ કરાવવા ચંદ્રાવતી આવ્યા. સંઘે અને વિમળશાહે ઘણા જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84