________________
કુંભારીયાજી
પુષ્કળ લક્ષમી આપી કામના પૂર્ણ કરી. વિમળશાહ સંઘ સહિત પાછા પાટણ આવ્યા અને આચાર્ય મહારાજશ્રી ધર્મષસૂરિ પાટણથી વિહાર કરી અન્યત્ર ચાલ્યા ગયા.
વિમળને ઉદય પાટણમાં વિમળશાહે વેપાર વધારવા માંડ્યો. અને દિવસે દિવસે વધુ વધુ પ્રખ્યાતિ પામે. આ વખતે પાટણની રાજગાદી ઉપર સોલંકી વંશને પહેલે ભીમદેવ રાજ કરતું હતું. તેણે વિમળ શાહની પ્રખ્યાતિ, બુદ્ધિબળ અને શૂરવીરતાનાં વખાણ બીજા લોકોના મુખથી સાંભળ્યાં હતાં. તેણે વિમળ શાહને બેલાવી સન્માન કર્યું અને તેની શૂરવીરતા અને બુદ્ધિ જોઈ, તેને પાટણના દંડનાયકના પદથી વિભૂષિત કર્યો. આ રીતે રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ વિમલે પિતાની ચાણાયબુદ્ધિને ખીલવી. ધીમેધીમે તેણે મહામંત્રી દાદર તેમજ રાજવી ભીમદેવને વિશેષ ચાહ મેળવી લીધે. કેટલીક લડાઈઓમાં સાથે રહી વિજય પણ અપાવ્યું. ઈરવી૧૦૨૪ માં મહમુદ ગીઝનીએ જ્યારે સોમનાથ પાટણ ઉપર ચડાઈ કરી ત્યારે વિમળશાહ ભીમદેવની સાથે હતે. આ લડાઈમાં ભીમદેવ મહમદના અતુલિત બળ અને પ્રપંચને લાધે ફાળે નહેાતે પણ આખરે મહમદ ગઝનીને હેરાન પરેશાન કર્યો.
વિમળશાહની આ પ્રમાણે ચડતી જોઈ, ઈર્ષાર માણસો ને રાજાના કાન ભંભેરવા માંડ્યા. આ બાજુ * વિમળશાહે દંડનાયકના ૫દ સાથે, પિતાને વેપાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com